Home Blog Page 851

૦૪ જાન્યુઆરી, ૨૦૨૪/ આ રાશિ માટે ખર્ચનું પ્રમાણ અધિક, પ્રતિષ્ઠાને પહોંચશે હાનિ, આ રાશિના જાતકો દુખના દ’હાડા શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

શારિરીક અને માનસિક તકલીફ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરંતુ સાંજ પછી પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ. માન સન્માનમાં વધારો થાય. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ રહે. ભાગ્ય બળવાન બને છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. સાંજ પછી આરોગ્ય સાચવવું.

મિથુનઃ

કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. નોકરીમાં બઢતી સંભવે ધંધાકીયક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. સ્થાવર જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આરોગ્ય જળવાશે.

કર્કઃ

ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સુખ શાંતિ જળવાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સતાવે. ધંધાકીય ક્ષેત્રે વિશ્વાસઘાત ન થાય એની સાવધાની રાખવી.

સિંહઃ

સિધ્ધાંતવાદી વલણ રહે. બેંક બેલેન્સ વધતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ મિલકત અંગે લીધેલા નિર્ણયો ફળદાયી નીવડે. સંતાન સંબંધી ચિંતા રહે.

કન્યાઃ

મન ચંચળ રહે. વિચારો ‌વધારે આવતા જણાય. આર્થિક મોરચે સફળતા. ભાગ્યનો સાથ મળી રહ્યો છે. સ્ત્રી વર્ગ થી લાભ. આરોગ્ય સાચવવું. ખેંચ-વાઇના દર્દી માટે વિશેષ કાળજી જરૂરી છે.

તુલાઃ

ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતો અનુભવાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ વધુ કરવો પડે. પરિવારના સભ્યો સાથે શાંતિથી કામ લેવું. અગત્યના આર્થિક નિર્ણયો મુલતવી રાખવા. સાંજ પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય.

વૃશ્ચિકઃ

લક્ષ્મીજીની કૃપા સમયસર મેળવી શકાશે. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ભાગ્ય સારૂ છે. મિત્રોથી લાભ. સાંજ પછી તમામ બાબતો અંગે સાવચેતી રાખવી.

ધનઃ

કાર્યક્ષેત્રે સફળતા. યશ-પ્રતિષ્‍ઠા વધે. નવી પ્રોપર્ટી કે વાહનની ખરીદી શક્ય બને. આવક અંગે મધ્યમ દિવસ. પત્નિ સાથે ઉગ્રતા ટાળવી. નોકરી-ધંધામાં પ્રગતિ અનુભવી શકાય. મિત્રોનો સાથ સહકાર-મળે સ્વાસ્થ્ય સારૂં રહેશે.

મકરઃ

ભાગ્ય બળવાન છે આથી ઓછી મહેનતે વધુ સફળતા મળે. ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન થાય. સંતાનની સફળતાથી હર્ષ. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદની અનુભૂતિ થાય. હાડકા, કમરના દુઃખાવાથી સાચવવું.

કુંભઃ

ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો. નાણાંની કિંમત સમજવી જરૂરી છે. શેરબજાર તથા પ્રોપર્ટીના કાર્યોમાં લાભ. સંતાન સાથે વાદ. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે. નકારાત્મક વિચારો ટાળવા. સાંજ પછી સુધારો જણાય.

મીનઃ

મનોબળ વધવાને કારણે કાર્યમાં સફળતા મળે. નવી શક્તિનો સંચાર થાય. નાણાંની સરળતા વર્તાય. પત્નિ સાથે આનંદ. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. કોમ્પ્યુટરક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ સફળતા. આરોગ્ય જળવાશે.

આ પણ વાંચો :-

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, SIT નહિ SEBI કરશે તપાસ

જાપાન બાદ હવે અફઘાનિસ્તાનમાં ૩૦ મિનિટમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા

સાક્ષી, બજરંગ, વિનેશ ફોગાટે અને પુનિયા સામે વિરોધ પ્રદર્શન, ૩૦૦થી વધુ પહેલવાનો મેદાને પડ્યાં

0

કુસ્તી વિવાદમાં હવે મોટો ટ્વિસ્ટ આવ્યો છે. 3 મોટા પહેલવાનોની સામે 300થી વધુ પહેલવાનો મેદાને પડ્યાં છે. ભારતીય કુસ્તી ફેડરેશનને લઈને ચાલી રહેલા વિવાદમાં બુધવારે નવો વળાંક આવ્યો. અત્યાર સુધી આંદોલન કરીને પોતાનું સન્માન પરત કરનાર સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ સામે વિરોધ શરૂ થયો છે. બુધવારે જંતર-મંતર પર સેંકડો કુસ્તીબાજો એકઠા થયા હતા અને તેમણે આ ત્રણેયનો વિરોધ કર્યો હતો.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના કથિત જાતીય સતામણી સામે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટના નેતૃત્વમાં વિરોધને કારણે ભારતીય રેસલરો ૨૦૨૩માં કોઈપણ રાષ્ટ્રીય સ્પર્ધામાં રમી શક્યા નહોતા. ઘણા યુવા કુસ્તીબાજો જંતર-મંતર પર એકઠા થયા હતા અને WFI માં ચાલી રહેલા વિવાદમાં યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગની કાર્યવાહી અને હસ્તક્ષેપની માંગ કરી હતી. જણાવી દઈએ કે જંતરમંતર પર સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટ વિરુદ્ધ પ્રદર્શન ચાલુ કર્યું છે. યુપી હરિયાણ અને દિલ્હીથી આવેલા પહેલવાનો વિરોધ કરવા આવ્યા છે.

જુનિયર કુસ્તીબાજોમાં બાગપતના છાપરૌલીના ૩૦૦ લોકો છે. આ ઉપરાંત કેટલાક લોકો નરેલાની વિરેન્દ્ર રેસલિંગ એકેડમીમાંથી પણ આવ્યા છે. એટલું જ નહીં, આ લોકોનું કહેવું છે કે, અહીં કેટલાક વધુ રેસલર આવી રહ્યા છે. તેઓએ જંતર-મંતર પર વિરોધ કરવાનો નિર્ણય કર્યો, જ્યાં સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ એક મહિનાથી વધુ સમયથી રોકાયા હતા.

થોડા દિવસો પહેલા મહિલા રેસલર વિનેશ ફોગટને પીએમ ઓફિસ જતી વખતે અટકાવવામાં આવી હતી. તે પીએમઓને અર્જુન એવોર્ડ પરત કરવા જઈ રહી હતી. આવી સ્થિતિમાં ખેલાડીએ કર્તવ્ય પથ ઉપર અર્જુન એવોર્ડ છોડી દીધો. આ પહેલા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો હતો. આ મહિનાની ૨૨મી તારીખે બજરંગ પુનિયાએ તેમનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો હતો. તેણે પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો. સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કર્યા પછી બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પરત કર્યું.

આ પણ વાંચો :-

બીજી ટેસ્ટમાં સિરાજનો સપાટો, સાઉથ આફ્રિકા ફક્ત ૫૫ રનમાં ઓલઆઉટ

0

સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકન ટીમનો ધબકડો થયો છે. ભારતીય બોલરોના ઘાતક સ્પેલ સામે સાઉથ આફ્રિકાની ટીમે હાથ અદ્ધર કરી દીધા છે. ટીમ માત્ર ૫૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતીય ફાસ્ટ બોલર સીરાજ સામે સાઉથ આફ્રિકાની ટીમ ઘૂંટણીએ પડી જતાં પહેલી ઈનિંગ માત્ર ૫૫ રનના સ્કોરે સમેટાઈ ગઈ છે. મોહમ્મદ સિરાજે ૧૫ રનમાં ૬ વિકેટ ઝડપીને પોતાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. સાઉથ આફ્રિકાની ટીમ લંચબ્રેક પહેલા જ ઓલઆઉટ થઈ ગયું છે.

ટેસ્ટ ઈતિહાસમાં ભારતીય ટીમ સામે આફ્રિકન ટીમનો એક જ દાવમાં આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમે નવેમ્બર ૨૦૧૫માં ભારત સામે સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. ત્યારપછી નાગપુર ટેસ્ટમાં આફ્રિકાની ટીમ ૭૯ રનમાં સમાઈ ગઈ હતી. તે મેચમાં સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને પ્રથમ દાવમાં ૫ અને બીજી ઈનિંગમાં ૭ વિકેટ ઝડપી હતી. તેમજ ઘરઆંગણે પણ ભારત સામે સાઉથ આફ્રિકાની ટીમનો આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા યજમાન આફ્રિકાએ ડિસેમ્બર ૨૦૧૬માં ભારત સામે સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ જોહાનિસબર્ગમાં આફ્રિકન ટીમ ૮૪ રનમાં સમેટાઈ ગઈ હતી. તે મેચમાં ઝડપી બોલર એસ શ્રીસંતે પ્રથમ દાવમાં ૫ અને બીજી ઈનિંગમાં ૩ વિકેટ ઝડપી હતી.

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ અને મુકેશ કુમાર.

આ પણ વાંચો :-

‘શું કરી લેશો તમે? તમારી શું ઔકાત છે?’ હડતાળ પર ઉતરેલા ડ્રાઈવર સામે કલેક્ટરે માફી માંગી

0

હિટ એન્ડ રન કાયદાને કારણે ટ્રક ડ્રાઈવર્સ હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે એવામાં મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના કલેક્ટર અને ટ્રક ડ્રાઈવરો વચ્ચેની વાતચીતનો વિડીયો ચર્ચામાં આવ્યો છે. આ વીડિયો ટ્રક ડ્રાઈવરો સાથેની મીટિંગનો છે. જેમાં જોઈ શકાય છે કે મીટિંગ દરમિયાન કલેક્ટર કિશોર કન્યાલ પોતાનો ગુસ્સો ગુમાવી બેસે છે અને એક ડ્રાઈવરને પૂછે છે કે, ‘શું કરી લેશો તમે? તમારી શું ઔકાત છે?’ આના પર ડ્રાઈવરે તેને બેફામ જવાબ આપ્યો કે, તેઓ એટલા માટે જ લડી રહ્યા છે કે તેમની કોઈ ઔકાત નથી.

ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃતલાલ મદને જણાવ્યું હતું કે, બેઠકમાં કહ્યું કે, ડ્રાઈવર ભાઈઓ તમે અમારા સૈનિક છો. અમે નથી ઈચ્છતા કે તમને કોઈ તકલીફ પડે. બેઠકમાં તેમણે કહ્યું કે, જ્યાં સુધી ફરી બેઠક નહી થાય ત્યાં સુધી ૧૦ વર્ષની સજા અને દંડનો કાયદો હમણાં લાગુ નહી થાય.

કલેકટરે કિશોર કન્યાલ કહ્યું કે, આ બેઠક ટ્રક ડ્રાઇવરો તેમના પ્રશ્નોને લોકશાહી ઢબે ઉઠાવી શકે તે માટે યોજવામાં આવી હતી, પરંતુ તેમાંથી એક વ્યક્તિ અન્ય લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે આંદોલનને ઉગ્ર બનવાની ચીમકી આપી રહ્યો હતો. જેથી મેં આ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય, તો હું ખેદ વ્યક્ત કરું છું.

ભારતીય ન્યાય સંહિતાના હિટ એન્ડ રનના નવા કાયદા મુજબ જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને ૧૦ વર્ષની સજા અને દંડ જોગવાઈ કરાઈ હતી. જે કાયદા બદલ દેશ સહિત ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હળતાળની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર થઈ હતી. ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા હતા. જેને લઈ આજે સરકાર અને ટ્રક ચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં હમણા આ કાયદો લાગુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

UAEનો પાસપોર્ટ દુનિયામાં સૌથી શક્તિશાળી, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ?

0

વર્ષ ૨૦૨૪ની શરૂઆત થતાં જ વૈશ્વિક નાગરિકતા નાણાકીય સલાહકાર ફર્મ આર્ટન કેપિટલ એ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે પાસપોર્ટ ઈન્ડેક્સ બહાર પાડ્યો છે. આ ઈન્ડેક્સમાં સંયુક્ત આરબ અમીરાતના પાસપોર્ટને સૌથી પાવરફુલ (શક્તિશાળી) પાસપોર્ટ માનીને પ્રથમ સ્થાન આપ્યું છે. સંયુક્ત આરબ અમીરાતના પાસપોર્ટનો મોબિલિટી સ્કોર ૧૮૦ છે અને આ પાસપોર્ટ સૌથી શક્તિશાળી ટ્રાવેલ ડોક્યુમેન્ટ બન્યું છે.

આર્ટન કેપિટલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતના પાસપોર્ટની વૈશ્વિક રેન્કિંગ ૬૬માં સ્થાને નિર્ધારિત કરવામાં આવી છે. ભારતીય પાસપોર્ટનો મોબિલિટી સ્કોર ૭૭ છે, એટલે કે પાસપોર્ટ ધારકો ૭૭ દેશોમાં મુસાફરી કરી શકે છે. ભારતીય પાસપોર્ટ ધારકો ૨૪ દેશોમાં વિઝા વિના પ્રવેશ કરી શકે છે. આ સાથે જ પાકિસ્તાને આ યાદીમાં સૌથી નીચેના દેશોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

૪૫૦માં ગેસ સિલિન્ડર અને મહિલા સમ્માન નિધિ આપવાની માંગ સાથે સુરતમાં આપના ઉગ્ર દેખાવો

0

ભાજપ રાજમાં આકાશ આંબતી મોંધવારીમાંથી ગુજરાતની જનતાને રાહત અપાવવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જનહિતની યોજનાઓની જાહેરાત કરી હતી, તે સમય પર ભાજપ નેતા તેને મધ્યપ્રદેશમાં ૪૫૦ રૂપિયામાં ગેસ સિલિન્ડર અને મહિલાઓને પ્રતિ મહિને ૧૦૦૦ આપી રહી છે, બીજી બાજુ ગુજરાતમાં ૨૮ વર્ષથી ભાજપ સરકાર છે, પરંતુ ગુજરાતના લોકોને અને ખાસ કરીને ગુજરાતી મહિલાઓને ભાજપ સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી.

સુરતમાં આમ આદમીના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં જે રીતે ગેસના બાટલા ૪૫૦ રૂપિયામાં આપવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં પણ એ જ રીતે ગેસના બાટલા સસ્તામાં આપવામાં આવે તેવી માગ સાથે રેલીઓ યોજી ધરણા કરવામાં આવ્યા હતાં. જેથી પોલીસ દ્વારા ૩૦ જેટલા કાર્યકરો-નેતાઓની ટીંગાટોળી કરીને અટકાત કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી સુરતના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના શહેર પ્રમુખ અને અન્ય નેતાઓ અને કાર્યકરો દ્વારા હાથમાં કટઆઉટ લઈને અલગ અલગ રેલીઓ યોજીને હીરાબાગ વિસ્તારમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.

સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે, દેશમાં બધે સમાન કાયદા લાગે છે તો લાભ પણ સમાન મળવા જોઈએ. રાજસ્થાન સહિતના રાજ્યોમાં ગેસ સસ્તો અપાય છે તો ગુજરાતમાં કેમ નહિં. સાથે જ મહિલાઓને પણ સમાન કામના સમાન વેતન મળવા જોઈએ. આ સહિતના મુદ્દા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

ડિંડોલી વિસ્તારમાં ૫ વર્ષીય બાળકને ટ્રકે અડફેટે આવતાં એક હાથ છુટ્ટો પડી ગયો

0

સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ દોડતી ટ્રકના ચાલકે એક ૫ વર્ષીય બાળકને અડફેટે લીધો હતો. બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ છુટ્ટો પડી ગયો હતો. ત્યાર બાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એકના એક દીકરાની હાલત જોઈને માતા ભાંગી પડી હતી. જોકે હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

ડિંડોલી વિસ્તારમાં ૫ વર્ષીય બાળકને ટ્રકે અડફેટે લીધો હતો. બાળકનું નામ ગૌરવ જ્ઞાન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દુર્ઘટનામાં બાળકનો હાથ કપાયો હતો. જેથી બાળકને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બાળક ભગવાનના મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી.સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાળકનો હાથ છુટ્ટો પડી ગયો છે. જેને પરિવાર સાથે જ લઈને આવ્યું હતું. બાળકના માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી ત્રણ ટાંકા લેવા પડ્યા છે. જ્યારે જમણા પગે અને બંને હાથે ઇજાઓ થઇ છે. આ સાથે જ ડાબા પગમાં ફ્રેકચર થઈ ગયું છે.હાલ તો બાળકને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યું છે. બાળક ખૂબ જ હિમ્મત વાળું છે.

આ પણ વાંચો :-

સુખદેવ સિંહની હત્યા કેસમાં મોટી કાર્યવાહી, NIAના રાજસ્થાન સહિત ચાર રાજ્યોમાં દરોડા

0

રાજસ્થાનના જયપુરમાં થયેલી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)એ મોટી કાર્યવાહી કરી છે. NIA ના અધિકારીઓએ રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં ૩૧ સ્થળો પર દરોડા પડ્યા છે.

જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કેસમાં તપાસ એજન્સીની કાર્યવાહી ચાલી રહી છે.બુધવારે સવારે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં હરિયાણા અને રાજસ્થાનમાં ૩૧ સ્થળોએ દરોડા પાડ્યા હતા. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે.

ગોગામેડીની હત્યાનો કેસ તાજેતરમાં NIAને સોંપવામાં આવ્યો હતો. જયપુરમાં ગોગામેડીની હત્યાને અંજામ આપનારા બંને શૂટરોને રાજસ્થાન પોલીસે દિલ્હી પોલીસની મદદથી ચંદીગઢથી પકડી પાડ્યા હતા. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગોગામેડીની હત્યાની તપાસની જવાબદારી NIAને સોંપી હતી. કરણ કે કરણી સેનાના વડાની હત્યામાં ઘણા હાઇ પ્રોફાઇલ ગેન્ગસ્ટર સામેલ છે. NIAએ શકમંદોની પૂછપરછ પણ કરી હતી. રાજસ્થાન સહિત ચાર રાજ્યોમાં હાલમાં ચાલી રહેલા દરોડા શૂટરોની પૂછપરછ પર આધારિત છે. NIA અધિકારીઓ ૩૧ સ્થળોએ હાજર છે.

આ પણ વાંચો :-

જાપાન બાદ હવે અફઘાનિસ્તાનમાં ૩૦ મિનિટમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા

0

જાપાન બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ માત્ર 30 જ મિનિટમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ માપવામાં આવી હતી. જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા ૪.૮ હતી. પહેલો ભૂકંપ મોડી રાત્રે ૫૨ સેકન્ડે આવ્યો હતો. આ આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ની તીવ્રતા માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં ૮૦ કિમી ઊંડે હતું. તેનું સ્થાન ફૈઝાબાદના ૧૨૬ પૂર્વમાં હતું.

અગાઉ પણ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અફઘાનિસ્તાનમાં એક દિવસમાં પાંચ વખત ભૂકંપ આવ્યો હતો. જેમાં ૧૫ લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાન ઉચ્ચપ્રદેશ પર આવેલું છે. જેથી ત્યાં વારંવાર ભૂકંપ આવતા રહે છે. તેમજ ત્યાં વધુ ગરીબીને કારણે લોકો માટીના મકાનોમાં રહે છે. જે ભૂકંપના કારણે ઝડપથી તૂટી જાય છે.

પશ્ચિમ જાપાનમાં ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકા ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયા હતા. ભૂકંપ આવતાની સાથે જ ત્સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. ત્સુનામી ચેતવણીને પગલે લોકોને શક્ય તેટલી વહેલી તકે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવા જણાવ્યું હતું.

દોડતી વાનમાંથી લાજ બચાવવા બે વિદ્યાર્થિનીઓએ છલાંગ મારી

0

છોટા ઉદેપુરમાં નવા વર્ષના બીજા દિવસે જ સભ્ય સમાજને અપમાનિત કરતી ઘટના સામે આવી હતી. વિગતો મુજબ પીકઅપ વાનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતા તે ચાલુ વાહનમાં કુદી પડી હતી. જેમાં ૨ વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી રીફર કરાઈ છે. આ તરફ હવે પીકઅપ ચાલકની અટકાયત કરાઇ છે. આ સાથે ચાલકના સાથીઓની શોધખોળ હાથ ધરાઇ છે.

છોટા ઉદેપુર જિલ્લાના કોસીંદ્રામાં આવેલા કુંડીયા ગામની ૬ વિદ્યાર્થિનીઓ શ્રી ટી.વી વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. શાળામાંથી છૂટ્યા બાદ તેઓ ખાનગી જીપમાં ઘરે આવવા માટે નીકળી હતી. આ દરમિયાન જીપમાં અંદર બેઠેલી વ્યક્તિઓ આ વિદ્યાર્થિનીઓની છેડતી શરૂ કરી દીધી હતી. જેથી ગભરાઈને બાળકીઓએ ચાલુ જીપમાંથી નીચે કૂદકો મારી દીધો હતો. જેમાં ચાર વિદ્યાર્થિનીઓને નસવાડી CHCમાં સારવાર માટે ખસેડવામાં આવી.

પીક્અપ જીપમાં આગળની કેબિનમાં ડ્રાઇવર સહિત ત્રણ તેમજ પાછળ બે અન્ય વ્યક્તિઓ બેઠી હતી. વિદ્યાર્થિનીઓ બેસી ગયા બાદ ડ્રાઇવરે ગાડી પૂરપાટઝડપે ભગાવી હતી. ચાલુ ગાડીમાંથી જ કેબિનમાં બેસેલી બે વ્યક્તિઓ પાછળની સાઇડ પર આવી અને આમ કુલ ચાર શખ્સોએ ભેગા મળીને વિદ્યાર્થિનીના શરીરના ભાગે અડપલા કરવાનું શરુ કર્યું. ચાલુ ગાડીમાં જ છેડતી થતાં વિદ્યાર્થિનીઓએ પોતાને બચાવવા બૂમાબૂમ શરુ કરી હતી.

આ પણ વાંચો :-