Home Blog Page 852

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, SIT નહિ SEBI કરશે તપાસ

0

ગૌતમ અદાણી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપી રહી છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સેબીની તપાસને યોગ્ય ઠેરવી છે. કોર્ટે કહ્યું કે સેબીને આ મામલાની તપાસ માટે ૩ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કોર્ટે નવેમ્બર-૨૦૨૩માં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, જેના પર આજે નિર્ણય સંભળાવવામાં આવ્યો છે.

અદાણી-હિંડનબર્ગ કેસ પર ચુકાદો આપતી વખતે, CJI DY ચંદ્રચુડની ત્રણ સભ્યોની બેન્ચે કહ્યું કે સેબીની તપાસમાં કોઈ ગેરરીતિઓ બહાર આવી નથી. ૨૪ કેસોની તપાસ પૂછવામાં આવી હતી, ૨ પર તપાસ બાકી છે જે સેબીને ત્રણ મહિનામાં કરવા માટે કહેવામાં આવ્યું છે.

હિંડનબર્ગ રિપોર્ટમાં એવા આક્ષેપો થયા હતા કે ગૌતમ અદાણી અને તેમના અદાણી જૂથે ખોટી રીતે અદાણીના શેરમાં નાણાંનું રોકાણ કર્યું હતું. તેના દ્વારા શેરના ભાવમાં હેરાફેરી કરીને શેરધારકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. અરજીકર્તાના વકીલ પ્રશાંત ભૂષણે માંગ કરી હતી કે અદાણી કંપનીઓના શેરમાં રોકાણની તપાસ સાથે એ પણ જોવામાં આવે કે કોને શું ફાયદો થયો.

કોર્ટમાં સુનાવણી કરતી વખતે કહેવામાં આવ્યું છે કે, સુપ્રિમ કોર્ટની સેબીના રેગ્યુલેટરી ફિલ્ડમાં ડેલિગેટેડ કાયદા બનાવવાની સત્તા મર્યાદિત છે. ન્યાયિક સમીક્ષાનો અવકાશ એ જોવાનો છે કે શું મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું છે. વધુ સુનાવણી કરતાં કોર્ટે કહ્યું હતું કે, અમારી પાસે સેબીને તેના નિયમોને રદ કરવા માટે નિર્દેશ આપવાનો કોઈ માન્ય આધાર નથી અને હાલના નિયમો વિવાદાસ્પદ સુધારા દ્વારા કડક કરવામાં આવ્યા છે. બાકીની ૨ તપાસ સેબી દ્વારા ૩ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, ભારત સરકાર અને સેબી શોર્ટ સેલિંગ પર હિંડનબર્ગ રિપોર્ટ દ્વારા કાયદાનું કોઈ ઉલ્લંઘન થયું છે કે કેમ તેની તપાસ કરશે અને જો તેમ હોય તો કાયદા મુજબ પગલાં ભરશે.

હિટ એન્ડ રન કાયદો હાલ લાગુ નહીં કરવાની કેન્દ્ર સરકારનું આશ્વાસન

0

હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચેની વાતચીત સફળ રહી છે. ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કહ્યું છે કે ટ્રક ચાલકો તેમની હડતાળ પાછી ખેંચી લે અને કામ પર પાછા ફરે. ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે. સરકાર દ્વારા સંગઠનને ખાતરી આપવામાં આવી છે કે હાલમાં કાયદાનો અમલ કરવામાં આવશે નહીં અને જ્યારે પણ તેનો અમલ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. આ પછી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ મંગળવારે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે, હાલ હિટ એન્ડ રનના નવો કાયદો લાગુ કરવામાં આવશે નહીં. આમ કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે આ બેઠક સફળ રહી હતી. પરિણામે ટ્રાન્સપોર્ટ એસોસિએશને ટ્રક ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે. તેમજ સરકારે ટ્રક ડ્રાઈવરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે.

કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનને લઇને નવો કાયદો બનાવ્યો છે, જેની હેઠળ જો કોઇ ટ્રક કે ડમ્પર ચાલક કોઇને કચડીને ભાગે છે તો તેને ૧૦ વર્ષની જેલની સજા થશે. આ સિવાય ૭ લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. પહેલા આ કેસમાં કેટલાક દિવસમાં આરોપી ડ્રાઇવરને જામીન મળી જતા હતા.

ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રમુખ અમૃત લાલ મદને કહ્યું, તમે માત્ર ડ્રાઈવર નથી, તમે અમારા સૈનિક છો. અમે નથી ઈચ્છતા કે તમને કોઈ અસુવિધાનો સામનો કરવો પડે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હાલમાં દસ વર્ષની સજા અને દંડના કાયદા પર રોક લગાવી દીધી છે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની આગામી બેઠક સુધી કોઈ કાયદો લાગુ કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો :-

આસામમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક-બસની ટક્કરમાં ૧૪લોકોના મોત

0

આસામમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં ૧૪ લોકોના મૃત્યુ થયા. રાજ્યના ગોલાઘાટ જિલ્લામાં અકસ્માતનો ભોગ બનેલા લોકો પિકનિક માટે તિલિંગા મંદિરે બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. આસામના ગોલાઘાટ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૧૪ લોકોના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં ૨૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ મુસાફરોમાંથી ઘણાની હાલત ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. અકસ્માતની માહિતી મળ્યા બાદ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આસામમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ પાસે નેશનલ હાઈવે ૩૭ પર બાલીજાન ગામ નજીક બની છે જ્યાં બસમાં સવાર ૪૫ લોકો બોગીબીલ વનભોજન માટે વહેલી સવારે અંદાજે ૫ વાગ્યે નીકળ્યા હતા ત્યારે માર્ગેરિટા તરફથી આવતા કોલસા ભરેલા ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. હાલ હાલ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક છે કે મૃત્યુઆંક વધવાની આશંકા છે.

આ દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત નાજુક છે.

ધરતીએ ઓઢી ઝાકળની ચાદર, ગુજરાતમાં માવઠાં પછી ધુમ્મસ

0

ગુજરાતમાં બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે નલિયામાં બીજા દિવસે પણ ઠંડીનો પારો ૯ ડિગ્રી નીચે તાપમાન રહેવા પામ્યું હતું. નલિયામાં સૌથી ઓછું ૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ૧૫ થી ૧૬ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થયો છે. શહેરમાં ઠંડીનાં કારણે ધુમ્મસ ભર્યો માહોલ રહ્યો હતો. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તરથી પૂર્વીય તરફ પવન ચાલી રહ્યો છે. તેમજ વાદળો હટતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદીઓએ થોડા દિવસ ઠંડીનો ચમકારો સહન કરવો પડી શકે છે.

 વાતાવરણમાં ગાઢ ધૂમ્મસ છવાતા વિઝીબીલીટી ઓછી થઈ ગઈ હતી અને જિલ્લાવાસીઓએ ભેજવાળા વાતાવરણ વચ્ચે કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. સામાન્ય રીતે દિવાળી પર્વ બાદ શિયાળાની મોસમની શરૂઆત થતી હોય છે અને ડિસેમ્બર માસમાં શિયાળો પૂરબહારમાં ખીલતો હોય છે પરંતુ ચાલુ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો અને ડિસેમ્બર માસના અંતિમ સપ્તાહ સુધી ઠંડીની  યોગ્ય જમાવટ થઈ ન હતી. જિલ્લાના કેટલાક સ્થળોએ ડિસેમ્બર માસમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થયા બાદ ડિસેમ્બર માસના અંતિમ સપ્તાહથી સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં શિયાળાની ઠંડીની જમાવટ થઈ હતી. જો કે છેલ્લા ત્રણેક દિવસથી ધીમે ધીમે લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ગયો હતો અને ઠંડીમાંથી આંશિક રાહત મળી હતી. ત્યારબાદ આજે મંગળવારે વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો.

૦૩ જાન્યુઆરી, ૨૦૨૩/ કર્ક જાતકોને આયાત-નિકાસ સંબંધિત કાર્યમાં સફળતા મળશે, કન્યા જાતકો માટે શેરબજારથી દૂર રહેવું હિતાવહ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ ‌

આવક ઓછી થવાના કારણે માનસિક અવસ્થતા જણાય. ઉપરાંત ‌તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી-ખાંસી, થાક લાગવાની તકલીફો સહન કરવી પકડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભઃ

આધ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ

વાહનસુખ મકાન મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્કઃ

આજે શરૂ કરવામાં આવેલ તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિતશત્રુઓથી સાવધ રહેવું.

‌સિંહઃ

આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાં ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યાઃ

મા‌નસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેન થી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ ‌

સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

વૃ‌શ્ચિકઃ

આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ સમૃધ્ધિ જળવાય. સ્થાવર, જંગમ મિકતથી લાભ મેળવી શકાય.

ધનઃ

નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં ‌વૃધ્ધિ થાય.

કુંભઃ

દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ

શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઇ ઠંડાપીણાનો શોખ વધતો જણાય. ‌વાણિજ્ય દુર સંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી રબ્બરના વેપાર વાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂ રહેશે. આંખની કાળજી રાખવી.

સુરત PCR વાન ના પોલીસકર્મી પર હુમલો, ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાયવરોનો હલ્લાબોલ

0

દેશભરમાં ટ્રક ડ્રાઈવર્સનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. જો કોઈ ટ્રક ડ્રાઈવર વાહનને ટક્કર મારીને સ્થળ પરથી ભાગી જાય છે તો તેને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થશે. આ ઉપરાંત મોટો દંડ પણ ભરવો પડશે. આ નિયમ આવ્યા બાદ લાખો ટ્રકોના પૈડા થંભી ગયા છે, તો ડ્રાઇવરો રસ્તા પર ઉતરીને આક્રમક આંદોલન તરફ વળ્યા છે.

ટ્રક ચાલકોની હડતાળને કારણે મોંઘવારી વધવાનું જોખમ વધી ગયું છે. જો કે, હડતાળથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી નહીં સર્જાય. પેટ્રોલ પંપ એસોસિએશને ગ્રાહકોને ધ્યાને રાખી આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં પેટ્રોલના વેચાણમાં અસર નહીં થાય.

જો કે સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાનો ડ્રાઈવરો વિરોધ વચ્ચે આ આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. હાલ એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે જેમાં કેટલાક લોકો એક પોલીસકર્મીને માર મારી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાઈવરોએ સિટી બસ અટકાવીને પથ્થર મારો કર્યો હતો. આ અંગેની જાણ કન્ટ્રોલ રૂમને કરાઈ હતી.

જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી. જો કે, આ દરમિયાન ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ પોલીસકર્મીને ઘેરી લઈને હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ જતાં હાલ વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચો :-

GUJCETની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન આજથી શરૂ

હિટ એન્ડ રનના કાયદાનો વિરોધમાં દેશભરમાં ચક્કાજામ

બે વિમાન અથડાતાં જાપાનમાં એક વિમાનમાં લાગી ભીષણ આગ

0

જાપાનના હનેડા એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે એક્સિડન્ટની મોટી ઘટના સામે આવી છે. હનેડા એરપોર્ટ પર ઊભેલા પેસેન્જર વિમાનને કોસ્ટ ગાર્ડના વિમાને પાછળથી ટક્કર મારી હતી જેને કારણે પેસેન્જર વિમાનમાં આગ લાગી હતી, ટક્કરથી આગ લાગી ત્યારે વિમાનમાં ૩૬૭ પેસેન્જરો હતા. જોકે તાબડતોબ જાપાની એરલાઈન્સમાંથી પ્રવાસીઓને બચાવી લેવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું અને થોડી વારમાં બધાને બચાવી લેવામાં આવ્યાં હતા અને આગને બૂઝાવી દેવામાં આવી હતી પરંતુ આ દરમિયાન ૩૦૦ પેસેન્જરોના જીવ પડીકે બંધાઈ ગયાં હતા. જો જરા જેટલી વાર લાગી હોત તો ૩૬૭ પ્રવાસીઓ ભડથું થઈ ગયાં હોત.

હાલ જાપાનમાં થયેલા આ ફ્લાઇટ અકસ્માતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વિમાનની બારીમાંથી આગની જ્વાળાઓ બહાર આવી રહી છે. જાપાની મીડિયા અનુસાર, જે ફ્લાઈટમાં આગ લાગી હતી તેનો નંબર JAL ૫૧૬ હતો અને આ ફ્લાઈટ હોકાઈડોથી ઉડાન ભરી હતી. જાપાન એરલાઇન્સની ફ્લાઇટ ૫૧૬ છે. જાપાની અરેલાઇન્સ અનુસાર, હનેડામાં લેન્ડિંગ સમયે તે કોસ્ટગાર્ડના વિમાન સાથે અથડાયું હતું.

જાપાનમાં લેન્ડિંગ વખતે પ્લેનમાં આગ લાગી હતી. આ ઘટના ટોક્યો એરપોર્ટ પર બની હતી. આ અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. જોકે, જાપાની ન્યૂઝ એજન્સી NHKએ અકસ્માત અંગે મોટી માહિતી આપી છે. NHKએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે લેન્ડિંગ બાદ પ્લેન અન્ય પ્લેન સાથે અથડાવાને કારણે આગ લાગી હોવાની આશંકા છે.

આ પણ વાંચો :-

જૈશ-એ-મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો હોવાના દાવા

0

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર સોમવારે બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો હોવાના અહેવાલો છે. જોકે, જૈશ-એ-મોહમ્મદના વડો મસૂદ અઝહર સવારે ૫ વાગ્યે બહાવલપુર મસ્જિદમાંથી પરત ફરતી વખતે ‘અજ્ઞાત વ્યક્તિઓ’ દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો હતો.

મૌલાના મસૂદ અઝહરનો જન્મ બહાવલપુરમાં થયો હતો. તેના ૯ અન્ય ભાઇ-બહેન પણ હતા. અઝહરના પિતા અલ્લાહ બખ્શ શબ્બીર એક સરકારી સ્કૂલના પ્રિન્સિપલ હતા, તેનો પરિવાર ડેરી અને પૉલ્ટ્રી ફાર્મ સાથે જોડાયેલો હતો. આ આતંકીએ બાનુરી નગર, કરાચીની જામિયા ઉલૂમ ઉલ ઇસ્લામિયા નામની મદ્રસામાંથી તાલીમ મેળવી હતી. આ સમયે તેનો સંપર્ક હરકત-ઉલ-અંસાર નામના સંગઠન સાથે થયો હતો. નેપાળના કાંઠમાંડુમાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન આઇસી ૮૧૪એ દિલ્હી માટે ઉડાન ભરી હતી. પ્લેનને ટેકઓફ કરવાના થોડી વાર પછી પાંચ પાકિસ્તાની આતંકીઓએ તેને હાઇજેક કરી લીધુ હતુ. આતંકી વિમાનને લઇને અફઘાનિસ્તાનના કંદહાર શહેર પહોંચી ગયો હતો તેમણે મુસાફરોને છોડવાના બદલે ભારતીય જેલમાં કેદ ૩૫ આતંકીઓને છોડવાની માંગ કરી હતી અને ૨૦૦ મિલિયન અમેરિકન ડૉલરની માંગ કરવામાં આવી હતી. આ હાઈજેકની પાછળ મસૂદ અઝહરનો હાથ હતો તેવું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

રાજકોટમાં હાર્ટ એટેકના કારણે ચાર લોકોના મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

0

ગુજરાતના આ શહેરમાં હાર્ટ એટેકથી મૃત્યું થવાનાં કેસમાં વધારો થતા લોકોમાં હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજે ૨૪ કલાકમાં એક યુવક સહિત ચાર લોકોનાં હાર્ટ એટેકથી મોત થવા પામ્યું હતું. જેમાં રૈયાધારનાં બંધસીધર પાર્કમાં રહેતા રઘુભાઈ શિયાળિયા રવિવારે રાત્રે તેઓનાં ઘરે હતા. તે દરમ્યાન તેઓને અચાનક છાતીમાં દુઃખાવો થતા તેઓ બેભાન થઈ ગયા હતા. જે બાદ તેમનાં પરિવારજનો દ્વારા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.

ડ્રાઈવર રઘુભાઈ શિયાળિયા રૈયાધારના બંધસીધર પાર્કમાં રહે છે. ૫૪ વર્ષીય રઘુભાઈ રવિવારે રાત્રે ઘરમાં હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડયા બાદ અચાનક બેભાન થતા કુટુંબીજનો તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. શાકભાજીની ફેરી કરનાર મધુભાઈ રવિવારે સાંજે રિક્ષામાં શાકભાજી ભરી મોચી બજારમાં આવ્યા હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડયા બાદ બેભાન થઈ ગયા. તેમને પણ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા. પરંતુ હોસ્પિટલ પંહોચતા પહેલા જ રસ્તામાં જ મધુભાઈ હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામ્યા.

કારખાનામાં કામ કરનાર રમેશભાઈ ઉદ્યોગ નગર ખાતે આવેલ કારખાનામાં કામ કરતા અચાનક ઢળી પડ્યા. ૫૫ વર્ષીય રમેશભાઈને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા જ એટેકના કારણે મૃત્યુ પામ્યા. ૨૪ કલાકમાં હાર્ટએટેકથી મૃત્યુ પામવાની ચોથી ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિ મધ્યપ્રદેશનો ડ્રાઈવર છે. મધ્યપ્રદેશના આ ડ્રાઈવર જેનું નામ કાંતિલાલ મેઘવાળ છે. ડ્રાઈવર કાંતિલાલ ગાડીમાં ફ્રૂટ ભરી મધ્યપ્રદેશથી રાજકોટના મેંગો માર્કેટમાં વેપાર અર્થે આવ્યો હતો. રાજકોટના રોકાણ દરમ્યાન ડ્રાઈવર સૂઈ ગયા બાદ બીજા દિવસે ના ઉઠતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યો. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે ડ્રાઈવરનું મૃત્યુ થવા પાછળ હાર્ટએટેક હોવાનું કારણ આપ્યું. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં જ ૪ વ્યક્તિઓના હાર્ટએટેકથી મોત નિપજતા લોકોમાં ભય ફેલાયો છે.

પંજાબના જલંધરમાં DSP દલબીર સિંહની ગોળી મારી હત્યા

0

પંજાબના જલંધરના સંગરુરમાં ફરજ બજાવતા DSPનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. DSP દલબીર સિંહનો મૃતદેહ સોમવારે બસ્તી બાવા ખેલ કેનાલ પાસે રસ્તા પર મળી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસ અગાઉ જલંધરના એક ગામમાં DSP દલબીર સિંહનો કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ પણ કર્યું હતું. પરંતુ બીજા દિવસે જ તેમણે ગ્રામજનો સાથે સમાધાન કરી લીધું હતું.

પોલીસ કમિશ્નરના કહ્યું કે દલબીર સિંહનો મૃતદેહ મળ્યો તે રસ્તો કપુરથલા સ્થિત તેમના ગામ તરફ જાય છે. આ ઘટના સ્થળ તેમના પૈતૃક ગામથી લગભગ આઠ કિલોમીટર દૂર છે. પોલીસે જણાવ્યું કે દલબીર સિંહના પરિવારે આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગત મહિને ડીએસપીને જાલંધરમાં જ અન્ય વિસ્તારના લોકો સાથે થયેલી એક લડાઈમાં સામેલ હતા. જોકે, બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં આ અંગે કોઈ કેસ નોંધાયો ન હતો. દલબીર સિંહ અગાઉ વેઈટલિફ્ટર હતા, તેમને વર્ષ ૨૦૦૦માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

ADCP બલવિંદર સિંહ રંધાવાએ જણાવ્યું કે, અમને કોઈએ ફોન કરીને જાણ કરી હતી કે, બસ્તી બાબા ખેલ નજીક કોઈની લાશ પડી છે. અમે ઘટનાસ્થળે જઈને તપાસ કરતાં લાશ ડીએસપી દલબીરસિંહની હતી. તેમના માથા ઉપર ઈજાના નિશાન હતા. પંજાબ પોલીસે શરૂઆતમાં રોડ અકસ્માત માની રહી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ દરમિયાન ડીએસપીની ગર્દનમાં ફસાયેલી ગોળી મળી હતી. ઘટના પછી ડીએસપીની સર્વિસ રિવોલ્વર પણ ગાયબ છે.

મૃતક ડીએસપીના ભાઈ રણજીત સિંહે કહ્યું કે પોલીસે અમને જાણ કરી કે દલબીરનો મૃતદેહ મળી આવ્યો છે. તેના માથામાં ઈજા થઈ છે. હત્યાનો મામલો હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ તેની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, દલબીર સિંહ એક જાણીતા વેઈટલિફ્ટર હતા અને તેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.