Home Blog Page 852

શિક્ષકોની ફરિયાદ પછી સ્મૃતિ ઈરાનીએ ફોન કરીને અધિકારીનો લીધો ક્લાસ

0

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના લોકસભા ક્ષેત્ર અમેઠીના ૩ દિવસના પ્રવાસે છે. એવામાં શુક્રવારે જ્યારે તે લોકોને મળી રહી હતી, ત્યારે એક નિવૃત્ત શાળાના શિક્ષકે ફરિયાદ કરી હતી કે નિવૃત્તિ પછી પણ, તેના પગાર ચૂકવવામાં આવ્યા નથી. જેના પર સ્મૃતિ ઈરાનીએ  જિલ્લા શાળા નિરીક્ષકને ફોન કર્યો હતો.

હાલ સ્મૃતિ ઈરાની અમેઠીના ત્રણ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન શુક્રવારે તેમણે અમેઠીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં નિવૃત શિક્ષક દ્વારા સ્મૃતિ ઈરાનીને ફરિયાદ કરવામાં આવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે હજુ તેમના પગારની ચુકવણી થઇ નથી. આ બાબત પર તાત્કાલિક એક્શન લેતા સ્મૃતિ ઈરાનીએ જિલ્લા શાળા નિરીક્ષકને ફોન કર્યો હતો અને નિવૃત્ત શિક્ષકોના પગાર તાત્કાલિક ચૂકવવાનું કહ્યું હતું. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ‘તમારા ડેસ્ક પર જે પણ ફાઈલ બાકી છે તે આજે જ ક્લિયર કરો.’

કેન્દ્રીય મંત્રી અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાની પોતાના સંસદીય ક્ષેત્રના પ્રવાસ પર છે. શુક્રવારે તેમણે રામદેવપુર ગામમાં ચૌપાલ લગાવ્યો. આ દરમિયાન એક વૃદ્ધ નિવૃત્ત શિક્ષક તેમની પાસે પોતાની આપવીતી લઈને પહોંચ્યા. તેમણે ફરિયાદ કરી કે જિલ્લા વિદ્યાલય નિરીક્ષક (DIOS) ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે. ત્યારબાદ સ્મૃતિ ઈરાનીએ મહિલા DIOSને જોરદાર ફટકાર લગાવી.

સુરતમાં રખડતાં શ્વાનનો આતંક એક જ દિવસમાં ૧૦થી વધુને ભર્યા બચકાં

0

સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત્ જોવા મળ્યો છે. ત્યારે આજે શહેરના અલગ અલગ વિસ્તારમાં એક પછી એક ૧૦ જેટલા લોકો એનો ભોગ બન્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી ૧૦ જેટલા લોકો રસી મુકાવવા માટે આવ્યા હતા. આ સાથે અન્ય ડોઝ લેવા પણ લોકો આવતાં રસી લેવા લાઈન લાગી ગઈ હતી. બાળકથી લઈ આધેડ વયના લોકોને રખડતા કૂતરાઓએ બચકાં ભર્યાં છે, જ્યારે એક કિશોરને કૂતરાએ બચકું ભર્યું તો તેની માતા તેને સિવિલ લાવી હતી અને અહીં રડી પડી હતી.

પાંડેસરા વિસ્તારમાં માતા સાથે નીકળેલા ૧૦ વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. પગની પીંડિના ભાગે બચકું ભરી લેતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જો કે, શ્વાનના વધતાં જતાં હુમલાને લઈને સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે રોષની લાગણી જોવા મળી રહી છે.

પાંડેસરા વિસ્તારમાં હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે. ૧૪ વર્ષીય ગણેશ કહારને શ્વાન કરડ્યું હતું. ગણેશ કહાર ધોરણ ૬માં અભ્યાસ કરે છે. ગણેશ કહાર સવારે સબંધીના ઘરે માતા સાથે જઇ રહ્યું હતું. તે સમયે શ્વાને બચકાં ભર્યાં હતાં. જેથી માતા અને બાળક ડરી ગયાં હતાં. જેથી તાત્કાલિક તેઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. જ્યાં બાળકની સારવાર તબીબોએ કરી હતી.

આ પણ વાંચો :-

PM મોદીએ ‘અયોધ્યા ધામ’ રેલવે સ્ટેશનનું કર્યું લોકાર્પણ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીની હસ્તે ‘અયોધ્યા ધામ’ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અયોધ્યા એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદી ૮ કિમીનો રોડ શૉ કરીને અયોધ્યા ધામ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં સૌથી પહેલા તેમના હસ્તે આયોધ્યા ધામ સ્ટેશનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ડિસેમ્બરના એટલે કે આજ રોજ રેલ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક સુવિધાઓથી સજ્જ બે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સામાન્ય માણસ માટે મોટી ભેટ સાબિત થઈ શકે છે. તેમાં એક દરભંગા-અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ અને બીજી માલદા ટાઉન-સર એમ. વિશ્વેશ્વરાય ટર્મિનસ (બેંગલુરુ) નો સમાવેશ થાય છે.

અમૃત ભારત ટ્રેનની સાથે વડાપ્રધાન છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. તેમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, કોઈમ્બતુર-બેંગ્લોર કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ, મેંગલોર-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ, જાલના-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અને અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

કેનેડાનો વધુ એક ખાલિસ્તાની આતંકવાદી જાહેર, કોણ છે લખબીર સિંહ લાંડા?

0

કેનેડા સ્થિત બબ્બર ખાલસાના લખબીર સિંહ લાંડાને ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લખબીર સિંહ લાંડા કેનેડા સ્થિત ખાલિસ્તાન તરફી તત્વો સાથે સંકળાયેલા હતા, જેમાં શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુ અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સના નેતા હરદીપ સિંહ નિજ્જરનો સમાવેશ થાય છે.

લખબીરેને લઈને ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, લખબીર સિંહ ઉર્ફે લાંડા, જે હાલમાં કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટનમાં રહે છે, તે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે. લખબીર અનેક આતંકી હુમલામાં સામેલ હતો. પંજાબ ઇન્ટેલિજન્સનું મુખ્ય મથક મોહાલીમાં છે અને પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સીમા પારથી અલગ-અલગ મોડ્યુલોને ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IEDs), હથિયારો, વિસ્ફોટકો સપ્લાય કરવામાં પણ સામેલ રહ્યો છે.

આ વર્ષે સપ્ટેમ્બરમાં પંજાબ પોલીસે કેનેડા સ્થિત આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા ૪૮ સ્થળો પર દરોડા પાડ્યા હતા. વેપારી પર હુમલો કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. વેપારીએ દાવો કર્યો હતો કે લાંડાએ ફોન કરીને ૧૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. પંજાબ પોલીસ દ્વારા દરોડા દરમિયાન ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ભારત ખાલિસ્તાની કટ્ટરપંથીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યું છે. ગૃહ મંત્રાલયે લખબીરને આતંકવાદી જાહેર કર્યો છે.

આ પણ વાંચો :-

આજે PM મોદી અયોધ્યામાં એરપોર્ટ-રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે

0

અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભના ત્રણ સપ્તાહ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યાની મુલાકાત કરશે. આ સમયે પીએમ મોદી અયોધ્યા એરપોર્ટ અને અયોધ્યા ધામ જંક્શન રેલ્વે સ્ટેશન સહિત રૂ. ૧૧,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે. આ સાથે વડાપ્રધાન બે નવી અમૃત ભારત ટ્રેન અને છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. વધુમાં પીએમ મોદી અયોધ્યામાં ચાર નવા માર્ગોનું પણ ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન અયોધ્યામાં એક ગ્રીનફિલ્ડ ટાઉનશિપનો શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે પીએમ મોદીના આગમનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સમયે તેમણે હનુમાનગઢીમાં પૂજા અર્ચના કર્યા હતા. પીએમ મોદી શનિવારે સવારે ૧૧.૧૫ કલાકે રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને નવી અમૃત ભારત ટ્રેનો તથા વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. ત્યાર પછી પીએમ મોદી બપોરે ૧૨.૧૫ વાગ્યે નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી એરપોર્ટની બાજુમાં એક જાહેર સભામાં ભાગ લેશે અને રાજ્યમાં રૂ. ૧૫,૭૦૦ કરોડથી વધુના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટમાં અયોધ્યા અને તેની આજુબાજુના વિસ્તારો માટે રૂ. ૧૧,૧૦૦ કરોડના પ્રોજેક્ટ અને ઉત્તર પ્રદેશના અન્ય શહેરો માટે રૂ. ૪,૬૦૦ કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

દરમિયાન રામજન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મંદિરના પ્રથમ ભાગનું નિર્માણ લગભગ પૂરું થઈ ગયું છે. ૨૨ જાન્યુઆરીએ વડાપ્રધાન ભગવાન રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. રામ મંદિરમાં લાગનારા મુખ્ય ઘંટને તમિલનાડુના રામેશ્વરમમાં તૈયાર કરાયો છે. આ ઘંટનું વજન લગભગ ૬૦૦ કિલોથી વધુ છે. હાલ આ ઘંટને અયોધ્યાની કાર્યશાળામાં લોકોના દર્શન માટે મૂકાયો છે.

આ પણ વાંચો :-

આજથી ત્રણ દિવસ સુધી અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી

0

સામાન્ય રીતે માગશર એટલે કડકડતી ઠંડીનો મહિનો ગણાય છે. માગશરમાં લોકો ગરમ વસ્ત્રોમાં ઢબુરાઈ જાય છે. સામાન્ય જનજીવન પણ ભારે ઠંડીના કારણે અમુકઅંશે પ્રભાવિત થાય છે. આ તો જાણે કે કુદરતનો એક ક્રમ છે, જોકે હવે કુદરતે પણ તેનો નિયમ બદલ્યો હોય તેમ એક પછી એક તેની કરામત દેખાતી રહી છે. લોકોએ એકસાથે ત્રણ-ત્રણ ઋતુનો અનુભવ કર્યો છે. જોકે, હાલ ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં હાડથીજવતી ઠંડી પડશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંતો કરી ચૂક્યા છે.

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૧થી ૫ જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ૭થી ૯ જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે ૧૦ અને ૧૧ જાન્યુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. તેના કારણે ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે.

સુરતના આ હોસ્પિટલમાં AIનો ઉપયોગ કરીને મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર શરૂ

0

સુરતના ઉધના વિસ્તાર ખાતે યુનિવર્સલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂ થવા જઈ રહી છે. જેમાં ૫૪ લેવલ-૩ નું વિશાળ ICU અને મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અદ્યતન સુવિધાઓથી સંકળાયેલી હોસ્પિટલમાં ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઇવાની ECMO (કૃત્રિમ હૃદય અને ફેફસા) ટ્રીટમેન્ટ સેન્ટર સાથે ૨૪X૭ કલાક હોસ્પિટલમાં દરેક રોગના નિષ્ણાંત ડોક્ટરની ટીમ સેવામય રહેશે.

આ હોસ્પિટલમાં પ્રથમ ઇન્ટરવેશનલ પલ્મોનોલોજી યુનિટ બૉન્કોસ્કોપી (EBUS) સેન્ટર, કાર્ડિયાક અંતર્ગત સૌપ્રથમ યુએસની GE-IGS ૩૨૦ ઓટો રાઈટ તેમજ હાર્ટ સર્જરી માટેની નવી હાર્ટ લંગ મશીન, દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ ક્વાર્ટરનરી કેયર હોસ્પિટલ, અને અમેરિકા, જર્મન અને યુ.કેની એડવાન્સ રેડિયેશન ટેક્નોલોજીના માધ્યમથી ન્યુરો સર્જરી સેન્ટર (મગજ અને કરોડરજ્જુની સર્જરી અને સારવાર માટેનું યુનિટ), ઇંફેસિયસ ડિઝીસેસની સુવિધાઓ ઉપરાંત ૨૦૦ બેડની ૨૦૦ ડોક્ટરોના સહિયારા પ્રયાસોથી બે લાખ સ્કેવર ફુટ વિસ્તારમાં નિર્માણ થયેલી હોસ્પિટલ જે ફક્ત ૨૪ મહિનાના અંતરાળમાં સંપૂર્ણ વિકસિત કરાઈ છે. જ્યાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેક્નોલોજી અંતર્ગત કાર્ડિયાક કેથલેબ, કેન્સરના નિદાનમાં ઓન્કો કેન્સરની સર્જરી સાથે હાયર એન્ડ રેડિયેશન સેન્ટર, મુખ્યત્વે ગર્ભસ્થ બાળકની ખોળખાપણની સમસ્યાને ઉગારતી ફીટોસ્કોપી સારવારની વિશેષ સુવિધાનો સંગમ યુનિવર્સલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્થાઈ કરાયા છે.

થોડા સમય પહેલા જ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય માન્યતા ઉપરાંત શહેરની આબરૂમાં વધારો કરતી વિશ્વની સૌથી વિશાળ ઓફિસ બિલ્ડીંગના નિર્માણથી શહેરમાં વિદેશી મેહમાનોની અવરજવર વધવાની સંભાવના છે. આજ સુધી શહેરીજનોને ઉચ્ચ તબીબી સારવાર માટે બીજા રાજ્યમાં અથવા વિદેશ જવું પડતું હતું ત્યારે હવે શહેરની યુનિવર્સલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ આધુનિક ઈલાજો સરળતાથી મળી રહેશે જે થી સુરતમાં ખરા અર્થે મેડિકલ ટુરિઝમનો સૂર્યોદય થશે.

આ પણ વાંચો :-

CISFની કમાન સંભાળશે પ્રથમ મહિલા અધિકારી, જાણો કોણ છે IPS નીના સિંહ?

0

CISFના ડાયરેક્ટર જનરલની કમાન પ્રથમ વખત કોઈ મહિલાને સોંપવામાં આવી છે.૫૪ વર્ષમાં પ્રથમ વખત મહિલા અધિકારી નીના સિંહને CISF સુરક્ષા દળની કમાન સોંપવામાં આવી છે. ૧૯૬૯માં રચાયેલી CISFની કમાન્ડ માત્ર પુરૂષ અધિકારીઓ જ સંભાળતા હતા. તેઓ ૨૦૨૧ માં જ CISFમાં જોડાયા હતા. નિવૃત્તિ પહેલા તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નીના સિંહ ૩૧ જુલાઈ ૨૦૨૪ ના રોજ નિવૃત્ત થવાના છે ત્યાં સુધી તેઓ CISF ચીફ રહેશે.

CISFના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત નીના સિંહ રાજસ્થાન કેડરના ૧૯૮૯ બેચના IPS અધિકારી છે. અગાઉ તે CISFના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG)નો હોદ્દો સંભાળી રહ્યા હતા. નીના સિંહ બિહારના પટનાની રહેવાસી છે. તેણીએ મહિલા કોલેજ, પટનામાંથી અભ્યાસ કર્યો, ત્યારબાદ તેણે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. તેઓ નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી અને એસ્થર ડુફ્લો સાથે બે રિસર્ચ પેપર પણ લખ્યા છે.

નીના સિંહ આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા અધિકારી છે. નીના મૂળ બિહારની રાજધાની પટનાની રહેવાસી છે, સાથે જ રાજસ્થાન કેડરની આઇપીએસ ઓફિસર છે. એમને પટના મહિલા કોલેજ, જેએનયુ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું છે અને રોહિત કુમાર સિંહ સાથે લગ્ન કર્યા છે. હવે નીના સિંહે CISFની પ્રથમ મહિલા વડા બનીને ઈતિહાસ રચ્યો છે.

રાજસ્થાન પોલીસમાં ડીજીનું પદ મેળવનાર નીના પ્રથમ મહિલા અધિકારી છે. નીના સિંહની અંગત જીવન અને રૂચીઓ વિશે વાત કરીએ તો નીનાને લેખનમાં વિશેષ રસ છે. તેમણે અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી અને એસ્થર ડુફ્લો સાથે સંશોધન પત્રો પણ સહ-લેખિત કર્યા છે. આ ઉપરાંત નીના રાજસ્થાન રાજ્ય મહિલા આયોગના સભ્ય-સચિવ પણ રહી ચૂક્યા છે. કોરોના મહામારી દરમિયાન સિંહે રાજસ્થાનમાં મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય)ની જવાબદારી સંભાળી હતી.

આ પણ વાંચો :-

અમેરિકામાં માર્ગ અકસ્માતમાં આંધ્રપ્રદેશના MLA સહિત પરિવારના 6 સભ્યોનાં મૃત્યુ

0

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક કાર અકસ્માતમાં બે બાળકો સહિત છ ભારતીય મૂળના પરિવારના સભ્યોના મૃત્યુ થયા છે. અધિકારીઓએ આ ઘટનાની જાણકારી આપી હતી. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક સેફ્ટી (DPS) અનુસાર જોન્સન કાઉન્ટીમાં ફોર્ટ વર્થ નજીક એક મિનિવાન અને એક પીકઅપ ટ્રક સામસામે અથડાયા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મિનિવાનમાં એક જ પરિવારના સાત લોકો મુસાફરી કરી રહ્યા હતા અને તેમાંથી માત્ર ૪૩ વર્ષીય લોકેશ પોટાબથુલાને ગંભીર ઈજા પહોંચી હતી. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પીકઅપ ટ્રક ખોટી દિશામાં જઈ રહી હતી. આંધ્રપ્રદેશના મુમ્મીદીવરમ વિધાનસભા વિસ્તારના પ્રતિનિધિ છે. આ અકસ્માતમાં માત્ર એક જ ૪૩ વર્ષીય લોકેશ પોટાબથુલા બચી ગયો હતો, જેને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.  ઘાયલોને તબીબી સુવિધાઓમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી છ લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. મૃતકોની ઓળખ પી. નાગેશ્વર રાવ, ધારાસભ્ય પોન્નાડા વેંકટના કાકા સતીશ કુમાર, સીતા મહાલક્ષ્મી, નવીના, કૃતિક અને નિશિતા તરીકે થઈ છે. છઠ્ઠા વ્યક્તિનું નામ હજુ સુધી જાણી શકાયું નથી.

ધારાસભ્ય પોન્નાડા વેંકટા સતીશ કુમારે જણાવ્યું હતું કે, મારા કાકા ક્રિસમસની ઉજવણી કરવા સંબંધીના ઘરે ગયા હતા. ૨૬ ડિસેમ્બરના રોજ તેઓ સવારે પ્રાણી સંગ્રહાલય ગયા અને સાંજે ૪ વાગ્યે (સ્થાનિક સમય) તેમના ઘરે પાછા ફર્યા. રસ્તામાં એક રોંગ સાઇડમાં આવતા પીકઅપ ટ્રકે મને તેમની કારને ટક્કર મારી. અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. અમે મૃતદેહોને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લોકેશ હજુ સારવાર હેઠળ હોવાથી તેને લાવવા માટે ત્યાં બે લોકોની સંમતિ છે. તે મહત્વપૂર્ણ છે. આ બે લોકો એવા હોઈ શકે છે જે જન્મથી અમેરિકન નાગરિક છે.”

૩૦ વર્ષથી ફરાર ૩૧ કેસનો વાંટેડ આરોપીને સુરત પોલીસે પકડ્યો

0

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર ઓપરેશન ફરાર અંતર્ગત અભિયાન ચલાવી રહ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસની અલગ-અલગ ટીમો છેલ્લા ઘણા સમયથી પોલીસ ડાયરીમાં ફરાર થઈ ગયેલા ગુનેગારોને પકડવા સતત કામ કરી રહી છે. આ શ્રેણીમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને એક સફળતા મળી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે છેલ્લા ૩૦ વર્ષથી નાસતા ફરતા ગુનેગારની ધરપકડ કરી છે. આ ગુનેગારની ધરપકડ પરથી એવું કહી શકાય કે તે યુવાનીમાં ફરાર થઈ ગયો હતો અને હવે વૃદ્ધાવસ્થામાં તેને પોલીસે પકડી લીધો છે.

મોહન સિંહ ડાબર મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના પાનસેમલ તાલુકાના અસવાડા ગામમાં રહેતો હતો. છેલ્લા ૩૦ વર્ષથી તે ફરાર હતો. આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા ડાબર સામે ૧૯૯૩માં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગત ફરાર હતો. તેમજ રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ૨૦૧૮ માં અન્ય આરોપીઓને ચાર પિસ્તોલ અને ૫૦ જીવતા કારતુસ સપ્લાય કરવા બદલ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તે સમયે અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંને કેસમાં મોહનસિંહ ઉર્ફે મોહનસિંહ ભૈયા ડાબર પોલીસની ધરપકડથી બચવા માટે વર્ષોથી ફરાર હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચ ના જણાવ્યા અનુસાર ક્રાઈમ બ્રાન્ચની ટીમને ICGS પોર્ટલ ઉપર થી માહિતી મળી હતી કે આર્મ્સના ગુનામાં સહાદા કોર્ટ મુદતે આરોપી મોહન સિંહ ઉર્ફે મોહનભૈયો આવી રહ્યો છે. જે માહિતીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા કોર્ટ નજીક સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે વેશપલ્ટો કરી કોર્ટ મુદ્દતે આવી ચઢેલા આરોપીને દબોચી પાડ્યો હતો. જેમાં પાંચ ઇનામી આરોપીઓનો સમાવેશ થાય છે.. હાલ તો આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.

આ પણ વાંચો :-