Home Blog Page 864

મહારાષ્ટ્રના કલ્યાણ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો, આઠ લોકોના મોત

0

મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત નગર કલ્યાણ હાઈવે પર રાત્રે સર્જાયો હતો. જેમાં ૨ બાળકો સહિત ૮ લોકોના મોત થયા છે. એક પીકઅપ વાન ઓતૂર જિલ્લા નજીક આવેલા કલ્યાણ તરફ જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી ટ્રકે તેને ટક્કર મારી હતી. જેના કારણે પીકઅપ વાન પલટી મારી ગઈ હતી અને ૮ લોકોના મોત થયા હતા.

પીકઅપ વાહન અહમદનગરથી કલ્યાણ તરફ જઈ રહ્યું હતું. ત્યારબાદ પિંપલગાંવ જોગામાં પેટ્રોલ પંપ પાસે તેની ઓટો રિક્ષા સાથે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ઓટો રિક્ષા અને પીકઅપ વાહનના ડ્રાઈવર સહિત ૮ લોકોના મોત થયા હતા.  અકસ્માત પુણેથી ૧૫૦ કિલોમીટર દૂર સ્થિત કલ્યાણ-અહમદનગર રોડ પર થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત ગઈકાલે રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ થયો હતો.

જ્યારે આ અકસ્માત થયો ત્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ પછી સીએમ એકનાથ શિંદેએ તેમના કાફલાને રોક્યો અને ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓ પાસેથી અકસ્માતની માહિતી મેળવી. આ પછી મુખ્યમંત્રીએ તેમના કાફલાની એમ્બ્યુલન્સમાં તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા હતા.

ઉમેશ પાલ હત્યાનો આરોપી નફીસ બિરયાની જેલમાં હાર્ટ એટેકથી મૃત્યુ

0

પ્રયાગરાજના પ્રખ્યાત ઉમેશ પાલ ટ્રિપલ મર્ડર કેસમાં કથિત રીતે સંડોવાયેલા ૫૦ વર્ષીય નફીસ બિરયાની નું રવિવારે મોડી રાત્રે હૃદય બંધ થવાથી મૃત્યુ થયું હતું. નફીસને માફિયા અતીક અહેમદનો નજીકનો પણ માનવામાં આવતો હતો અને તેનો ફાયનાન્સર હોવાનું પણ માનવામાં આવતું હતું. નૈની સેન્ટ્રલ જેલમાં બંધ નફીસ બિરયાનીને રવિવારે સાંજે ખરાબ તબિયતના કારણે એસઆરએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રારંભિક તપાસમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક માનવામાં આવે છે. પોલીસે પંચનામા કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મીઓ પર હુમલા વખતે જે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કથિત રીતે નફીસ બિરયાનીની હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. ઉમેશ પાલ હત્યા કેસમાં હજુ પણ ઘણા આરોપીઓ ફરાર છે.

હકીકતમાં, નફીસ બિરયાની ઉમેશ પાલ મર્ડર કેસમાં આરોપી હતો અને તેને નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના અનાપુર વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન ૨૨ નવેમ્બરની મોડી સાંજે ધરપકડ કરાઈ હતી. ફાયનાન્સર નફીસ બિરયાની પર ૫૦,૦૦૦ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરાયું હતું. પોલીસ એન્કાઉન્ટર દરમિયાન નફીસને પગમાં ગોળી વાગી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી ૯ ડિસેમ્બરે તેને સારવાર બાદ પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો.’

ઉમેશ પાલ મર્ડર કેસ સહિત ૧૦૦ થી વધુ ગુનાહિત કેસોમાં નામાંકિત અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની આ વર્ષે ૧૫ એપ્રિલે પ્રયાગરાજની કેલ્વિન હોસ્પિટલ બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અતીકની પત્ની શાઇસ્તા પરવીન, ગુડ્ડુ મુસ્લિમ, અશરફની પત્ની ઝૈનબ સહિત ઘણા આરોપીઓ ફરાર છે. પોલીસ આ આરોપીઓને શોધી રહી છે.

આ પણ વાંચો :-

લીબીયામાં જહાજ ડૂબવાથી બાળકો સહિત ૬૧ પ્રવાસીઓના મૃત્યુ

0

લિબિયાના દરિયા કિનારે મોટી દુર્ઘટના બની છે. અહીં સમુદ્ર તટ પર જહાજ તૂટી પડતાં મહિલાઓ અને બાળકો સહિત ૬૧ પ્રવાસીઓ ડૂબી ગયા હતા. બચી ગયેલા લોકોના જણાવ્યા મુજબ, લગભગ ૮૬ લોકો સાથેની બોટ લિબિયાના ઝવારા શહેરના દરિયા કિનારાથી નીકળી હતી. લીબીયામાં એક દુ:ખદ જહાજ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૬૧ પ્રવાસી ડૂબી ગયા હતા.

IOMએ બચી ગયેલા લોકોને ટાંકીને કહ્યું કે, લગભગ ૮૬ લોકોને લઈને જતી બોટ લિબિયાના ઝવારા શહેરથી રવાના થઈ હતી.  લિબિયા કે જ્યાં ૨૦૧૧માં નાટો સમર્થિત વિદ્રોહ પછી સ્થિરતા અથવા સુરક્ષા ખૂબ જ ઓછી છે, તે(લિબિયા) લોકો માટે દરિયાઈ માર્ગે યુરોપ પહોંચવા ઈચ્છતા લોકો માટે એક મુખ્ય લોન્ચિંગ પોઈન્ટ છે. અહેવાલમાં જણાવાયું છે કે, માનવ તસ્કરીનું નેટવર્ક મુખ્યત્વે લશ્કરી જૂથો દ્વારા ચલાવવામાં આવે છે જે દરિયાકાંઠાના વિસ્તારોને નિયંત્રિત કરે છે.

આ જહાજ લિબિયાથી રવાના થઈ હતી અને શિપિંગ મંત્રાલયના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, બોટ પરના મોટાભાગના લોકો ઈજિપ્ત, સીરિયા અને પાકિસ્તાનના હતા. આ પહેલા ફેબ્રુઆરીમાં તોફાન દરમિયાન ઈટાલીના કેલેબ્રિયન કિનારે એક લાકડાની બોટ ખડકો સાથે અથડાઈ હતી, જેમાં ૯૬ લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો :-

પ્રેમિકાને કચડી મારવાનો પ્રયાસ કરનારા અશ્વજીત ગાયકવાડ સહિત ત્રણની ધરપકડ

0

મહારાષ્ટ્રના થાણેમાં ૨૬ વર્ષીય પ્રિયા સિંહને કારથી કચડી નાખવાના આરોપી અશ્વજીત ગાયકવાડની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. ગાયકવાડ મહારાષ્ટ્રના એક વરિષ્ઠ IAS અધિકારીનો પુત્ર છે. આ ઘટનાની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT) એ લેન્ડ રોવર ડિફેન્ડર કાર પણ જપ્ત કરી છે.

મુંબઇના થાણેમાં સરકારના એક ઉચ્ચ અમલદારના દીકરાએ કથિત રીતે તેમની એસયુવી હેઠળ પ્રેમિકાને કચડી મારવાનો પ્રયાસ કર્યા બાદ પોલીસે આ પ્રકરણની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. એસઆઈટીએ તરત જ આરોપીઓ અશ્વજીત ગાયકવાડ તથા તેના બે સાગરિતો સાગર શેડગે તથા રોમિલ પાટિલની ધરપકડ કરી હતી.

આ ઘટનાને પગલે રાજ્યભરમાં ઉહાપોહ મચ્યો હતો અને વિપક્ષોએ પણ સરકાર પર પસ્તાળ પાડી હતી. તે પછી રાજ્ય સરકારે SIT દ્વારા તપાસના હુકમો આપ્યા હતા. SITએ આજે ત્રણેય આરોપીઓની તત્કાળ ધરપકડ કરી લીધી હતી.

આ ઘટના ૧૧ ડિસેમ્બરના રોજ વહેલી સવારે ૪.૩૦ વાગ્યે ઘોડબંદરની એક હોટલ પાસે બની હતી જ્યાં ૨૬ ૨૬ વર્ષીય પીડિતા તેના પ્રેમી અશ્વજીતને મળવા ગઈ હતી. આ સમયે બન્ને વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ વધુ વકરતા પીડિતાએ આરોપીની કારમાંથી તેનો સભ્યનું લીધો હતો અને તેને છોડીને જવાની તૈયારીમાં હતી ત્યારે કાર ચલાવી રહેલા અન્ય આરોપી અને મુખ્ય આરોપીના સાગરિતે કાર ચાલુ કરી તેને કાર હેઠળ કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે નીચે પડી ગઈ હતી અને તેને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટના બાદ પીડિતાએ સમાજ-માધ્યમો પર ઘટના બાબતની વિવિધ પોસ્ટ વહેતી મૂકી ન્યાય માટે ધા નાખી હતી.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને ઝેર આપીને મારી નાખવાનો થયો પ્રયાસ!

0

વિશ્વના કુખ્યાત અંડરવર્લ્ડ ડોન અને ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં
ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દાઉદ ઈબ્રાહિમને અજાણ્યા લોકોએ ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યા બાદ તેને પાકિસ્તાનના કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, આ અહેવાલની પુષ્ટિ થઈ નથી.

ડી-કંપનીનો ચીફ દાઉદ ઈબ્રાહિમ દાયકાઓથી ભારતમાંથી ફરાર છે. ૧૯૯૩ના મુંબઈ વિસ્ફોટોના આયોજન અને તેને અંજામ આપવામાં તેની કથિત સંડોવણીને કારણે તેને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ભારતે કરાચીમાં તેની હાજરીના પુરાવા રજૂ કર્યા છતાં પાકિસ્તાને તેને આશ્રય આપ્યો હોવાની બાબતનો ઇનકાર કરવાનું ચાલુ રાખ્યું હતું. ભારત સરકારે દાઉદ ઈબ્રાહિમ પર દેશની આર્થિક રાજધાની મુંબઈમાં તેના નેટવર્ક દ્વારા ૨૬/૧૧નો હુમલો કરાવવાનો અને મુંબઈ આતંકી હુમલા દરમિયાન ભારત વિરુદ્ધ યુદ્ધ છેડનારા ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓને શસ્ત્રો અને દારૂગોળો સપ્લાય કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

ઝેર આપવામાં આવ્યા બાદ દાઉદ ઈબ્રાહિમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઝેરનો આ કથિત મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાકિસ્તાનના વિવિધ શહેરોમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અદનાન અહેમદ ઉર્ફે અબુ હંજાલા સહિત વોન્ટેડ આતંકવાદીઓ માર્યા ગયા છે. દાઉદ ઈબ્રાહિમને આપવામાં આવેલા કથિત ઝેરને લગતા અહેવાલોએ સીમા પારના આતંકવાદના જટિલ મુદ્દાઓ અને ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વિશે ફરી ચર્ચાઓ શરૂ કરી છે.

ગુજરાતમાં કોલ્ડવેવ લઈ ને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

0

રાજ્યમાં હવામાન વિભાગે ઠંડીને લઈ લધુ એકવાર આગાહી કરી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 3 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયો છે. તાપમાન ૨થી ૩ ડિગ્રી વધશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઊંચકાશે તેમજ રાજ્યમાં નલિયામાં સૌથી નીચું ૧૦ ડિગ્રી તાપમાન નોંધાશે છે.

શિયાળાની સિઝન શરૂ બાદ જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જો કે, વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોનિંગ વોક માટે જતા લોકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ચાલો જાણીએ આજે મોટો શહેરમાં કેટલું તાપમાન છે. અત્રે જણાવીએ કે, અમદાવાદ શહેરમાં આ સિઝનમાં પહેલીવાર તાપમાન ૧૩.૩ ડિગ્રી નોંધાયો છે. જેને લઈ ઠંડીનો ભારે ચમકારો જોવા મળી રહ્યો છે

આજે વડોદરામાં૧૬.૨ ડિગ્રી તપામાન નોંધાયું છે. જ્યારે સુરતમાં ૨૨.૪ ડિગ્રી તો રાજકોટમાં ૧૬.૮ અને દ્વારકામાં ૧૯ ડિગ્રી તાપમાન નોંધાયું છ. ભૂજમાં ૧૬.૨ ડિગ્રી જ્યારે ડિસામાં ૧૪.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. વેરાવળણાં ૨૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયું

આ પણ વાંચો :-

૧૮ ડિસેમ્બર, ૨૦૨૩/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને રવિવારે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

0

મેષઃ

સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં લાભ. ઝેરી જીવ-જંતુ કરડવાની શક્યતા છે.

વૃષભઃ

આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાંકીય બાબતો માટે અનુકુળતા સર્જાય. કાર્યમાં સફળતા નોકરી ધંધામાં લાભ મળશે . નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માનમાં વધારો થાય.
‌

મિથુનઃ

સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. કાર્યમાં સફળતા. માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ. સ્વાસ્થ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્ય સારૂં ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.

કર્કઃ

મન ડામાડોળ રહે. આવક આવતી જણાય. નાણાંની સરળ હેરફેર શક્ય બને. મિત્રોથી લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણોમાંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્ય સુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.

‌સિંહઃ

સમગ્ર દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ. પાણીના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃધ્ધિ થાય.

કન્યાઃ

સરળ નિખાલસ સ્વભાવ રહેશે. આર્થિક દ્રષ્ટિએ ફાયદો. કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ, નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી અસંતોષ, નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ, આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યાત્મિક ઉન્નતિ અનુભવાય.

તુલાઃ

આળસ સાથે. કામ કરવાની ઇચ્છાન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હૃદયમાં થોડો અજંપો રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવનામાં વૃધ્ધિ થાય.

વૃ‌શ્ચિકઃ

સ્વભાવમાં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ. કરેલા રોકાણોનું સારૂ વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદની શક્યતા.

ધનઃ

માનસિક અશાંતિ રહે. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે. નોકરી-ધંધામાં સામાન્ય.

મકરઃ

આત્મવિશ્વાસમાં વધારો. નાણાંકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં અસરફળતા. અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારૂં વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય. નોકરી ધંધામાં રાહત.

કુંભઃ
જરૂરી વસ્તુ ખોવાઇ જાય. ફુડ પોઇઝનીંગની શક્યતા. આવકમાં વધારો. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. ભાગ્યમાં વૃ‌ધ્ધિ થાય. મિત્રને તમામરે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.

મી‌નઃ

ઉદાર દીલ રહે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી રાખવી. બહેનોને ગર્ભાશય સંબંધી રોગોથી સાચવવું. ભાગ્ય બળવાન છે. નોકરી-ધંધામાં સામાન્ય. મિત્રોથી લાભ.

આ પણ વાંચો :-

ભારતીય નૌકાદળે અપહરણ કરાયેલા માલ્ટા જહાજને બચાવ્યું

પીએમ મોદીએ સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યુ, આ છે વિશ્વની સૌથી મોટી ઓફિસ

0

વડાપ્રધાન મોદી સુરતમાં બે સૌથી મોટા કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જેના માટે સુરતમાં વિવિધ સ્થાનો પર તૈયારીઓ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે 6થી વધુ સ્વાગત પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા. આ માટે ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ વડાપ્રધાનને આવકારવા માટે આજે વહેલી સવારથી જ એરપોર્ટથી ડાયમંડ બુર્સ રોડ પર પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતી.

દેશ અને વિદેશમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયું છે. આ કોમ્પ્લેક્સનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું હતું. આ ડાયમંડ બુર્સ કટિંગ, પોલિશર્સ અને વેપારીઓ સહિત 65 હજાર કરતા પણ વધારે હીરા વ્યવસાયિકો માટે સૌથી મોટું કેન્દ્ર બનશે. 67 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવતું આ ઓફિસ કોમ્પ્લેક્સ પેન્ટાગોન કરતાં પણ મોટું છે. આ સિવાય નવ ટાવરમાં પથરાયેલી આ ઈમારત સંપૂર્ણપણે ગ્રીન એટલે કે ઈકો ફ્રેન્ડલી છે. આ કોમ્પ્લેક્સ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ ગણાતું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. આ સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે.

આ ડાયમંડ બુર્સમાં 4500 ઓફિસ આવેલી છે, જે નાની ડાયમંડ કટિંગ અને પોલિશિંગ વર્કશોપ તરીકે પણ કામ કરી શકે છે. આ ઈમારતની વાત કરીએ તો અહીં આવનારા વર્કરો માટે 131 એલિવેટર લિફ્તેટ મજ ડાઇનિંગ, રિટેલ, વેલનેસ અને કોન્ફરન્સ સુવિધા પણ છે. આશરે 35 એકર જેટલી વિશાળ જમીનમાં 15 માળની આ ઓફિસ કોમ્પ્લેક્સ પથરાયેલું છે. સુરત ડાયમંડ બોર્ડની વેબસાઈટ મુજબ, આ ઈમારતમાં મનોરંજન ક્ષેત્ર અને પાર્કિંગ વિસ્તાર પણ છે, જે 20 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ સિવાય તેનો ફ્લોર એરિયા 7.1 મિલિયન સ્ક્વેર ફીટથી વધુ છે. આ કોમ્પ્લેક્સ બનાવવાનો હેતુ ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત, નિકાસ અને વેપારને પ્રોત્સાહન આપવાનો છે. આ ઓફિસ કોમ્પ્લેક્સ બનાવવામાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે.

સુરતું આ ડાયમંડ બુર્સ રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે, જેમાં 10 હજારથી પણ વધુ બાઈક તેમજ 4500 જેટલી કારનું પાર્કિંગ છે. આ ડાયમંડ બુર્સ ઓફિસ કોમ્પ્લેક્સના દરેક ફ્લોર પર ફાયર સેફ્ટી માટે સેન્સર છે. આ સિવાય તેમાં 128 ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ તેમજ ટાવર વચ્ચે ત્રણ વિઘામાં લેન્ડસ્કેપિંગ છે, જે તમામ પંચતત્ત્વ થીમ પર ડિઝાઈન કરાઈ છે. 25 ફૂટ ઉંચાઈએ સ્કાયડેક વિઝન વ્યૂવિંગ ગેલેરી પણ છે, જ્યારે સુરક્ષા માટે એન્ટ્રી ગેટ પર ડિજિટલ ચેકિંગ કરાશે. આ સાથે તેમાં હાઉસિંગ કોલોની પણ છે, જ્યાં રહેવાની ઉત્તમ વ્યવસ્થા છે.

આ પણ વાંચો :-

• રામ ભક્તો માટે ૧ હજારથી વધુ સ્પેશ્યલ ટ્રેનો અયોધ્યા સુધી દોડાવશે

• ભારતીય નૌકાદળે અપહરણ કરાયેલા માલ્ટા જહાજને બચાવ્યું

PM મોદીના ભવ્ય સ્વાગત માટે ૫ હાજરથી વધું કાર્યકર્તાઓ રહેશે હાજર

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં સુરતના પ્રવાસે છે. આજે સુરત ખાતે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. PM મોદીના ભવ્ય સ્વાગતની જવાબદારી ધારાસભ્યોને સોંપવામાં આવી છે. વિવિધ 6 પોઈન્ટ ઉપર વડાપ્રધાન મોદીનું કરવામાં આવનાર છે. PM મોદીના સ્વાગત માટે 5 હજાર જેટલા ભાજપના કાર્યકરો હાજર રહેવાના છે. વધુમાં PM મોદીના આવકાર માટે મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ જોડાવવાના છે.

IMG-20231217-WA0002

PM મોદી આજે સુરત ખાતે એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. PM નરેન્દ્ર મોદી સવારે 10:45 કલાકે, વડાપ્રધાન સુરત એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. સવારે લગભગ 11:15 વાગ્યે, વડાપ્રધાન સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ વારાણસી જવા માટે રવાના થશે.

PM મોદી આજે સવારે 10:45 કલાકે સુરત એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવા માટે સજ્જ છે, અને તેમાં પીક અવર ક્ષમતા વધારીને 3000 પેસેન્જર્સ કરવાની જોગવાઈ છે અને વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતા વધીને 55 લાખ પેસેન્જર્સ સુધી પહોંચી શકે છે.

ટર્મિનલ બિલ્ડીંગ, કારણ કે તે સુરત શહેરનું પ્રવેશદ્વાર છે, તેની સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે કે જેનું સાર આંતરિક અને બાહ્ય બંને રીતે પ્રતિબિંબિત થવું જોઈએ, જે મુલાકાતીઓ માટે સ્થળની ભાવના બનાવે છે.

સુરત ભારતમાં ડાયમંડ સિટિ તરીકે જાણીતું છે. સુરતમાં વિશ્વના 90% હીરા કાપવામાં આવે છે. નવા બનેલા સુરત ડાયમંડ બોર્સમાં 65,000 થી વધુ ડાયમંડ પ્રોફેશનલ્સ એકસાથે કામ કરી શકશે. આ 15 માળની ઇમારત 35 એકર જમીનમાં ફેલાયેલી છે. આ ભવ્ય ઈમારતનું નિર્માણ કરનાર કંપનીના જણાવ્યા અનુસાર, તેમાં 7.1 મિલિયન ચોરસ ફૂટથી વધુ ફ્લોર સ્પેસ છે. બિલ્ડિંગનું બાંધકામ ચાર વર્ષમાં પૂર્ણ થયું હતું.અને તે વેપારીઓને મુંબઈ જવું નહીં પડે.

આ પણ વાંચો :-

રામ ભક્તો માટે ૧ હજારથી વધુ સ્પેશ્યલ ટ્રેનો અયોધ્યા સુધી દોડાવશે

ભારતીય નૌકાદળે અપહરણ કરાયેલા માલ્ટા જહાજને બચાવ્યું

૧૭ ડિસેમ્બર, ૨૦૨૩/ ખર્ચનું પ્રમાણ અતિશય વધશે, પારિવારિક સંઘર્ષના સંકેત, આ રાશિના જાતકોનો રવિવાર જશે કષ્ટદાયક, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

શરીરમાં શ‌ક્તિ અને સ્ફૂ‌‌ર્તિનો અનુભવ થાય. થોડા થાક વર્તાય, આવકમાં વધારો થાય. પ‌રિવારમાં શાં‌તિ, સંતાન તરફથી આનંદ, આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે મતભેદની સંભાવના રહે.

વૃષભઃ

‌દિવસની શરૂઆત આનંદથી થાય. નાણાંનું પ્રમાણ વધતુ જણાય, પરંતુ નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. પ‌રિવારમાં મનમેળ રહે. સભ્યોની પ્રગ‌‌તિથી આનંદ રહે. ગેસ ટ્રબલ, પેટની તકલીફો રહે.
‌

મિથુનઃ

સ્વભાવ ઉગ્ર રહે. આવક માટે સામાન્ય ‌દિવસ. કુટુંબમાં આનંદ, સ્થાવર-જંગમ ‌મિલકત માટે સામાન્ય ‌દિવસ. સંતાન સુખ સારૂ. થાક લાગે. ભાગ્ય સારૂં નોકરી-ધંધામાં પ્રગ‌તિ અનુભવાય.

કર્કઃ

બપોર પછી ઉદાસીનતાનો અનુભવા થાય. ભાઈ-બહેનો સાથે મતભેદ થાય. કરેલા કાર્ય સફળ થત જણાય. માતાની ‌ત‌બિયત નરમ- ગરમ રહે. અગત્યના ‌નિર્ણયો ટાળવા. જીવન સાથી સાથે આનંદ. ભાગ્ય સારૂં રહે.
‌

સિંહઃ

આક્રમક સ્વભાવ રહે. આવકમાં વધારો જણાય. કુટુંબમાં સુખ શાં‌તિ, કરેલા રોકાણોથી લાભ મળે. સંતાનો તરફથી ‌ચિંતા શરીરમાં ગરમી, એસીડીટીનો અનુભવ થાય. નોકરી ધંધામાં પ્રગ‌તિ થતી જણાય.

કન્યાઃ

સરળ સ્વભાવ રહે. પૈસાનું આયોજન યોગ્ય રીતે કરવું શક્ય પબને. કરેલા રોકાણોથી ધારેલું ફળ ન મળે. હૃદયમાં અસંતોષ રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારૂં રહે.

તુલાઃ

આરામ કરવાની ઈચ્છા થાય. નાણાંકીય ફાયદો મળે. કરેલા કાર્યની સફળતા અંગે અસંતોષ જણાય. માતા-‌પિતાનું આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. સ્વાસ્થય સારૂ રહે.

વૃ‌શ્ચિકઃ

આનંદ- ઉત્સાહમાં વધારો થાય. આવક અંગે અસંતોષ રહે. છતાં બપોર પછી આવક વધતી જણાય. પ‌રિવારમાં મનમેળ રહેશે. આરોગ્ય સારૂં રહેશે. દામ્પત્ય સુખ સારૂ મળશે.

ધનઃ ‌

દિવસ દરમ્યાન જુસ્સો અનુભવી શકાય. નાણાંની પ્રગ‌તિ સહજ બને. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં પ્રગ‌તિ, ખર્ચનું પ્રમાણ ઓછું રહેશે.

મકરઃ

ખેડૂતોને લાભ, ખોળ-કપાસીયાથી પાયદો , બાગ બગીચાની શોભ વધે. ધન પ્રા‌પ્તિ થાય. સત્તા, માન-સન્માનમાં વધારો થાય. સંતાન તરફથી આનંદ. હાડકામાં દુઃખાવો રહે. એકંદરે આરોગ્ય જળવાય.

કુંભઃ

આનંદ-ઉત્સહાથી ‌દિવસની શરૂઆત થાય. પ‌રિવારમાં ગુસ્સાવાળું વાતાવરણ રહે. જમીન, ‌મિલકત રોકાણથી લાભ. નકરી-ધંધામાં સારા સમાચાર મળે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

મીનઃ

ધા‌ર્મિક ભાવના તથા બીજાને મદદ કરવાની ઈચ્છા પ્રબળ થાય. ભાઈ-બહેનો સાથે ઉગ્રતા વર્તાય. પ‌રિવારમાં આનંદ નોકરી-ધંધામાં પ્રગ‌તિ સંતાનો તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે.