લીબીયામાં જહાજ ડૂબવાથી બાળકો સહિત ૬૧ પ્રવાસીઓના મૃત્યુ

Share this story

લિબિયાના દરિયા કિનારે મોટી દુર્ઘટના બની છે. અહીં સમુદ્ર તટ પર જહાજ તૂટી પડતાં મહિલાઓ અને બાળકો સહિત ૬૧ પ્રવાસીઓ ડૂબી ગયા હતા. બચી ગયેલા લોકોના જણાવ્યા મુજબ, લગભગ ૮૬ લોકો સાથેની બોટ લિબિયાના ઝવારા શહેરના દરિયા કિનારાથી નીકળી હતી. લીબીયામાં એક દુ:ખદ જહાજ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૬૧ પ્રવાસી ડૂબી ગયા હતા.

IOMએ બચી ગયેલા લોકોને ટાંકીને કહ્યું કે, લગભગ ૮૬ લોકોને લઈને જતી બોટ લિબિયાના ઝવારા શહેરથી રવાના થઈ હતી.  લિબિયા કે જ્યાં ૨૦૧૧માં નાટો સમર્થિત વિદ્રોહ પછી સ્થિરતા અથવા સુરક્ષા ખૂબ જ ઓછી છે, તે(લિબિયા) લોકો માટે દરિયાઈ માર્ગે યુરોપ પહોંચવા ઈચ્છતા લોકો માટે એક મુખ્ય લોન્ચિંગ પોઈન્ટ છે. અહેવાલમાં જણાવાયું છે કે, માનવ તસ્કરીનું નેટવર્ક મુખ્યત્વે લશ્કરી જૂથો દ્વારા ચલાવવામાં આવે છે જે દરિયાકાંઠાના વિસ્તારોને નિયંત્રિત કરે છે.

આ જહાજ લિબિયાથી રવાના થઈ હતી અને શિપિંગ મંત્રાલયના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, બોટ પરના મોટાભાગના લોકો ઈજિપ્ત, સીરિયા અને પાકિસ્તાનના હતા. આ પહેલા ફેબ્રુઆરીમાં તોફાન દરમિયાન ઈટાલીના કેલેબ્રિયન કિનારે એક લાકડાની બોટ ખડકો સાથે અથડાઈ હતી, જેમાં ૯૬ લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો :-