ઉત્તરાયણ પહેલા જ સુરતમાં યુવકનું પતંગના ઘાતક દોરાતી ગળું ચીરાયુ

Share this story

ઉત્તરાયરમાં હજુ એક મહિનો બાકી છે અને પતંગ રસિકોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે સુરતથી એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના સાતવલ્લા બ્રિજ પર પતંગની દોરીએ મોપેડ સવાર યુવકનું ગળું કાપી નાખ્યું હતું. યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ યુવકને નજીકના દવાખાને પ્રાથમિક સારવાર અપાઈ હતી, ત્યારબાદ તેને ઘરે મોકલી દેવાયો હતો. જોકે, ગળાના ભાગ પર ગંભીર રીતે પતંગની દોરી વાગી હતી અને તેની હાલત બગડતા તેને આજે ફરી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પીડિત મોહન ભીમરાવ સાતપુતે કહ્યું કે, તેઓ નવાગામના દીપાલી પાર્કમાં રહે છે અને ઉધનામાં આવેલા બાઇકના શો રૂમમાં મિકેનિક તરીકે કામ કરે છે. તેમણે કહ્યું કે, તે નવસારીથી નવાગામ જતો હતો. નજર સામે સાતવલ્લા બ્રિજ પર પતંગની દોરી દેખાતા જ બ્રેક મારી દેતા જીવ બચી ગયો હતો.

મોહન ભીમરાવ સાતપુતે (ઉં.વ. ૨૦) એ કહ્યું કે, તેઓ નવાગામના દીપાલી પાર્કમાં રહે છે અને ઉધનામાં આવેલા બાઇકના શો રૂમમાં મિકેનિક તરીકે કામ કરે છે. ઘટના સચિન સાતવલ્લા બ્રિજ ઉપર રવિવારની મોડી સાંજે બની હતી. અચાનક આંખ સામે ચાલુ મોપેડે પંતગનો દોરો આવી જતા તાત્કાલિક બ્રેક મારી મોપેડ ધીમી કરી દીધી હતી છતાં ગળું ચીરાઈ ગયું હતું. ગણતરીની સેકન્ડમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. રાહદારીઓ તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા બાદ મારા ફેમિલી ડોક્ટર પાસે સારવાર લીધી હતી. જોકે ટાંકા લેવાની વાત આવતા ડર લાગતો હોવાથી ગળા પર ડ્રેસિંગ કરાવી ઘરે જતો રહ્યો હતો. આજે હિંમત આવતા સિવિલ આવ્યો હતો. જ્યાં ગળા પર ટાંકા લેવા પડશે એમ ડોક્ટરોએ જણાવ્યું હતું. પરિવારમાં મોટોભાઈ અને માતા-પિતા છે.

મેડિકલ ઓફિસર ડો. પ્રિંયંકા કંથારીયાએ કહ્યું કે, ઘટના રવિવારના રોજ સાંજે લગભગ ૪:૩૦ વાગ્યાના અરસા બની હતી. દર્દીને ગળા પર ૫ સે.મી. લાંબો અને ઉંડાણમાં ઓછો ઘા છે. લગભગ ટાંકા લેવા પડશે. ENT વિભાગના ડોક્ટરોને બોલાવ્યા છે. હા ઘા નોર્મલ છે એટલે જીવને કોઈ જોખમ ન હોવાનું કહી શકાય છે.

આ પણ વાંચો :-