આસામમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક-બસની ટક્કરમાં ૧૪લોકોના મોત

Share this story

આસામમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં ૧૪ લોકોના મૃત્યુ થયા. રાજ્યના ગોલાઘાટ જિલ્લામાં અકસ્માતનો ભોગ બનેલા લોકો પિકનિક માટે તિલિંગા મંદિરે બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. આસામના ગોલાઘાટ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૧૪ લોકોના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં ૨૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ મુસાફરોમાંથી ઘણાની હાલત ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. અકસ્માતની માહિતી મળ્યા બાદ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આસામમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ પાસે નેશનલ હાઈવે ૩૭ પર બાલીજાન ગામ નજીક બની છે જ્યાં બસમાં સવાર ૪૫ લોકો બોગીબીલ વનભોજન માટે વહેલી સવારે અંદાજે ૫ વાગ્યે નીકળ્યા હતા ત્યારે માર્ગેરિટા તરફથી આવતા કોલસા ભરેલા ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. હાલ હાલ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક છે કે મૃત્યુઆંક વધવાની આશંકા છે.

આ દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત નાજુક છે.