પીએમ મોદીએ સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યુ, આ છે વિશ્વની સૌથી મોટી ઓફિસ

Share this story

વડાપ્રધાન મોદી સુરતમાં બે સૌથી મોટા કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જેના માટે સુરતમાં વિવિધ સ્થાનો પર તૈયારીઓ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે 6થી વધુ સ્વાગત પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા. આ માટે ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ વડાપ્રધાનને આવકારવા માટે આજે વહેલી સવારથી જ એરપોર્ટથી ડાયમંડ બુર્સ રોડ પર પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતી.

દેશ અને વિદેશમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયું છે. આ કોમ્પ્લેક્સનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું હતું. આ ડાયમંડ બુર્સ કટિંગ, પોલિશર્સ અને વેપારીઓ સહિત 65 હજાર કરતા પણ વધારે હીરા વ્યવસાયિકો માટે સૌથી મોટું કેન્દ્ર બનશે. 67 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવતું આ ઓફિસ કોમ્પ્લેક્સ પેન્ટાગોન કરતાં પણ મોટું છે. આ સિવાય નવ ટાવરમાં પથરાયેલી આ ઈમારત સંપૂર્ણપણે ગ્રીન એટલે કે ઈકો ફ્રેન્ડલી છે. આ કોમ્પ્લેક્સ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ ગણાતું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. આ સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે.

આ ડાયમંડ બુર્સમાં 4500 ઓફિસ આવેલી છે, જે નાની ડાયમંડ કટિંગ અને પોલિશિંગ વર્કશોપ તરીકે પણ કામ કરી શકે છે. આ ઈમારતની વાત કરીએ તો અહીં આવનારા વર્કરો માટે 131 એલિવેટર લિફ્તેટ મજ ડાઇનિંગ, રિટેલ, વેલનેસ અને કોન્ફરન્સ સુવિધા પણ છે. આશરે 35 એકર જેટલી વિશાળ જમીનમાં 15 માળની આ ઓફિસ કોમ્પ્લેક્સ પથરાયેલું છે. સુરત ડાયમંડ બોર્ડની વેબસાઈટ મુજબ, આ ઈમારતમાં મનોરંજન ક્ષેત્ર અને પાર્કિંગ વિસ્તાર પણ છે, જે 20 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ સિવાય તેનો ફ્લોર એરિયા 7.1 મિલિયન સ્ક્વેર ફીટથી વધુ છે. આ કોમ્પ્લેક્સ બનાવવાનો હેતુ ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત, નિકાસ અને વેપારને પ્રોત્સાહન આપવાનો છે. આ ઓફિસ કોમ્પ્લેક્સ બનાવવામાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે.

સુરતું આ ડાયમંડ બુર્સ રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે, જેમાં 10 હજારથી પણ વધુ બાઈક તેમજ 4500 જેટલી કારનું પાર્કિંગ છે. આ ડાયમંડ બુર્સ ઓફિસ કોમ્પ્લેક્સના દરેક ફ્લોર પર ફાયર સેફ્ટી માટે સેન્સર છે. આ સિવાય તેમાં 128 ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ તેમજ ટાવર વચ્ચે ત્રણ વિઘામાં લેન્ડસ્કેપિંગ છે, જે તમામ પંચતત્ત્વ થીમ પર ડિઝાઈન કરાઈ છે. 25 ફૂટ ઉંચાઈએ સ્કાયડેક વિઝન વ્યૂવિંગ ગેલેરી પણ છે, જ્યારે સુરક્ષા માટે એન્ટ્રી ગેટ પર ડિજિટલ ચેકિંગ કરાશે. આ સાથે તેમાં હાઉસિંગ કોલોની પણ છે, જ્યાં રહેવાની ઉત્તમ વ્યવસ્થા છે.

આ પણ વાંચો :-

રામ ભક્તો માટે ૧ હજારથી વધુ સ્પેશ્યલ ટ્રેનો અયોધ્યા સુધી દોડાવશે

ભારતીય નૌકાદળે અપહરણ કરાયેલા માલ્ટા જહાજને બચાવ્યું