બીજી ટેસ્ટમાં સિરાજનો સપાટો, સાઉથ આફ્રિકા ફક્ત ૫૫ રનમાં ઓલઆઉટ

Share this story

સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકન ટીમનો ધબકડો થયો છે. ભારતીય બોલરોના ઘાતક સ્પેલ સામે સાઉથ આફ્રિકાની ટીમે હાથ અદ્ધર કરી દીધા છે. ટીમ માત્ર ૫૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતીય ફાસ્ટ બોલર સીરાજ સામે સાઉથ આફ્રિકાની ટીમ ઘૂંટણીએ પડી જતાં પહેલી ઈનિંગ માત્ર ૫૫ રનના સ્કોરે સમેટાઈ ગઈ છે. મોહમ્મદ સિરાજે ૧૫ રનમાં ૬ વિકેટ ઝડપીને પોતાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. સાઉથ આફ્રિકાની ટીમ લંચબ્રેક પહેલા જ ઓલઆઉટ થઈ ગયું છે.

ટેસ્ટ ઈતિહાસમાં ભારતીય ટીમ સામે આફ્રિકન ટીમનો એક જ દાવમાં આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમે નવેમ્બર ૨૦૧૫માં ભારત સામે સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. ત્યારપછી નાગપુર ટેસ્ટમાં આફ્રિકાની ટીમ ૭૯ રનમાં સમાઈ ગઈ હતી. તે મેચમાં સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને પ્રથમ દાવમાં ૫ અને બીજી ઈનિંગમાં ૭ વિકેટ ઝડપી હતી. તેમજ ઘરઆંગણે પણ ભારત સામે સાઉથ આફ્રિકાની ટીમનો આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા યજમાન આફ્રિકાએ ડિસેમ્બર ૨૦૧૬માં ભારત સામે સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ જોહાનિસબર્ગમાં આફ્રિકન ટીમ ૮૪ રનમાં સમેટાઈ ગઈ હતી. તે મેચમાં ઝડપી બોલર એસ શ્રીસંતે પ્રથમ દાવમાં ૫ અને બીજી ઈનિંગમાં ૩ વિકેટ ઝડપી હતી.

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ અને મુકેશ કુમાર.

આ પણ વાંચો :-