Home Blog Page 862

લદ્દાખ-જમ્મૂમાં વહેલી સવારે ભયંકર આંચકા, ૪.૫ની તીવ્રતા નોંધાઇ

0

લદ્દાખમાં આજે મંગળવારે વહેલી સવારે લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે સવારે ૪.૩૩ વાગ્યે લેહ અને લદ્દાખમાં રિક્ટર સ્કેલ પર ૪.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ ભૂકંપનું કેન્દ્ર ૫ કિમીની ઊંડાઈએ હતું. ૩૪.૭૩ અક્ષાંશ અને ૭૭.૦૭ રેખાંશ પર આ ભૂકંપ આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના નજીકના કિશ્તવાડ જિલ્લામાં રિક્ટર સ્કેલ પર ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર કિશ્તવાડમાં ભૂકંપ સવારે ૧.૧૦ વાગ્યે ૫ કિમીની ઊંડાઈએ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વારંવાર ભૂકંપ આવે છે. એક અઠવાડિયા પહેલા પણ લદ્દાખમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૫ માપવામાં આવી હતી અને ત્યારબાદ ઓછી તીવ્રતાના બે આંચકા અનુભવાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં પણ હળવો ભૂકંપ આવ્યો હતો.

લદ્દાખના ઝંસ્કર ક્ષેત્રમાં ૮૦૦ વર્ષ જૂના મઠમાં તાજેતરના ભૂકંપ પછી તિરાડો પડી હતી, જેના પગલે તેને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. તહસીલદાર સોનમ દોરજેની આગેવાની હેઠળની સરકારી ટીમે ભૂકંપગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, જેમાં કારશા મઠના ૮૦૦ વર્ષ જૂના મુખ્ય લહખાંગ (રક્ષક ચેમ્બર)નો સમાવેશ થાય છે, ભૂકંપના કારણે મઠમાં તિરાડો પડી હતી અને ટીમે ‘પ્રાર્થના અને મેળાવડા’ માટે સ્થળને અસુરક્ષિત જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

૨૬ ડિસેમ્બર, ૨૦૨૩/ સિંહ રાશિના જાતકો માટે કોઈ કાર્યમાં જોખમ લેવાથી પણ તમારા માટે લાભદાયક સ્થિતિ સર્જાશે, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આર્થિક દૃષ્ટિએ સામાન્ય દિવસ. આવક જાવકનું પાસુ સરભર થઇ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતાં સાવધાની જરૂરી. આદ્યાત્મિક પ્રવૃત્તિમાં સમય પસાર થાય.

વૃષભઃ

દિવસ દરમ્યાન ગુસ્સા ઉપર કાબુ રાખવાની સલાહ છે. નાણાંકીય બાબતો માટે સાનુકુળતા બનતી જણાશે. થોડી સ્વાર્થવૃત્તિ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે. ધંધામાં પ્રગતિના યોગ છે.

‌મિથુનઃ

વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા ફટકાથી સાવધ રહેવું. વિજળીના સામાન, ટેલીફોન, ટી.વી. તેમજ કોન્ટ્રાક્ટર ના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ

શારિરીક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી. વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવકમાં વધારો શક્ય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

‌સિંહઃ

રાજકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા, હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ સંતાન તરફથી અસંતોષ. આરોગ્યની કાળજી જરૂરી. શરદી-કફ રહે. જળાશયોથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળે.

કન્યાઃ

કવિતા, સાહિત્યમાં રસ વધે. વાણી દ્વારા નવા સંબંધો વિકસે. સ્ત્રીવર્ગથી લાભ મળે. માતા-પિતાની તબિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માથાના દુઃખાવાની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ

વારેવારે ખોટું લગાડવાની આદત છોડવી. લાગણી શીલતા વધે. આર્થિક પાસુ બળવાન બનતુ જણાય. પરિવારમાં આનંદનું પ્રમાણ વધે. ધાર્મિક આયોજન શક્ય બને. માતા-પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃ‌શ્ચિકઃ

જાણીતી વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાંકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પરિવારમાં આનંદ, નસીબનો સાથ છુટતો જણાય.

ધનઃ

ઉતાવળીયા, ઉત્સાહી, વિષયી, આનંદી, હાજર જવાબી, હોંશિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ધનસ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતાથી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવું જરૂરી.

મકરઃ

દિવસ દરમ્યાન તામસિકતા તથા આદ્યાત્મિકતાનું મિશ્ર ફળ અનુભવાશે. પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબુ રાખવો. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાશે. પડવા- વાગવાથી સાચવવું.

કુંભઃ

પોતાનુ બોલેલું જ સાચુ એવી ભાવના પ્રબળ બને. પરિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પરિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક વિચારો દૂર રાખવા. શરદી-કફ ન થાય એવા પ્રયત્નો કરવા.

મીનઃ

મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારે બને. સ્થાવર-જંગમ મિલકતના રોકાણોથી લાભ. દેવું કરવાથી દૂર રહેવું.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલની આગાહી

0

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કહ્યું કે ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે. વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે અને ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. ૨૯ ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ સંભવાના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સંભવના છે

ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે. જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.

હવામાન અગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. વધુમાં કહ્યું કે, જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. ૨૯ ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરાઈ છે.

આ પણ વાંચો :-

કોરોનાનું સતત વધતું સંક્રમણ! દેશમાં નવા વેરિયન્ટ JN.૧ના ૬૩ નવા કેસ નોંધાયા

0

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.૧ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૪ ડિસેમ્બર સુધીમાં દેશમાં JN.૧ કોવિડ વેરિયન્ટના ૬૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાં સૌથી વધુ કેસ પ્રખ્યાત પર્યટન સ્થળ ગોવામાં નોંધાયા છે. ગોવામાં આ વેરિયન્ટના ૩૪ દર્દીઓ મળી આવ્યા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૯, કર્ણાટકમાં ૮, કેરળમાં ૬, તમિલનાડુમાં ૪ અને તેલંગાણામાં ૨ કેસ નોંધાયા છે.

કોરોનાનો આ નવો સબ-વેરિયન્ટ JN.૧ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના નવા કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪ હજારને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રવિવારે કોરોનાના ૬૫૬ નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૪૦૫૪ થઈ ગઈ છે.

ઉપરાંત આ બેઠકમાં તમામ રાજ્યોને દર ૩ મહિનામાં એકવાર તમામ હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે કેન્દ્ર તરફથી રાજ્યોને સંપૂર્ણ મદદની પણ ખાતરી આપી હતી. આ બેઠકમાં આસામ, અરુણાચલ, દિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, ગોવા, પુડુચેરી, તેલંગાણા, કર્ણાટક, મણિપુર, કેરળ સહિત અન્ય રાજ્યોના આરોગ્યમંત્રીએ ભાગ લીધો હતો. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે સમગ્ર સરકાર વિઝન સાથે એકબીજા સાથે કામ કરે. આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલની સજ્જતા, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન હેઠળ ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આંકડા અનુસાર, ૫૮ દેશોમાં કોવિડ-૧૯ના કુલ ૨૨ હજાર ૨૦૫ પોઝિટિવ કેસમાંથી ૪૫ ટકા (૯૯૩૦) સેમ્પલ BA.૨.૮૬ અથવા તેના JN.૧ના પોઝિટિવ મળ્યા છે.

સુરતમાં દોડતા બેફામ ડમ્પરે સર્જ્યો અકસ્માત, રાહદારી અંબાલાલ પટેલનું મોત

0

સુરતમાં છાસવારે અકસ્માતો થતાં રહે છે. રસ્તા પર માતેલા સાંઢની જેમ દોડતાં ડમ્પરો દ્વારા નિર્દોષ રાહદારીઓને કાળનો કોળિયો બનાવવામાં આવી રહ્યા હોવાનું અટકવાનું નામ ન લેતું હોય તે રીતે ડિંડોલી વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરે એક રિક્ષા સહિત રાહદારીને અડફેટે લીધો હતો. જેમાં રાહદારીનું મોત નીપજ્યું હતું.

સમગ્ર અકસ્માતમાં પટેલ અંબાલાલ નામના આધેડનું કરુણ મોત નીપજ્યું હતું. રિક્ષા ચાલકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જ્યાં રિક્ષા ચાલકની હાલત અતિગંભીર ગણાવવામાં આવી રહી છે. ઘટના બાદ ડમ્પર મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

સુરતમાં પણ ડીંડોલી વિસ્તારમાં બેફામ ડમ્પરે ૭૨ વર્ષના વૃદ્ધને કચડી નાખતા તેમનું કમાકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ડીંડોલી વિસ્તારમાં ઉમિયા બંગલોની પાછળ ડી માર્ટ રોડ પર બેફામ રીતે દોડતા ડમ્પરે ટુ-વ્હીલર ચાલક વૃદ્ધ અને રીક્ષાને અડફેટે લીધા હતા. જેમાં ૭૨ વર્ષના અંબાલાલ પટેલનું સ્થળ પર જ મોત થઈ ગયું. તો રીક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા તેને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો અકસ્માત સર્જીને ચાલક ડમ્પર રોડ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડે કોરોના વાયરસથી સંક્રમિત

0

કોરોનાનો નવો વેરિઅન્ટ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે, જેના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે. સરકારે પણ લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે. આ વચ્ચે મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ અંગે જાણકારી આપી છે.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી એક વખત માથુ ઉંચક્યુ છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડે કોરોના સંક્રમિત થયા છે. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે આ બાબતની માહિતી આપી છે અને તેમણે લોકોને અપીલ કરી છે તેનાથી ગભરાવું નહીં.

અજિત પવારે જણાવ્યું કે, મારા કેબિનેટ સહયોગીઓમાંથી એક ધનંજય મુંડે કોવિડ-૧૯થી સંક્રમિત થઈ ગયા છે. તેના માટે વહીવટી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. જોકે, ધનંજય મુંડેના કાર્યાલયે પણ તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી છે. હજું સુધી વેરિએન્ટ વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી.

એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્યની વિધાનસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે (૨૦ ડિસેમ્બર) તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમણે કહ્યું કે, ‘મંત્રી ૨૧ ડિસેમ્બરે તેમના ઘરે ગયા, આઈસોલેશનમાં રહ્યા અને ડોક્ટરોની સલાહ મુજબ દવાઓ પણ લીધી. હવે કોઈ લક્ષણો નથી. હવે તેઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

ફૂડ ડિલીવરી બોય અને કેબ-ઓટો ડ્રાઈવરને ૧૦ લાખનો સ્વાસ્થ્ય વીમો, તેલંગાણાના નવા મુખ્યમંત્રી જાહેરાત

0

તેલંગાણામાં કોંગ્રેસની સરકારના નવા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાજ્યમાં કામ કરતાં ફૂડ ડિલિવરી બોય, કેબ અને ઓટો રિક્ષાચાલકોને એક ખાસ ભેટ આપી છે. સીએમ રેડ્ડીએ રાજીવ આરોગ્યશ્રી યોજના હેઠળ આ તમામ કામદારોને રૂ. ૧૦ લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી રેડ્ડીએ નામપલ્લી એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે ફૂડ ડિલિવરી બોય, શ્રમિકો, કેબ અને ઓટો રિક્ષા ચાલકો સાથેની બેઠક દરમિયાન આ જાહેરાત કરી હતી. આ મુલાકાતમાં સીએમ રેડ્ડીએ બધાની સાથે તેમના રોજિંદા કામમાં આવતી સમસ્યાઓ અને પડકારો વિશે ચર્ચા કરી હતી. દરેકની સમસ્યાઓ સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે.

રેવંત રેડ્ડીએ રાજ્યમાં કાર્યરત શ્રમિકો માટે પણ ૫ લાખ રૂપિયાની આકસ્મિક નીતિ શરૂ કરવાની જાહેરાત કરી હતી. સીએમ રેડ્ડીએ OLAની જેમ જ એક એપ લોન્ચ કરવાનું વચન આપ્યું છે, જે ટી-હબ દ્વારા વિકસાવવામાં આવી રહી છે.

તમામ કંપનીઓને સૂચના આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે નફા પર નજર રાખવા ઉપરાંત કંપનીઓએ શ્રમિકો અને કર્મચારીઓ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. સીએમએ એમ પણ કહ્યું હતું કે જે કોઈ કંપની લેવડ-દેવડની નીતિઓનું પાલન કરવામાં નિષ્ફળ જશે અને ગોટાળા કરતી પકડાશે તેની સામે સરકાર કડક પગલાં ભરવામાં જરાય વિચારશે નહીં ભલે પછી તે ગમે તેટલી મોટી કંપની કેમ ન હોય.

આ પણ વાંચો :-

ક્રિસમસના દિવસે ઈઝરાઇલે ગાઝા પર એર સ્ટ્રાઈક, ૭૦ લોકોના મોત

0

આજે સમગ્ર વિશ્વ ક્રિસમસનો તહેવાર ઉજવી રહ્યું છે ત્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આજે પણ યુદ્ધ ચાલુ જ છે. ઈઝરાયેલે ક્રિસમસના દિવસે ગાઝા પર મોટી એર સ્ટ્રાઈક કરી છે. ઈઝરાઇલે ક્રિસમસની પૂર્વ સંધ્યાથી લઈને આજે સવાર સુધી ગાઝા પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં લગભગ ૭૦ લોકોના મોત થઈ ગયા છે. ગાઝામાં થયેલા ૭૦ મોત બાદ સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. લોકો પોતાના સ્વજનોના મૃતદેહ લઈને ભાગતા નજર આવી રહ્યા છે. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ ઈઝરાઇલના આ હુમલાને ‘નરસંહાર’ ગણાવ્યો છે. આ હુમલો અલ-મગાજી શરણાર્થી શિબિર પર કરવામાં આવ્યો છે.

હમાસ સંચાલિત ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતુ કે ઇઝરાઇલના ક્રિસમસની મધ રાત્રીથી કરવામાં આવેલા હવાઈ હુમલામાં લગભગ ૭૦ લોકો માર્યા ગયા છે. તેમજ આ હુમલાઓ એક શરણાર્થી શિબિરને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. જેના કારણે અનેક મકાનો ધ્વસ્ત થયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ઇઝરાઇલના અત્યાર સુધીના હુમલાઓનો મૃત્યુઆંક ૨૦ હજારને વટાવી ગયો છે. જેમાંથી બે તૃતીયાંશ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાઇલ પર પ્રથમ હુમલો કર્યો હતો. ત્યારે ૧૨૦૦થી વધુ લોકોના મૃત્યો થયા હતાં. તેમજ ૨૪૦ લોકોને બંધક બનાવીને ગાઝા લાવવામાં આવ્યા હતા. બાદમાં ૧૪૦ ઈઝરાઇલ નાગરિકોને યુદ્ધવિરામની શરતે મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ હમણા સુધી ઇઝરાયેલના ૧૦૦થી વધુ નગરીકો હમાસની કેદમાં છે.

આ પણ વાંચો :-

Paytm એ ૧૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યાં! જાણો કેમ ?

0
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ઘાતક અસરો હવે ધીરે ધીરે સામે આવવા લાગી છે. એક સમયે તે સેંકડો લોકોની નોકરીઓ ખાઈ જશે તેવી આગાહી કરવામાં આવી હતી અને હવે તે સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે. મળતા સમાચારો પ્રમાણે Paytm એ ફરી એકવાર કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ તેના કુલ કર્મચારીઓના ૧૦ ટકા કર્મચારીઓને છૂટા કર્યા છે. Paytmની પેરેન્ટ કંપની વન ૯૭ કોમ્યુનિકેશન્સએ ૧૦૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરી દીધી છે. કંપનીએ આ પગલું ખર્ચ ઘટાડવા અને નવું બિઝનેસ સેટઅપ કરવા માટે ઉઠાવ્યું છે.
Paytm ભારતની સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપની છે. કોઈપણ ભારતીય સ્ટાર્ટઅપની અત્યાર સુધીની આ સૌથી મોટી છટણી છે. આ વર્ષે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓએ ૨૮ હજારથી વધુ લોકોને નોકરીમાંથી છુટ્ટા કર્યા છે. અગાઉ ૨૦૨૨ અને ૨૦૨૧માં પણ લગભગ ૫ હજાર કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યા હતા. જ્યારે સ્ટાર્ટઅપ કંપનીઓ Zestmoney અને Byju બંધ થવાના આરે છે.
આ સિવાય AI ટેક્નોલોજીને પણ તેનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. માહિતી આપતા કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમે કામમાં કાર્યક્ષમતા વધારવા માટે ધીરે ધીરે AI ઓટોમેશનનો અમલ કરી રહ્યા છીએ. જેના કારણે કંપનીના ખર્ચમાં ઘટાડો થશે. કર્મચારીઓના ખર્ચમાં પણ ઘટાડો થશે. તેમણે કહ્યું કે AIએ અમને અપેક્ષા કરતા વધુ પરિણામો આપ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે Paytm પેમેન્ટ્સને કારણે અમે આવતા વર્ષે ૧૫૦૦૦થી વધુ નવા કર્મચારીઓની ભરતી કરીશું.

નાઈજીરિયામાં આત્મઘાતી હુમલામાં ૧૬ ખેડૂતોના મોત

0

ઉત્તર-મધ્ય નાઈજીરિયામાં થયેલા હુમલામાં ૧૬ લોકો મૃત્યુને ભેટ્યા છે. પશુપાલકો અને ખેડૂતો વચ્ચે અવારનવાર ઝઘડા થવી એ સામાન્ય બાબત છે. કેપ્ટન ઓયા જેમ્સે એએફપીને જણાવ્યું કે,આ હુમલો પઠાર રાજ્યના મુશુ ગામમાં શનિવારે મધ્યરાત્રિની આસપાસ થયો હતો. નાઈજીરિયામાં મોટાભાગે ઉત્તરમાં મુસ્લિમો વસે છે જ્યારે દક્ષિણમાં ખ્રિસ્તી વસે છે. જેની વચ્ચેના વિસ્તારમાં ઘણા વર્ષોથી વંશીય અને ધાર્મિક તણાવ સાથે સંઘર્ષ કરી રહ્યો છે.

રાજ્યના ગવર્નર કાલેબ મુતાફવાંગે તાજેતરના હુમલાની નિંદા કરી, તેને અસંસ્કારી અને ક્રૂર ગણાવ્યો. તેમણે કહ્યું કે ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે. તેમના પ્રવક્તા ગ્યાંગ બેરેએ પત્રકારોને જણાવ્યું હતું કે નિર્દોષ નાગરિકો પર થઈ રહેલા હુમલાઓને રોકવા માટે સરકાર દ્વારા સક્રિય પગલાં લેવામાં આવશે. જો કે, આ હુમલાનું કારણ શું હતું અને કોણ જવાબદાર હતું તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. વધુ અથડામણ ન થાય તે માટે સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-