Home Blog Page 853

ભંગાર વેચીને મોદી સરકારે ૧૧૬૩ કરોડની કમાણી કરી, ચંદ્રયાન-૩ મિશનનો ખર્ચો કાઢી નાખ્યો

0

ભારતનું ત્રીજું ચંદ્રયાન મિશન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થતા સફળ થયું હતું. ચંદ્રયાન-3નું લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું અને તે સાથે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવામાં ભારત પ્રથમ દેશ બન્યો હતો. આ સમગ્ર મિશનનો ખર્ચ લગભગ ૬૦૦ કરોડ રૂપિયા થયો હતો. જો કે કેન્દ્ર સરકારે સ્ક્રેપ વેચીને કોરોડની કમાણી કરી લીધી છે.

કેન્દ્ર સરકારની કચેરીઓમાં ૯૬ લાખ જૂની ફાઇલોની આશ્ચર્યજનક સંખ્યાને ભંગારમાં કાઢી નાખવામાં આવી છે. આ ફાઇલો કમ્પ્યુટર પર અપલોડ કરવામાં આવી છે. આનાથી વધુ એક ફાયદો છે. સરકારી કચેરીઓમાં લગભગ ૩૫૫ લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી થઇ છે. આને કારણે ઓફિસોમાં કોરિડોરની સફાઈ, મનોરંજન કેન્દ્રો તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ અને અન્ય હેતુ માટે તેનો ઉપયોગ થઇ શકે છે. અવકાશ રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, રશિયન મૂન મિશનનો ખર્ચ લગભગ ૧૬,૦૦૦ કરોડ રૂપિયા હતો. અમારા ચંદ્રયાન-૩ મિશનની કિંમત અંદાજે ૬૦૦ કરોડ રૂપિયા હતી. ચંદ્ર અને અવકાશ મિશન પર આધારિત હોલીવુડ ફિલ્મોની કિંમત ૬૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.

તાજેતરના સરકારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારની કચેરીઓમાં ઓક્ટોબર ૨૦૨૧થી ૯૬ લાખ ફિઝિકલ ફાઈલોને દૂર કરવામાં આવી છે અને કચેરીઓમાં લગભગ ૩૫૫ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી છે જેને કારણે ખાલી જગ્યાનો ઉપયોગ  મનોરંજન કેન્દ્રો તેમજ અન્ય ઉપયોગી હેતુઓ માટે થઈ રહ્યો છે. જે ફાઈલો દૂર કરવામાં આવી છે તેની તમામ વિગતો પહેલેથી જ કમ્પ્યુટર પર અપલોડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

ગુજરાતવાસીઓ રેડ એલર્ટ! રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.૧ના ૬૬ નવા કેસ નોંધાયા

0

કોરોનાનો ગુજરાતમાં ધીમીગતિએ પગપેસારો થઈ રહ્યો છે. કોવિડનાં નવા વેરિએન્ટ JN.૧ના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું. ગુજરાતમાં હાલ કોરોનાના ૬૬ કેસ એક્ટિવ છે, પણ આ આંકડો અઠવાડિયા પહેલા ફક્ત ૨૩ સુધી સીમિત હતો. જો કે આરોગ્યંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે,કોરોનાના JN.૧ વેરિયન્ટથી ચિંતા કરવાની જરૂર નથી બસ સતર્ક રહેવાની જરૂર છે.

આરોગ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના JN.૧ વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરાઇ રહ્યું છે.હાલ કોરોનાની ઘાતકતા ઘણી ઓછી છે પરંતુ ખાસ કરીને કોમોર્બિડિટી ધરાવતા દર્દીઓએ સતર્કતા રાખવી જરૂર છે કોરોનાનો આ નવો સબ-વેરિયન્ટ JN.૧ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના નવા કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪ હજારને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રવિવારે કોરોનાના ૬૫૬ નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૪૦૫૪ થઈ ગઈ છે.

ઉપરાંત આ બેઠકમાં તમામ રાજ્યોને દર ૩ મહિનામાં એકવાર તમામ હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે કેન્દ્ર તરફથી રાજ્યોને સંપૂર્ણ મદદની પણ ખાતરી આપી હતી. આ બેઠકમાં આસામ, અરુણાચલ, દિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, ગોવા, પુડુચેરી, તેલંગાણા, કર્ણાટક, મણિપુર, કેરળ સહિત અન્ય રાજ્યોના આરોગ્યમંત્રીએ ભાગ લીધો હતો. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે સમગ્ર સરકાર વિઝન સાથે એકબીજા સાથે કામ કરે. આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલની સજ્જતા, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો :-

૨૯ ડિસેમ્બર, ૨૦૨૩/ શુક્રવારના આજના દિવસે વૃશ્ચિક, તુલા અને મીન રાશિના જાતકોના ભાગ્યનો તારો ચમકવાનો છે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષ

ગઇકાલની જેમ આજે પણ દિવસ આનંદથી પસાર થાય આર્થિક પાસુ થોડું નબળુ થતુ જણાય. શેરબજારના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધાના દુઃખાવાની ફરિયાદ રહે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

વૃષભ

કરેલા કાર્યમાં સઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો વિખવાદ રહે. તીર્થયાત્રા-પ્રવાસ શક્ય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય. આદ્યાત્મિક ઉન્ન‍તિ થતી જણાય. શુભ કાર્યોનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

મિથુન

વાણી વિલાસ સાચવીને કરવો. બચત ઘસાતી જણાય. ગળાના રોગોની કાળજી રાખવી. ભાઇ-બહેનોના મનનો તાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લોબીન ઘટે, થાક લાગે. બહેનોને માસિક વધારે આવવાની સમસ્યા ઉદ્દભવે.

કર્ક

ખંતીલા, કરકસરીયાં, ચોક્કસ, વ્યવસ્થિત તથા આત્મવિશ્વાસનો અનુભવ થાય. ઓઇલ, કેરોસીન, નહેરને લગતા જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધાવાળાને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.

‌સિંહ

આત્મવિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમાણ વધે. સફેદ વસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલ ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. નકારાત્મક વિચારોનું પ્રમાણ વધે. સત્તા, હોદ્દો, માન મળે. પિતૃસુખ સારૂ મળે.

કન્યા

કોઇની ઉપર વિશ્વાસ મુક્તા પહેલા વિચાર કરવો. વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જ વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબતથી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતીની કાળજી રાખવી.

તુલા

મન ઉપર ચિંતાનો ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. આર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળુ રહે. અપચનની સમસ્યા રહે. નોકરી ધંધા માટે શુભ.

વૃ‌‌શ્ચિક

મહેનત જેટલું જ ફળ મળતુ જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે.

ધન

નાણાંભીડ વર્તાય. માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારીવાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.

મકર

નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. સંતાનની તબિયતની કાળજી રાખવી. શરદી-તાવથી સાવચેતી રાખવી.

કુંભ

આત્મવિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ચિંતામાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. માતૃસુખ સારૂ મળે. દવાના ધંધાવાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.

મીન

સંતાનની પ્રગતિથી આનંદ થાય. નવું વાંચવાનો જાણવાનો પ્રસંગ બને. ધાર્મિક આયોજનો શક્ય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણા હાથમાં દુઃખાવો રહે.

મધ્યપ્રદેશમાં બસમાં ભીષણ આગ, ૧૩ લોકો જીવતા ભૂંજાયા

0

મધ્યપ્રદેશના ગુનામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. અહીં મુસાફરોથી ભરેલી બસ ડમ્પર સાથે અથડાઈ હતી. આ અકસ્માતને કારણે બસમાં આગ લાગી હતી અને જેમાં ૧૩ લોકોના મોત થયા છે. આ અકસ્માત થયો ત્યારે પેસેન્જર બસ ગુનાથી આહારોન જઈ રહી હતી. બસમાં મુસાફરોની સંખ્યા ૩૦ આસપાસ હતી. દુર્ઘટનાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેટલાક મૃતદેહો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે અને વહીવટીતંત્રે ડીએનએ મેચિંગ દ્વારા તેમની ઓળખ કરવાની ચર્ચા છે.

કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે હાજર છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ મૃતકોને ૪ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ગુનામાં ડમ્પર અને બસ વચ્ચેની ટક્કર બાદ આ અકસ્માત થયો હતો. શરૂઆતમાં ૭ લોકોના મોતના સમાચાર હતા, પરંતુ ધીરે ધીરે મૃતકોની સંખ્યા વધતી ગઈ. ગુના કલેક્ટર તરુણ રાઠીએ અકસ્માતની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ૧૭ ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓ સુરક્ષિત છે.

અકસ્માત બાદ રાહત કાર્ય પણ ખૂબ જ જટિલ હતું. બસને સીધી કરીને પછી મૃતદેહોને બસમાંથી બહાર કાઢી શકાયા. કલેક્ટરની હાજરીમાં ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને મૃતદેહોને પણ લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલોને ભોપાલ રિફર કરવામાં આવ્યા છે. આ બસમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ હતી. તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ ભાજપના એક નેતાની હતી. બસ સિકરવાર ટ્રાવેલ્સના નામે હતી.

અયોધ્યામાં ૮૪ કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ

0

રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા રામનગરી અયોધ્યામાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે અયોધ્યા પરિક્રમાના વિસ્તારમાં દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે. મંત્રી નિતિન અગ્રવાલે જણાવ્યું કે, રામનગરીમાં ૮૪ કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે તેમજ તમામ દુકાનો હટાવવામાં આવશે. નિતિન અગ્રવાલ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મળવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, શ્રી રામ મંદિર ક્ષેત્રને પહેલાથી જ મદીરા મુક્ત કરવામા આવ્યો છે. તેમણે કહ્યું કે, ૮૪ કોસ સુધી દારૂની દુકાનો હટાવવાની વાત કરવામાં આવી છે, જેના માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલા સંકેત આપ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ચૂકી એ એક ધાર્મિક નગરી છે. જેના માટે જનભાવનાઓનો સન્માન કરવો જોઈએ. અહી માસ અને દારૂના સેવન પર પ્રતિબંધ હોવો જોઈએ. તેમણે એમ કહ્યુ હતું કે, ધર્મ નગરી અયોધ્યા શહેરી વિકાસનો મોડલ હોવી જોઈએ. તેમણે વિવિધ વિકાસ કાર્યોની પણ વાત કરી હતી

૮૪ કોસી વિસ્તારમાં ૬૦૦ જેટલી દારૂની દુકાનો છે. અયોધ્યા જિલ્લામાં દારૂની ૩૯૭ દુકાનો છે. ફૈઝાબાદમાં દારૂની ૧૫૩ દુકાનો છે. દારૂબંધીના એલાન બાદ આ તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. તેનો આદેશ અધિકારીઓને જારી કરી દેવામાં આવ્યો છે. હવે 84 કોસી માર્ગ પર આવતી તમામ દારૂની દુકાનો હટાવી દેવામાં આવશે.

આ પણ વાંચો :-

વર્લ્ડ સ્ટ્રેન્થ ચેમ્પિયનશિપમાં સુરતના બે યુવા ખેલાડીઓએ ડંકો વગાડયો

0

હૈદરાબાદ ખાતે ૨૨ ડિસેમ્બર દરમ્યાન યોજાયેલી વર્લ્ડ સ્ટ્રેન્થ ચેમ્પિયનશિપમાં સુરતના બે યુવા ખેલાડીઓએ ગોલ્ડ મેડલ હાસલ કરી ગુજરાત અને સુરતનું ગૌરવ વધાર્યું છે. જેમાં સુરતના શાન શર્માએ દસમા વર્લ્ડ સ્ટ્રેન્થ લીફટિંગ ચેમ્પિયનશિપમાં ૮૫ વેઇટ લીફટિંગમાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચાર વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જ્યારે દિવ્યાંગ મોરે દ્વારા ૬૮ ની સિનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

સુરત શહેર દરેક ક્ષેત્રમાં મોખરે રહ્યું છે. જેમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય કે પછી અન્ય રમત ગમત ક્ષેત્રે સુરતના ખેલાડીઓ પણ હંમેશા અગ્રેસર રહ્યા છે. તેમાં સુરતના બે યુવા ખેલાડીઓ દ્વારા હાલ જ હૈદરાબાદ ખાતે યોજાયેલી દસમી વર્લ્ડ સ્ટ્રેન્થ લીફટિંગ ચેમ્પિયનશિપમાં ઝળહળતું પ્રદર્શન કર્યું છે. મળતી માહિતી અનુસાર સુરતના અડાજન પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા દિવ્યાંગ મોરે અને શાન મિશ્રાએ હૈદરાબાદ ખાતે યોજાયેલી ૧૮ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર વચ્ચેની વર્લ્ડ સ્ટ્રેન્થ લીફટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.

૧૪ દેશોના ૩૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જે પૈકી સુરતના દિવ્યાંગ મોરે અને શાન મિશ્રાનો સમાવેશ થાય છે. હૈદરાબાદ ખાતે યોજાયેલી વર્લ્ડ પાવર લીફટિંગ ચેમ્પિયનશિપમાં દિવ્યાંગ મોરેએ ૬૮ વેઇટ લીફટિંગ સિનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.જ્યારે શાન મિશ્રાએ પણ ૮૫+ વેઇટ લીફટિંગમાં બે ગોલ્ડ મેડલ હાંસલ કરી ચાર વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.જ્યાં બંને ખેલાડીઓ દ્વારા આગામી સમયમાં આવી રહેલી ઇન્ટરનેશનલ વર્લ્ડ લીફટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ વધુ સિદ્ધિ હાંસલ કરવાનો સંકલ્પ નીર્ધાર કર્યો છે.બંને ખેલાડીઓએ ગોલ્ડ મેડલ હાંસલ કરી ગુજરાત અને સુરતનું ગૌરવ પણ વધાર્યું છે.

આ પણ વાંચો :-

DMDKના કેપ્ટન વિજયકાંતનું નિધન, કોરોના પોઝિટિવ બાદ વેન્ટિલેટર પર હતા

0

અભિનેતા-રાજકારણી અને DMDK પ્રમુખ કેપ્ટન વિજયકાંતનું નિધન થયું છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. મંગળવારે, ડીએમડીકેએ કહ્યું હતું કે, તેમને રેગ્યુલર મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાર્ટીએ કહ્યું હતું કે, વિજયકાંત તંદુરસ્ત છે અને ચેકઅપ બાદ ઘરે પરત ફરશે. જોકે, બાદમાં પાર્ટીએ કહ્યું હતું કે તેમનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

દક્ષિણના સુપરસ્ટાર અને દેસિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (DMDK)ના નેતા વિજયકાંત ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ગઈકાલે તેમની પાર્ટીએ કહ્યું કે તેમને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તે સ્વસ્થ છે. આજે તેમનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી તેમને ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

પાર્ટીએ કહ્યું હતું કે વિજયકાંત તંદુરસ્ત છે અને તમામ ટેસ્ટના રિપોર્ટ આવ્યા પછી ઘરે પરત ફરશે. જો કે, આજે પાર્ટીએ કહ્યું કે તેમનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે કેપ્ટન વિજયકાંતને ન્યુમોનિયાની તકલીફ થઈ હતી તે કારણે તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની સ્થિતિ વધુ લથડતા તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ૨૮ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ સવારે તેમનું નિધન થયું હતું.

૨૬ ડિસેમ્બર ૨૦૨૩/ તબિયત બાબતે સાચવવું, ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદાકારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ

માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાનાભાઇ બહેન સાથે પ્રેમભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

મિથુનઃ

આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદાકારક સાબિત થાય. ટેલીફોન, મોબાઇલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ

માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારૂં રહેશે.

સિંહઃ

સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ

વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મ‍ળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ

ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે, સફળતા મળતી જણાય. પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઇસક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચિકઃ

મોજશોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થેની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમ્યાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જ‍ળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

મકરઃ

માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ઘટે.ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઇ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીમિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ

આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય.પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય.આરોગ્ય સારૂં રહેશે.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની તબાહીથી ૫૦ વાહનો અથડાયા, ૮ લોકોના મોત

0

દેશના અનેક રાજ્યોમાં ધુમ્મસ તબાહી મચાવી રહ્યું છે. સોમવારે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ધુમ્મસના કારણે હાઈવે પર અનેક વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. યુપીના ગ્રેટર નોઈડા, કન્નૌજમાં, જ્યાં ધુમ્મસના કારણે હાઇવે પર અનેક વાહનો અથડાયા હતા, જ્યારે હરિયાણાના મેવાતમાં, એક સ્કૂલ બસ એક ટ્રક સાથે અથડાતા સ્કૂલના અનેક બાળકો અને લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન, ગ્રેટર નોઈડામાં વેસ્ટર્ન પેરિફેરલ હાઈવે પર પણ એક અકસ્માત સર્જાયો હતો.

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે કહેર જોવા મળી રહ્યો છે અને રેલવે, ફ્લાઈટો રસ્તાઓ પ્રભાવિત થઈ છે. દિલ્હીના પાલમમાં બુધવારે સાંજે ૭ કલાકે ૫૦ મીટરથી પણ ઓછી વિઝિબિલિટી હોવાના કારણે ૧૧૦ ફ્લાઈટો મોડી પડી. જ્યારે ૨ ફ્લાઈટો ડાયવર્ટ કરવામાં આવી છે, તો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન પણ ગાઢ ધુમ્મસનો ગંભીર સામનો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશના બુધવારે સવારે આગરા-ફિરોજાબાદ હાઈવે પર ૧૫ વાહનો ટકરાયા છે, જેમાં ૧નું મોત અને ૬ ઈજાગ્રસ્ત થયા છે. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પર ૨૫ વાહનો એકબીજાને અથડાયા છે, જેમાં ૫ લોકોના મોત થયા છે. મેરઠમાં અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવારનું મોત થયું છે. ઉન્નાવમાં મંગળવારે મોડી રાતે આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર ૬ વાહનો એકબીજાને અથડાયા, જેમાં ૧નું મોત, ૧૬ને ઈજા થઈ છે.

હવામાન વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત ૧૪ રાજ્યોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. IMDએ મધ્યપ્રદેશમાં ૩૦ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી દરમિયાન વરસાદ સાથે કરા પડવાની આગાહી કરી છે. ઉત્તર મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, ઉત્તરાખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં આજથી આગામી ૪ દિવસ એટલે કે ૩૦ ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરાઈ છે. આ રાજ્યોમાં વિઝિબિલિટી રેંજ ૫૦ મીટરે પહોંચવાની સંભાવના છે.

આ પણ વાંચો :-

RBI ઓફિસ સહિત મુંબઈમાં ૧૧ સ્થળે બ્લાસ્ટની ધમકી, વડોદરામાંથી ૩ યુવકોની ધરપકડ

0

મંગળવારે RBI ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. જેમાં મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અને ICICI સહિતની ઘણી બેંકોને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ૩ લોકોની ધરપકડ કરી છે. ત્રણેયની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે.

RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત ૧૧ સ્થળોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ તમામ સ્થળો પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ કંઈ વાંધાજનક ન મળ્યું. એમઆર માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. ઈમેલના માધ્યમથી RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરી છે. મુંબઈમાં કુલ ૧૧ સ્થળો પર બોમ્બ રાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ પ્રમાણે આ બ્લાસ્ટ આજે બપોરે ૧:૩૦ વાગ્યા આસપાસ થવાનો હતો. જોકે અવું કંઈ થયુ નથી. પોલીસે દરેક સ્થળે જઈને તપાસ કરી પરંતુ ક્યાંય શંકાસ્પદ વસ્તુ નથી મળી.

ઈમેલ મોકલનાર વ્યક્તિએ વિસ્ફોટ થવાની ધમકી આપી હતી અને માંગ કરી હતી કે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને RBI ગવર્નર શક્તિકાંત દાસ તાત્કાલિક તેમના પદ પરથી રાજીનામું આપે અને ‘બેંકિંગ કૌભાંડ’ના ઘટસ્ફોટ અંગે વિગતવાર નિવેદન જારી કરે.

આ પણ વાંચો :-