મહારાષ્ટ્રના કલ્યાણ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો, આઠ લોકોના મોત

Share this story

મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત નગર કલ્યાણ હાઈવે પર રાત્રે સર્જાયો હતો. જેમાં ૨ બાળકો સહિત ૮ લોકોના મોત થયા છે. એક પીકઅપ વાન ઓતૂર જિલ્લા નજીક આવેલા કલ્યાણ તરફ જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી ટ્રકે તેને ટક્કર મારી હતી. જેના કારણે પીકઅપ વાન પલટી મારી ગઈ હતી અને ૮ લોકોના મોત થયા હતા.

પીકઅપ વાહન અહમદનગરથી કલ્યાણ તરફ જઈ રહ્યું હતું. ત્યારબાદ પિંપલગાંવ જોગામાં પેટ્રોલ પંપ પાસે તેની ઓટો રિક્ષા સાથે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ઓટો રિક્ષા અને પીકઅપ વાહનના ડ્રાઈવર સહિત ૮ લોકોના મોત થયા હતા.  અકસ્માત પુણેથી ૧૫૦ કિલોમીટર દૂર સ્થિત કલ્યાણ-અહમદનગર રોડ પર થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત ગઈકાલે રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ થયો હતો.

જ્યારે આ અકસ્માત થયો ત્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ પછી સીએમ એકનાથ શિંદેએ તેમના કાફલાને રોક્યો અને ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓ પાસેથી અકસ્માતની માહિતી મેળવી. આ પછી મુખ્યમંત્રીએ તેમના કાફલાની એમ્બ્યુલન્સમાં તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા હતા.