જાપાન બાદ હવે અફઘાનિસ્તાનમાં ૩૦ મિનિટમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા

Share this story

જાપાન બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ માત્ર 30 જ મિનિટમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ માપવામાં આવી હતી. જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા ૪.૮ હતી. પહેલો ભૂકંપ મોડી રાત્રે ૫૨ સેકન્ડે આવ્યો હતો. આ આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ની તીવ્રતા માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં ૮૦ કિમી ઊંડે હતું. તેનું સ્થાન ફૈઝાબાદના ૧૨૬ પૂર્વમાં હતું.

અગાઉ પણ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અફઘાનિસ્તાનમાં એક દિવસમાં પાંચ વખત ભૂકંપ આવ્યો હતો. જેમાં ૧૫ લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાન ઉચ્ચપ્રદેશ પર આવેલું છે. જેથી ત્યાં વારંવાર ભૂકંપ આવતા રહે છે. તેમજ ત્યાં વધુ ગરીબીને કારણે લોકો માટીના મકાનોમાં રહે છે. જે ભૂકંપના કારણે ઝડપથી તૂટી જાય છે.

પશ્ચિમ જાપાનમાં ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકા ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયા હતા. ભૂકંપ આવતાની સાથે જ ત્સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. ત્સુનામી ચેતવણીને પગલે લોકોને શક્ય તેટલી વહેલી તકે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવા જણાવ્યું હતું.