આજે વારાણસીમાં વિશ્વના સૌથી મોટી ‘સ્વરવેદ મહામંદિર’ની PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

Share this story

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વારાણસીમાં વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ મંદિરને કમળના ફૂલની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેની દીવાલો પર વેદના ૪૦૦૦ દોહા લખેલા છે. આ વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર છે, જેની કોતરણી ખૂબ જ સુંદર માનવામાં આવે છે.

સ્વરવેદ મહામંદિરનું નિર્માણ કાર્ય વર્ષ ૨૦૦૪માં શરૂ થયું હતું. સાત માળનું સ્વરવેદ મહામંદિર ૬૮,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને તે હસ્તકલા અને અત્યાધુનિક ટેકનોલોજીની અદ્ભુત સંવાદિતાનું પ્રતીક છે. તે સ્વરવેદને સમર્પિત એક આધ્યાત્મિક મંદિર છે, આધ્યાત્મિક લખાણ જેમાં સાત માળનો સમાવેશ થાય છે જે મૂળ રૂપે ૭ ચક્રોને સમર્પિત છે. સ્વરવેદ મહામંદિરને કમળના ફૂલનો આકાર આપવામાં આવ્યો છે.

સ્વરવેદ મંદિરનું નામ સ્વાહ અને વેદથી બનેલું છે. સ્વાહનો એક અર્થ આત્મા છે, વેદનો અર્થ છે જ્ઞાન. જે માધ્યમ દ્વારા આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જેના દ્વારા સ્વયંનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેને સ્વરવેદ કહે છે. આ મંદિરની દીવાલો પર વેદ સંબંધિત ૪૦૦૦ દોહા પણ લખેલા છે. ઉપરાંત, મંદિરની બહારની દિવાલો પર ઉપનિષદ, મહાભારત, રામાયણ, ગીતા વગેરે સંબંધિત ચિત્રો બનાવવામાં આવ્યા છે જેથી લોકો થોડી પ્રેરણા લઈ શકે.

વંંુપરુપ

પ્રધાનમંત્રીએ કાશીમાં ગઈકાલે મહાદેવનાં ચરણોમાં ભવ્ય ‘વિશ્વનાથ ધામ’ સમર્પિત કરવામાં આવ્યું એ યાદ કરાવ્યું હતું. તેમણે કહ્યું, “કાશીની ઊર્જા ન માત્ર અખંડ છે પણ એ નવાં પરિમાણો પણ લેતી રહે છે.” ગીતા જયંતીના પવિત્ર અવસરે તેમણે ભગવાન કૃષ્ણનાં ચરણોમાં નમન પણ કર્યાં હતાં. “આ દિવસે, જ્યારે કુરુક્ષેત્રનાં યુદ્ધનાં મેદાનમાં સેનાઓ આમને સામને હતી, માનવતાને યોગ, આધ્યાત્મ અને પરમાર્થનું પરમ જ્ઞાન મળ્યું હતું. આ અવસરે હું ભગવાન કૃષ્ણનાં ચરણોમાં નમન કરતા, આપ સૌને અને દેશવાસીઓને ગીતા જયંતીના અવસરે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું,” એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે વિકાસ ભારત સંકલ્પ યાત્રા અને તમિલ સંગમમમાં ભાગ લીધો હતો. આ દરમ્યાન તેમણે કાશી કન્યાકુમારી ટ્રેનનો શુભારંભ કર્યો હતો. પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ વારાણસીના ચૌબેપુર વિસ્તારના ઉમરાહમાં બનેલા સ્વર્વેદ  મહામંદિર ધામનું ઉદ્ઘાટન કર્યું. વિહંગમ યોગ સંસ્થાના સ્થાપક સંત સદાફલ મહારાજના વિશ્વના ઘણા દેશોમાં સેંકડો આશ્રમો છે. તેમાંથી વારાણસીનું આ સ્વર્વેદ મહામંદિર સૌથી મોટું છે. ૧૦૦૦ કરોડના ખર્ચે લગભગ ૨૦ વર્ષોથી બનેલું આ સાત માળનું મંદિર વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર હોવાનું કહેવાય છે. અહીં ૨૦ હજાર લોકો એક સાથે યોગ અને ધ્યાન કરી શકે છે.

આ પણ વાંચો :-