ભંગાર વેચીને મોદી સરકારે ૧૧૬૩ કરોડની કમાણી કરી, ચંદ્રયાન-૩ મિશનનો ખર્ચો કાઢી નાખ્યો

Share this story

ભારતનું ત્રીજું ચંદ્રયાન મિશન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થતા સફળ થયું હતું. ચંદ્રયાન-3નું લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું અને તે સાથે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવામાં ભારત પ્રથમ દેશ બન્યો હતો. આ સમગ્ર મિશનનો ખર્ચ લગભગ ૬૦૦ કરોડ રૂપિયા થયો હતો. જો કે કેન્દ્ર સરકારે સ્ક્રેપ વેચીને કોરોડની કમાણી કરી લીધી છે.

કેન્દ્ર સરકારની કચેરીઓમાં ૯૬ લાખ જૂની ફાઇલોની આશ્ચર્યજનક સંખ્યાને ભંગારમાં કાઢી નાખવામાં આવી છે. આ ફાઇલો કમ્પ્યુટર પર અપલોડ કરવામાં આવી છે. આનાથી વધુ એક ફાયદો છે. સરકારી કચેરીઓમાં લગભગ ૩૫૫ લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી થઇ છે. આને કારણે ઓફિસોમાં કોરિડોરની સફાઈ, મનોરંજન કેન્દ્રો તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ અને અન્ય હેતુ માટે તેનો ઉપયોગ થઇ શકે છે. અવકાશ રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, રશિયન મૂન મિશનનો ખર્ચ લગભગ ૧૬,૦૦૦ કરોડ રૂપિયા હતો. અમારા ચંદ્રયાન-૩ મિશનની કિંમત અંદાજે ૬૦૦ કરોડ રૂપિયા હતી. ચંદ્ર અને અવકાશ મિશન પર આધારિત હોલીવુડ ફિલ્મોની કિંમત ૬૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.

તાજેતરના સરકારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારની કચેરીઓમાં ઓક્ટોબર ૨૦૨૧થી ૯૬ લાખ ફિઝિકલ ફાઈલોને દૂર કરવામાં આવી છે અને કચેરીઓમાં લગભગ ૩૫૫ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી છે જેને કારણે ખાલી જગ્યાનો ઉપયોગ  મનોરંજન કેન્દ્રો તેમજ અન્ય ઉપયોગી હેતુઓ માટે થઈ રહ્યો છે. જે ફાઈલો દૂર કરવામાં આવી છે તેની તમામ વિગતો પહેલેથી જ કમ્પ્યુટર પર અપલોડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-