સુરતમાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરનાર બે આરોપી દેશી પિસ્તોલ સાથે ઝડપાયા

Share this story

સુરતના લિંબાયતના શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકને ત્રણેક દિવસ અગાઉ ચપ્પુના ઘા મારી જીવલેણ ઇજા પહોંચાડી હતી. ત્યારબાગ નાસી જનાર રીઢા ગુનેગાર બારકુ વાઘ તથા દિનેશ પાટીલને ગણતરીના દિવસોમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ, જીવતો કારતુસ, તથા બે છરા સાથે ઝડપી પાડ્યાં છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કેસ કરી લિંબાયત તથા ડીંડોલી પોલીસ સ્ટેશનના બે ગુના ડિટેક્ટ કર્યા છે.

  • જયેશ ઉર્ફે બારકુ યુવરાજ વાઘ, ઉ.૨૨, રહે-પ્લોટ નં.૮૦ આર.ડી.નગર નવાગામ ડીંડોલી સુરત તથા મૂળ વતન ગામ- નાંદેડ, તા. ચોપડા , જીલ્લો- જલગાંવ (મહારાષ્ટ્ર)
  •  દિનેશ ઉર્ફે દિનીયો રાજેશ પાટીલ વાઘ, ઉ.૨૧, રહે- ફ્લેટ નં. એ/૮૦૪ સુમન સંગિત આવાસ ગોડાદરા સુરત તથા મૂળ વતન ગામ- આચડ ગાંવ, તા.પારોલા, જીલ્લો- જલગાંવ (મહારાષ્ટ્ર)

આરોપી જયેશ ઉર્ફે બારકુ વાઘની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે લિંબાયતમાં રહેતા રાકેશ ગોરખ વાઘે સને-૨૦૧૯ માં ડોંડેઈચા મહારાષ્ટ્રમાં પોતાના મોટાભાઈનું મર્ડર કરાવી નાખેલ તેનો બદલો લેવા માટે આજથી દોઢેક મહિના પહેલા શીરપુર મહારાષ્ટ્રના અનિકેત નામના ઈસમ પાસેથી રૂપિયા ૩૫,૦૦૦ માં દેશી હાથ બનાવટની પિસ્તોલ લીધેલ હતી.” અત્રે ઉલ્લેખનીય છે કે જયેશ ઉર્ફે બારકુ વાઘે સને-૨૦૧૯ માં ગુજસીટોક ના આરોપી મનિયા ડુક્કર સાથે મળીને સુરત વી.આર. મોલ પાસે પવન નામના છોકરાનું મર્ડર કરેલ હતું, સને૨૦૧૭ માં લિંબાયત મદનપુરામાં કાશીનાથ પાટીલનું મર્ડર કરેલ હતું. જયેશ ઉર્ફે બારકુ વાઘ અત્યાર સુધી ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા છે. જ્યારે દિનેશ ઉર્ફે દિનીયો પાટીલ ભૂતકાળમાં બે ખૂન, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશનના ગુનાઓ, તથા મારામારી સહિતના ૧૦ થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ રીઢો આરોપી છે. બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન-૦૨ ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલ છે

આ પણ વાંચો :-