૪૫૦માં ગેસ સિલિન્ડર અને મહિલા સમ્માન નિધિ આપવાની માંગ સાથે સુરતમાં આપના ઉગ્ર દેખાવો

Share this story

ભાજપ રાજમાં આકાશ આંબતી મોંધવારીમાંથી ગુજરાતની જનતાને રાહત અપાવવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જનહિતની યોજનાઓની જાહેરાત કરી હતી, તે સમય પર ભાજપ નેતા તેને મધ્યપ્રદેશમાં ૪૫૦ રૂપિયામાં ગેસ સિલિન્ડર અને મહિલાઓને પ્રતિ મહિને ૧૦૦૦ આપી રહી છે, બીજી બાજુ ગુજરાતમાં ૨૮ વર્ષથી ભાજપ સરકાર છે, પરંતુ ગુજરાતના લોકોને અને ખાસ કરીને ગુજરાતી મહિલાઓને ભાજપ સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી.

સુરતમાં આમ આદમીના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં જે રીતે ગેસના બાટલા ૪૫૦ રૂપિયામાં આપવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં પણ એ જ રીતે ગેસના બાટલા સસ્તામાં આપવામાં આવે તેવી માગ સાથે રેલીઓ યોજી ધરણા કરવામાં આવ્યા હતાં. જેથી પોલીસ દ્વારા ૩૦ જેટલા કાર્યકરો-નેતાઓની ટીંગાટોળી કરીને અટકાત કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી સુરતના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના શહેર પ્રમુખ અને અન્ય નેતાઓ અને કાર્યકરો દ્વારા હાથમાં કટઆઉટ લઈને અલગ અલગ રેલીઓ યોજીને હીરાબાગ વિસ્તારમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.

સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે, દેશમાં બધે સમાન કાયદા લાગે છે તો લાભ પણ સમાન મળવા જોઈએ. રાજસ્થાન સહિતના રાજ્યોમાં ગેસ સસ્તો અપાય છે તો ગુજરાતમાં કેમ નહિં. સાથે જ મહિલાઓને પણ સમાન કામના સમાન વેતન મળવા જોઈએ. આ સહિતના મુદ્દા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-