કોરોના સંક્રમણ કેસ વધતા દેશમાં એલર્ટ

Share this story

કોરોનાએ ફરીવાર ઉથલો મારતા ચિંતા વધારી દીધી છે. સ્વાસ્થય મંત્રાલયની વેબસાઈટ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં COVID-૧૯ના ૩૪૧ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કેરળમાં ૩ દર્દીના મૃત્યુ થયા છે. ૩૪૧ કોરોના સંક્રમણ કેસોમાંથી ૨૯૨ કેસ તો કેરળના હતા. જો કે, અચાનક જ કોરોનાએ વાપસી કરતા કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સતર્ક રહેવા જણાવ્યું છે. તેમજ રાજ્ય સરકારને સજ્જ રહેવા માટે નિર્દેશો આપ્યા છે.

દેશમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓને મળ્યા હતા. તેમણે રાજ્ય સરકારોને અપીલ કરી કે આપણે રાજકારણને બાજુ પર રાખીને સાથે મળીને કામ કરવું પડશે. સાવધાન રહેવાની જરૂર છે. હોસ્પિટલોની સજ્જતા માટે મોક ડ્રીલ, દેખરેખ અને શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહત્ત્વનું છે કે કેરળ બાદ મહારાષ્ટ્ર અને ગોવામાં પણ કોરોના વેરિયન્ટે દસ્તક આપી છે.

આ બેઠકમાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને કોરોના કેસો સામેની તૈયારી તેમજ સંક્રમણ થતા રોકવાના ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આ એક બીજા સાથે મળીને કામ કરવાનો સમય છે અને સંપૂર્ણ સરકારી અભિગમ સાથે મળીને કામ કરવાનો સમય છે. આપણે એલર્ટ રહેવાની જરુર છે પરંતુ ગભરાવાની કોઈ જરુર નથી. તેમણે આગળ કહ્યું કે હોસ્પિટલની તૈયારી, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું ખુબ જ મહત્વપૂર્ણ છે. દર ત્રણ મહિનામાં એકવાર જરુર હોસ્પિટલોમાં મોકડ્રીલ થવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર તરફથી દરેક પ્રકારના સમર્થનની હું ખાતરી આપું છું.

આ પણ વાંચો :-