ગુજરાતવાસીઓ રેડ એલર્ટ! રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.૧ના ૬૬ નવા કેસ નોંધાયા

Share this story

કોરોનાનો ગુજરાતમાં ધીમીગતિએ પગપેસારો થઈ રહ્યો છે. કોવિડનાં નવા વેરિએન્ટ JN.૧ના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું. ગુજરાતમાં હાલ કોરોનાના ૬૬ કેસ એક્ટિવ છે, પણ આ આંકડો અઠવાડિયા પહેલા ફક્ત ૨૩ સુધી સીમિત હતો. જો કે આરોગ્યંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે,કોરોનાના JN.૧ વેરિયન્ટથી ચિંતા કરવાની જરૂર નથી બસ સતર્ક રહેવાની જરૂર છે.

આરોગ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના JN.૧ વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરાઇ રહ્યું છે.હાલ કોરોનાની ઘાતકતા ઘણી ઓછી છે પરંતુ ખાસ કરીને કોમોર્બિડિટી ધરાવતા દર્દીઓએ સતર્કતા રાખવી જરૂર છે કોરોનાનો આ નવો સબ-વેરિયન્ટ JN.૧ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના નવા કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪ હજારને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રવિવારે કોરોનાના ૬૫૬ નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૪૦૫૪ થઈ ગઈ છે.

ઉપરાંત આ બેઠકમાં તમામ રાજ્યોને દર ૩ મહિનામાં એકવાર તમામ હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે કેન્દ્ર તરફથી રાજ્યોને સંપૂર્ણ મદદની પણ ખાતરી આપી હતી. આ બેઠકમાં આસામ, અરુણાચલ, દિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, ગોવા, પુડુચેરી, તેલંગાણા, કર્ણાટક, મણિપુર, કેરળ સહિત અન્ય રાજ્યોના આરોગ્યમંત્રીએ ભાગ લીધો હતો. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે સમગ્ર સરકાર વિઝન સાથે એકબીજા સાથે કામ કરે. આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલની સજ્જતા, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો :-