બે વિમાન અથડાતાં જાપાનમાં એક વિમાનમાં લાગી ભીષણ આગ

Share this story

જાપાનના હનેડા એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે એક્સિડન્ટની મોટી ઘટના સામે આવી છે. હનેડા એરપોર્ટ પર ઊભેલા પેસેન્જર વિમાનને કોસ્ટ ગાર્ડના વિમાને પાછળથી ટક્કર મારી હતી જેને કારણે પેસેન્જર વિમાનમાં આગ લાગી હતી, ટક્કરથી આગ લાગી ત્યારે વિમાનમાં ૩૬૭ પેસેન્જરો હતા. જોકે તાબડતોબ જાપાની એરલાઈન્સમાંથી પ્રવાસીઓને બચાવી લેવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું અને થોડી વારમાં બધાને બચાવી લેવામાં આવ્યાં હતા અને આગને બૂઝાવી દેવામાં આવી હતી પરંતુ આ દરમિયાન ૩૦૦ પેસેન્જરોના જીવ પડીકે બંધાઈ ગયાં હતા. જો જરા જેટલી વાર લાગી હોત તો ૩૬૭ પ્રવાસીઓ ભડથું થઈ ગયાં હોત.

હાલ જાપાનમાં થયેલા આ ફ્લાઇટ અકસ્માતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વિમાનની બારીમાંથી આગની જ્વાળાઓ બહાર આવી રહી છે. જાપાની મીડિયા અનુસાર, જે ફ્લાઈટમાં આગ લાગી હતી તેનો નંબર JAL ૫૧૬ હતો અને આ ફ્લાઈટ હોકાઈડોથી ઉડાન ભરી હતી. જાપાન એરલાઇન્સની ફ્લાઇટ ૫૧૬ છે. જાપાની અરેલાઇન્સ અનુસાર, હનેડામાં લેન્ડિંગ સમયે તે કોસ્ટગાર્ડના વિમાન સાથે અથડાયું હતું.

જાપાનમાં લેન્ડિંગ વખતે પ્લેનમાં આગ લાગી હતી. આ ઘટના ટોક્યો એરપોર્ટ પર બની હતી. આ અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. જોકે, જાપાની ન્યૂઝ એજન્સી NHKએ અકસ્માત અંગે મોટી માહિતી આપી છે. NHKએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે લેન્ડિંગ બાદ પ્લેન અન્ય પ્લેન સાથે અથડાવાને કારણે આગ લાગી હોવાની આશંકા છે.

આ પણ વાંચો :-