Home Blog Page 815

દિલ્હીના શાસ્ત્રીનગરની રહેણાંક બિલ્ડીંગમાં ભીષણ આગ, ચાર લોકોના મોત

0

દિલ્હીના શાસ્ત્રી નગર વિસ્તારમાં ચાર માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાની માહિતી મળી હતી. આ મામલે ફાયરબ્રિગેડને જાણકારી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ચાર ફાયરબ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્સ તથા પીસીઆર વાન ઘટનાસ્થળે મોકલી દેવાઈ હતી. આ ભયંકર આગમાં બે બાળકો સહીત ચાર લોકોના મોત નીપજ્યા છે.

એક અધિકારીએ જણાવ્યું કે પીડિતોની ઓળખાનમાં મનોજ ભાઈ અને તેમની પત્ની સુમન બેન અને પાંચ વર્ષ નો દીકરી અને ત્રણ વર્ષની દીકરી અને પાંચ વર્ષની દીકરી ગૂંગળામણને કારણે મોત નીપજ્યું, સ્થાનિક લોકો તાત્કાલિક ફાયર વિભાગ અને પોલિસ સ્ટેશનમાં જાણ કરવામાં આવ્યું હતું.

સ્થાનિક લોકો જણાવ્યા કે પતિ-પત્ની અને બે બાળકોના ગૂંગળામણને કારણે મોત નીપજ્યું છે. વધુ તપાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ, જે બિલ્ડીંગમાં આગ લાગી એ ચાર માળની છે, બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કાર પાર્કિંગની સુવિધા છે.

પહેલા પાર્કિંગમાં આગ લાગી હતી અને ત્યાર બાદ ધુમાડો આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગયો હતો. જે બિલ્ડીંગમાં આગ લાગી તે એક સાંકડી ગલીમાં આવેલી હોવાથી ફાયર વિભાગને બચાવ કામગીરી હાથ ધરવામાં મુશ્કેલી થઇ હતી. ફાયર વિભાગે બિલ્ડિંગમાંથી ૯ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેમને હેડગેવાર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આગ લાગવા પાછળના કારણોની હજુ તપાસ ચાલી રહી છે.

ભાજપે મુકેશ દલાલની પસંદગી કરીને સુરતીઓનું રાજકીય ગૌરવ જાળવી રાખ્યું

  • બી.કોમ., એમબીએ, એલએલબીની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા મુકેશ દલાલ ભાજપનાં ઉદયકાળથી ભાજપને વફાદાર હોવા ઉપરાંત રાજકીય અને વહિવટી કુશળતાનો લાંબો અનુભવ ધરાવે છે
  • સુરત શહેર ભાજપનાં મહામંત્રી મુકેશ દલાલ અગાઉ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિ સહિત અનેક હોદ્દા ઉપર ફરજ બજાવી ચૂક્યા છે, સુરત પીપલ્સ બેંકનાં ચેરમેન, સાર્વજનિક એજ્યુકેશન યુનિ.નાં મેનેજિંગ કમિટિનાં સભ્ય ઉપરાંત ફિઝિયોથેરાપી અને નર્સિંગ કોલેજ પણ ચલાવે છે
  • સ્વભાવે નિખાલસ, વાત કરવામાં અદલ ‘સુરતી’ અને ફિલ્મી ગીતો ગાવાના અને ફિલ્મી ઈતિહાસનાં શોખીન મુકેશ દલાલ હવે લોકસભામાં સાંભળવા મળશે
  • સુરતની બેઠક તળસુરતીને જ મળવી જોઈએ એવો ખુદ વડાપ્રધાન મોદીનો આગ્રહ હતો અને આ આગ્રહ ફરી વખત તેમણે જાળવી રાખ્યો

આખરે નસીબના બળિયા મુકેશ દલાલ ઉપર ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ કળશ ઢોળીને સુરત બેઠક માટે ટિકિટ ફાળવીને મુકેશ દલાલનાં કદમાં રાતોરાત વધારો કરી દીધો હતો. સુરત બેઠક સુરતી ઉમેદવારને જ ફાળવવી એવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હંમેશા આગ્રહ રહ્યો છે. આ બેઠક માટે વર્તમાન સાંસદ દર્શના જરદોશ અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા, પૂર્વમંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીનાં નામ ચર્ચામાં હતા, પરંતુ લાંબા સમીકરણોનાં અંતે મુકેશ દલાલનાં નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

મુકેશ દલાલની સાથે-સાથે વલસાડ બેઠક માટે પસંદ કરાયેલા ધવલ પટેલનું રાજકીય કાર્યક્ષેત્ર વલસાડ હશે, પરંતુ તેઓ સુરતમાં વસવાટ કરતાં હોવાથી ખરેખર તો સુરતમાં સી.આર. પાટીલ, મુકેશ દલાલ, ધવલ પટેલ અને ગોવિંદ ધોળકિયા મળીને ચાર સાંસદો મળશે.
મુકેશ દલાલ તળસુરતી અને મોઢવણિક સમાજમાંથી આવે છે અને પાછલાં દાયકાઓથી રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. કદાચ સુરત શહેરનાં રાજકીય પદાધિકારીઓ, હોદ્દેદારોમાં મુકેશ દલાલ સૌથી વધુ શિ‌િક્ષત અને વહીવટકુશળ હશે. બીજું એવું પણ કહી શકાય કે, મુકેશ દલાલની પસંદગી પાછળ તેમની સી.આર. પાટીલ પ્રત્યેની વફાદારી એક ચોક્કસ કારણ માનવું પડે.

મુકેશ દલાલ ભાજપનાં કોઈ જૂથ સાથે જોડાયેલા નથી. તેઓ આજીવન ભાજપનાં કાર્યકર રહ્યા છે. ભાજપ વિપક્ષ હતો ત્યારે પણ મુકેશ દલાલ હંમેશા પક્ષને વફાદાર રહ્યાં છે. ખરેખર ભાજપે મુકેશ દલાલને પસંદ કરીને યથાયોગ્ય નિર્ણય લીધો છે. મુકેશ દલાલ સુરત મહાપાલિકાની ખૂબ જ મહત્ત્વની ગણાતી સ્ટે‌િન્ડંગ કમિટિનાં ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં સુરત શહેર ભાજપનાં મહામંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. વાદવિવાદથી હંમેશા દૂર રહેવામાં માનતા મુકેશ દલાલ ઘણી વખત ભાજપ કાર્યાલયમાં મજાક માટે કેન્દ્ર પણ બની જતા હતા. મુકેશ દલાલને ક્યારેય પણ કોઈએ ગુસ્સે થતા જોયા નહીં હોય અને તેમ છતાં તેઓ હંમેશા પક્ષની વિચારધારાને વળગી રહ્યા છે. દેખાવે અને સ્વભાવે શાંત લાગતા મુકેશ દલાલનો અભ્યાસ અને અનુભવની જેને ખબર છે તેઓને મુકેશ દલાલની કાર્યક્ષમતાનો ચોક્કસ અંદાજ છે. પરંતુ જેઓ માત્ર ભાજપના અગ્રણી તરીકે ઓળખે છે તેને મુકેશ દલાલની પ્રતિભા વિશે ભાગ્યે જ ખ્યાલ હશે. મુકેશ ચંદ્રકાંત દલાલ બી.કોમ., એમ.બી.એ. (વીથ ફાયનાન્સ એન્ડ કોમ્પ્યુટર ઈન્ફોર્મેશન સિસ્ટમ), એલએલબી (વીથ ટેકેસેશન)ની શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને એટલો જ બહોળો વ્યાપારી અનુભવ ધરાવે છે. તેમનો મૂળભૂત વ્યવસાય આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેક્‍ચ‌િરંગ અને યાર્ન ડીલર્સનો છે. તેઓ ૧૯૮૧થી એટલે કે ભાજપના સ્થાપનાકાળથી ભાજપ સાથે સંકળાયેલા છે.

તેમણે રાજકીય કાર‌િકર્દી દરમિયાન પક્ષના અનેક હોદ્દાઓ સંભાળ્યા છે અને ૨૦૦૫થી ૨૦૨૦ સતત ત્રણ ટર્મ સુરત મહાપાલિકાનાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈને મહાપાલિકાની સૌથી મહત્ત્વની સ્ટે‌િન્ડંગ કમિટિનાં ચેરમેન પદે રહીને સુરતના માળખાગત વિકાસનો પાયો નાંખ્યો હતો. આ ઉપરાંત જાહેર બાંધકામ, ટાઉન પ્લા‌િનંગ, પાણી કમિટિ અને કાયદા કમિટિમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.

જ્યારે દ‌િક્ષણ ગુજરાતની સૌથી મોટી અને ગુજરાતની ત્રીજા નંબરની સુરત પીપલ્સ સહકારી બેંકના ડિરેક્ટર અને બેંકના પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. કદાચ, જાણીને નવાઈ લાગશે કે મુકેશ દલાલે ભૂતકાળમાં સુરત પીપલ્સ બેંકમાં ક્લાર્ક તરીકે પણ નોકરી કરી હતી.
આ ઉપરાંત સુરતની અગ્રેસર શૈક્ષણિક સંસ્થા અને હાલમાં યુનિવર્સિટીનો દરજ્‍જો ભોગવતી સુરત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં મેને‌િજ‌‍ંગ કમિટિ ઉપરાંત અન્ય કમિટિઓમાં સ્થાન ભોગવી ચૂક્યા છે. વળી લુથરા એમબીએ કોલેજ, કે.પી. કોમર્સ કોલેજ અને બીઆરસીએમ કોલેજ, એસપીબી ઈંગ્લીશ કોલેજના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
આનાથી પણ આગળ વધીને તેઓ ફિઝિયોથેરાપી અને નર્સિંગ કોલેજ પણ ચલાવે છે. તેની એડવાઈઝરી કમિટિનાં સભ્ય પણ છે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ સાથે પણ વર્ષોથી સંકળાયેલા છે.

મુકેશ દલાલની આવી બધી લાયકાતો અને અનુભવો વિશે ભાગ્યે જ કોઈને અંદાજ હશે. ભાજપ કાર્યાલયમાં બેસતા તેમના સહયોગીઓને પણ મુકેશ દલાલની ક્ષમતાઓનો અંદાજ નહીં હોય. વહેવારમાં હંમેશા નિરભિમાની અને છેવાડાની વ્યક્તિ સાથે ફૂટપાથ ઉપર ઊભા રહીને પણ વાત કરવામાં નાનમ ન અનુભવતા મુકેશ દલાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ નિકટના સંબંધો ધરાવે છે. થોડા સમય પહેલા વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે આવ્યા હતા ત્યારે એરપોર્ટ ઉપર મુકેશ દલાલની મીઠી મશ્કરી પણ કરવા સાથે મુકેશ દલાલે પહેરેલી ભાજપની ટોપી સરખી કરી આપી હતી.

એક નખ‌િશખ સુરતી તરીકે મુકેશ દલાલની સુરત બેઠક માટે પસંદ કરીને નરેન્દ્ર મોદીએ સુરતની બેઠક સુરતીને જ મળવી જોઈએ એવો આગ્રહ જાળવી રાખ્યો છે.

અગાઉ દર્શના જરદોશની પસંદગી વખતે પણ સુરતી ઉમેદવાર તેમનો સૌથી પહેલો માપદંડ રહ્યો હતો અને દર્શના જરદોશની અન્ય લાયકાતો હતી જ? પરંતુ ‘સુરતી’ તરીકે તેમની લાયકાત સૌથી પહેલી હતી.
સુરત શહેરનો મેયર પણ ‘સુરતી’ જ હોવો જોઈએ, આવો નરેન્દ્ર મોદીનો ભૂતકાળમાં પણ આગ્રહ હતો. પરંતુ બદલાયેલા રાજકીય સંજોગો અને અન્ય સમીકરણોને કારણે મેયરપદે ‌િબનસુરતીની પસંદગી થતી આવી છે.
અંતમાં સુરત બેઠક માટે ઘણા દાવેદાર હતા, પરંતુ ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ તળસુરતી ઉમેદવાર પસંદ કરીને ખરેખર સુરત સાથે ન્યાય કર્યો છે અને ભાજપને વરેલા સુરતીઓ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનાં ગણિત અને અપેક્ષા પ્રમાણે મુકેશ દલાલને પાંચ લાખ કરતાં વધુ લીડથી ચોક્કસ વિજેતા બનાવશે એવું ચૂંટણીઓની જાહેરાત પૂર્વે આજના તબક્કે ચોક્કસ કહી શકાય.
અત્રે ઉલ્લેખનિય છે કે, જ્યારે ભાજપ ક્યાંય સત્તા સ્થાને નહોતો ત્યારે સુરત મનપામાં સૌપ્રથમ ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું હતું.

આ પણ વાંચો :-

અશ્લીલ કન્ટેન્ટ વિરુદ્ધ મોદી સરકાર એકશનમાં, ૧૮ OTT પ્લેટફોર્મ પર મૂકાયો પ્રતિબંધ

0

કેન્દ્ર સરકારે ફરી એકવાર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. આ વખતે વેબસાઈટ, એપ્સ સહિત ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ફરી એક વખત ડિજિટલ સ્ટ્રાઈક કરતા ૧૮ OTT પ્લેટફોર્મ્સ, ૧૯ વેબસાઈટ, ૧૦ એપ્સ સહિત ૫૭ સોશિયલ મીડિયા બેન્ડલ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું કે, આ OTT પ્લેટફોર્મ્સ પર વાંધાજનક કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યા હતા. આ એપ્સને Gooogle Play Store અને Apple App Store પરથી હટાવી દેવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ ૧૮ OTT પ્લેટફોર્મ્સને અશ્લીલ કન્ટેન્ટ હટાવવા માટે અનેક વખત ચેતવણી જારી કરી હતી.

જે ૧૮ OTT એપ્સને હટાવી દેવામાં આવી છે તેમાં Dreams Films, Voovi, Yessma, Uncut Adda, TriFlicks, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix અને PrimePlay .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર દ્વારા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, ૨૦૦૦ની જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પગલું ભરતા પહેલા, સરકારી મંત્રાલયો/વિભાગોએ મીડિયા અને મનોરંજન નિષ્ણાતો, મહિલા અધિકારોની જાણકારી ધરાવતા નિષ્ણાતો અને બાળ અધિકારો પર કામ કરતા લોકોની સલાહ લીધી છે.

આ પ્રતિબંધિત એપમાંથી એક એપને ગૂગલ પ્લે સ્ટોર પર ૧ કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. ત્યારે અન્ય બે એપ્સને ૫૦ લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. આ એપ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ(ટ્વિટર) અને યુટ્યુબ પર અશ્લીલ સામગ્રીવાળી ફિલ્મોના ટ્રેલર પ્રસારિત કરી રહી હતી. આવા ૫૭ સોશિયલ મીડિયા હેન્ડલને પણ બ્લોક કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

કોરોના મહામારી પછી લોકોના સરેરાશ આયુષ્ય ૧.૬ વર્ષ ઘટ્યું, જાણો ધ લેન્સેટ જર્નલ શું કહ્યું ?

કોરોના મહામારી પછી લોકોના જીવનમાં ઘણુ પરિવર્તન આવ્યુ છે. જીવનશૈલીમાં બદલાવ થયો છે તેની સાથે આયુષ્યમાં પણ નોધપાત્ર ઘટાડો થયો છે. આજે દુનિયામાં લોકો પહેલાની સરખામણીએ ઓછુ જીવી રહ્યા છે. સરેરાશ આયુષ્ય ૭૩ વર્ષ હતુ. પરંતુ કોરોના મહામારીને કારણે લોકોનું આયુષ્ય ઘટ્યુ છે. જિંદગીમાં ૧.૬ વર્ષનો ઘટાડો થયો છે. આ માહિતી ધ લેન્સેટ જર્નલ દ્વારા કરાયેલા સંશોધનમાં સામે આવી છે.

New Corona Virus made up of omicron and delta: વૈજ્ઞાનિકોનું કહેવું છે કે  ડેલ્ટા ઔપ ઓમિક્રોનથી બનેલો નવો વાયરસ કેટલો ખતરનાક છે. તેને લઈને ઘણા અભ્યાસ  ચાલી રહ્યા ...નિષ્ણાતો કહે છે કે આ કોવિડની સૌથી ગંભીર આડઅસર છે. આ અભ્યાસ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ દરમિયાન કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ સમયગાળા દરમિયાન ૮૪ ટકા દેશોમાં આયુષ્યમાં ઘટાડો થયો હતો.મેક્સિકો સિટી, પેરૂ અને બોલિવિયા જેવા સ્થળો વધુ પ્રભાવિત થયા હતા. કોરોનાએ લોકોના સ્વાસ્થ્યને ગંભીર રીતે જોખમ પહોચાડ્યુ છે. જેમાં પણ કોરોના મહામારીએ વૈશ્વિક સ્તરે લોકોના સ્વાસ્થ્યને પ્રભાવિત કર્યાનું જાણવા મળ્યું છે. સંક્રમણમાં આવેલા લાખો લોકોના જીવ ગયા છે પરંતુ જે લોકો બચી ગયા તેમનો પીછો પણ કોરોના જીવતા સુધી કરી રહ્યો છે. આવા દર્દીઓ કોરોનામાં બચ્યા પરંતુ અત્યારે બીજી અનેક બિમારીઓથી ઘેરાયેલા છે.

સંશોધકોનો અંદાજ છે કે આ સમયગાળા દરમિયાન ૧૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં મૃત્યુદર પુરૂષોમાં ૨૨ ટકા અને સ્ત્રીઓમાં ૧૭ ટકા વધ્યો છે. તેમનો અંદાજ છે કે ૨૦૨૦ અને ૨૦૨૧ માં વૈશ્વિક સ્તરે લગભગ ૧૩૧ મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી લગભગ ૧૬ મિલિયન લોકો કોરોના રોગચાળાને કારણે મૃત્યુ પામ્યા હતા.

સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે ૨૦૨૦ અને ૨૦૨૧ માં રોગચાળા દરમિયાન વૈશ્વિક સ્તરે પુખ્ત મૃત્યુદરમાં વધારો થયો છે. જો કે, કોવિડ-૧૯ રોગચાળા વચ્ચે શિશુ મૃત્યુદરમાં ઘટાડો થતો રહ્યો. ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૧માં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પાંચ લાખ ઓછા મૃત્યુ થયા છે. આ સમયગાળા દરમિયાન ૮૪ ટકા દેશોમાં આયુષ્યમાં ઘટાડો થયો હતો. મેક્સિકો સિટી, પેરુ અને બોલિવિયા જેવા સ્થળો વધુ પ્રભાવિત થયા હતા.

આ પણ વાંચો :-

હરિયાણામાં નાયબ સૈની સરકારની ‘અગ્નિ પરીક્ષા’ પાસ, જાણો સ્પીકરે શું કહ્યું ?

0

લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, ગઈ કાલે મંગળવારે જનનાયક જનતા પાર્ટી એ મનોહર લાલ ખટ્ટર સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેતા સરકાર પડી ગઈ હતી. ત્યાર બાદ એકલા હાથે નવી સરકાર રચવા ભાજપે તાજવીજ શરુ કરી હતી. મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સિંહ સૈનીએ રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હવે હરિયાણાની નવી સરકારે વિધાનસભામાં બહુમતી સાબિત કરવી પડશે.

હરિયાણાના નવનિયુક્ત મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, હું ગૃહને ખાતરી આપું છું કે મનોહર લાલજીએ રાજ્યમાં વિકાસ કાર્યોને આગળ વધાર્યા છે. અમે ભવિષ્યમાં પણ આ જ ગતિએ વિકાસના કામો વધારવા માટે કામ કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીમાં પણ થઈ રહેલા કામોને કારણે ભારત સમગ્ર વિશ્વમાં નંબર વન બની ગયું છે. હરિયાણામાં યુવાનોને કોઈપણ કાપલી વગર અને કોઈપણ ખર્ચ વિના નોકરી આપવામાં આવી રહી છે. ૨૦૧૪ પહેલા જે સરકાર હતી તે લોકોમાં દેખાતી ન હતી. મતદાન કરતી વખતે લોકોને જાણ કરવી પડતી હતી, પરંતુ આજે સરકાર દરેક શેરી અને ગામડામાં પહોંચી ગઈ છે.

હરિયાણા વિધાનસભામાં ૯૦ સીટો છે. ભાજપ પાસે ૪૮ ધારાસભ્યોનું સમર્થન છે. તેમાંથી ભાજપ પાસે ૪૧ ધારાસભ્યો, ભાજપ સાથે ૬ અપક્ષ અને ૧ હરિયાણા લોકહિત પાર્ટી ધારાસભ્ય છે. ૯૦ સભ્યોની હરિયાણા વિધાનસભામાં બહુમતીનો આંકડો ૪૬ છે. મનોહર લાલની સરકારના કારણે જ આજે દર ૨૦ કિલોમીટરે કોલેજો ખુલી છે. ઘરે બેઠેલી દીકરીઓ પણ અભ્યાસ કરી શકે છે. તેમને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે ઘરથી શાળા સુધી વાહનવ્યવહારની સુવિધા આપવામાં આવી છે. મને આનંદ છે કે મનોહર લાલની સરકારે ખૂબ સારું કામ કર્યું છે. તેમના કામોની યાદી ઘણી લાંબી છે.

ગૃહમાં હાજર ધારાસભ્યોની સંખ્યા અનુસાર સરકારને વિશ્વાસ મત જીતવા માટે માત્ર ૩૯ મતોની જરૂર હતી. JJPના ૧૦ ધારાસભ્યોએ વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લીધો ન હતો. એવું કહેવામાં આવ્યું છે કે, પાંચ ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં રહેશે પરંતુ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. હિસાર રેલીમાં JJPના પાંચ ધારાસભ્યો દુષ્યંત ચૌટાલાની સાથે હશે. કોંગ્રેસના કિરણ ચૌધરી, અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુ, આઈએનએલડી અભય ચૌટાલા ગૃહમાં હાજર ન હતા. હાલમાં ગૃહમાં કુલ ૭૭ ધારાસભ્યો હાજર હતા. તેથી વિશ્વાસ મત જીતવા માટે ભાજપને ૩૯ ધારાસભ્યોની જરૂર હતી. ગૃહમાં ભાજપના ૪૧, ૬ અપક્ષ અને હરિયાણા લોકહિત પાર્ટીના ૧ ધારાસભ્ય, ગોપાલ કાંડા પણ ગૃહમાં હાજર હતા.

આ પણ વાંચો :-

ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલને આપ્યો ઝટકો, હંગામી જામીન અરજી ફગાવી

0

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પોતાની કાર વડે અકસ્માત સર્જનાર તથ્ય પટેલે ફરી એકવાર બહાનાબાજી કરીને હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેની અરજીને હાઈકોર્ટે માન્ય ન રાખીને ફગાવી દીધી હતી. નોંધનીય છે કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે બેફામ કાર હંકારી 9 લોકોનાં મોત નિપજાવ્યા હતા.

અમદાવાદમાં હિટ એન્ડ રનના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવાઈ છે. ૨૦૨૩ની ૧૯ અને ૨૦ જુલાઈ વચ્ચેની રાત્રિ દરમિયાન એસ.જી. હાઈવે ખાતે ઈસ્કોન બ્રિજ પર પોતાની મોંઘેરી કારને પૂરપાટ ઝડપે દોડાવતાં એક સાથે ૯ લોકોને કચડી નાખનાર તથ્ય પટેલ હવે જામીન માટે વલખાં મારી રહ્યો છે. તેણે જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેણે અરજીમાં બહાનું કાઢ્યું કે મને છાતીમાં તકલીફ થાય છે અને હૃદયના ધબકારાં પણ અનિયમિત છે એટલા માટે સારવારની જરૂર છે જેથી મેડિકલ આધારે મને જામીન આપવામાં આવે. આ સામે હાઈકોર્ટના જજે તેની જામીન અરજી ફગાવતાં કહ્યું કે આ તો સામાન્ય બાબત છે. આવું તો થયા કરે. આજના સમયમાં આ નોર્મલ થઇ ગયું છે. તથ્યની જામીન અરજી ફગાવાતા છેવટે તેણે અરજી પાછી ખેંચવી પડી. અગાઉ પણ ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ તેની જામીન અરજી ફગાવી ચૂક્યા હતા.

સરકારી વકીલે જણાવ્યું હતું કે તથ્યનો ઇસીજી કરવામાં આવ્યો હતો, જે નોર્મલ આવ્યો છે. તેને જરૂરી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી છે. તથ્યએ અકસ્માતના બનાવ અગાઉ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આ સંદર્ભે સારવાર લીધી હતી, જેમાં તેને ફક્ત પોણો કલાક દાખલ કરીને દવાઓ આપીને રજા આપી દેવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટના આદેશ મુજબ તથ્યની UN મહેતા હોસ્પિટલમાં તપાસ પણ કરાવવામાં આવી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે આજના સમયમાં દરેકના હૃદયના ધબકારા અનિયમિત હોય છે, જે નોર્મલ બાબત છે. તથ્યએ સારવાર માટે અને મેડિકલ પેપર મેળવવા માટે જેલ ઓથોરિટીને રજૂઆત કરવાની રહેશે. હાઈકોર્ટે તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવી દેવાનું વલણ ધરાવતા અરજદારે પોતાની જામીન અરજી પરત ખેંચી છે.

અશ્વિન ટેસ્ટ રેંકિંગમાં નંબર વન બોલર

0

ICCએ ટેસ્ટ બોલરોની રેંકિંગ જાહેર કરી દીધી છે. જેમાં એક મોટો ફેરફાર થયો છે. અશ્વિન હવે ટેસ્ટમાં દુનિયાના નવા નંબર વન બેલર બની ગયા છે. આ પદ તેમણે એક સ્થાનની છલાંગ લગાવીને મેળવ્યું છે. જે ઈંગ્લેન્ડના સામે ટેસ્ટ સીરિઝની ૧૦ ઈનિંગમાં લીધેલી ૨૬ વિકેટોનું પરિણામ છે. આ મામલામાં તેમણે પોતાના જ હમવતન જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધા છે. રવિચંદ્રન અશ્વિને જસપ્રીત બુમરાહની બાદશાહત છીનવી લીધી છે.

અશ્વિને ઈંગ્લેન્ડના સામે ટેસ્ટ સીરિઝમાં કરેલા પ્રદર્શનનું ઈનામ મળ્યું. જ્યાં તે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયા છે. અશ્વિન બાદ બોલરોની ટેસ્ટ રેકિંગમાં બીજા અને ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાના જોશ હેજલવુડ અને ભારતના જસપ્રીત બુમરાહ છે. આ બન્નેના ૮૪૭ રેટિંગ પોઈન્ટ છે. એટલે કે અશ્વિનના મુકાબલે આ ૨૩ અંક પાછળ છે. બીજી બાજુ જસપ્રીત બુમરાહની વાત કરવામાં આવે તો તેમને બે સ્ટેપનું નુકસાન થયું છે. તેમના નુકસાનનું કારણ ઈંગ્લેન્ડના સામે ટેસ્ટ સીરિઝની વચ્ચે તેમનું આરામ કરવું હોઈ શકે છે. બુમરાહને ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટથી આરામ આપવામાં આવ્યો હતો.

પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા ભારતીય ઓફ સ્પિનર અશ્વિને જણાવ્યું કે તેમના પરિવાર પર એક સંકટ આવ્યું હતું. તે સમયે કેપ્ટન રોહિતે તેમની મદદ કરી જેની તેઓ સરાહના કરી રહ્યા છે. હકીકતે ભારતના સ્ટાર ખેલાડીએ પોતાની માતાની દેખરેખ માટે રોજકોટ ટેસ્ટની વચ્ચે જ ટીમ છોડી દીધી હતી. અશ્વિનના માતા ચેન્નાઈમાં માથામાં દુખાવાના કારણે બેભાન થઈને પડી ગયા હતા. તેના વિશે તેમના પત્નીએ પણ જણાવ્યું હતું.

અશ્વિને જણાવ્યું, મેં પત્નીને પુછ્યું કે માની તબિયત કેવી છે? કેમ તે હોશમાં નથી? ડોક્ટરે સ્પષ્ટ રીતે મને જણાવ્યું કે તે જોવાની સ્થિતિમાં નથી. હું રડવા લાગ્યો. હું એક ફ્લાઈટ શોધી રહ્યો હતો. પરંતુ મને કોઈ ફ્લાઈટ ન મળી. રાજકોટ એરપોર્ટ ૬ વાગ્યે બંધ થઈ જાય છે. કારણ કે ૬ વાગ્યા બાદ ત્યાંથી કોઈ ફ્લાઈટ નથી હોતી. મને ન હતી ખબર કે મારે શું કરવું જોઈએ. રોહિત અને રાહુલ ભાઈ મારા રૂમમાં આવ્યા અને રોહિતે મને કંઈક પણ વિચાર્યા વગર ચેન્નાઈ જવા માટે કહ્યું. અને તે મારા માટે ચાર્ટર ફ્લાઈટની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

આ પણ વાંચો :-

નર્મદ યુનિવર્સિટીમાં પેપરમાં અભદ્ર ભાષા અને રોકડ મૂકનારાને કડક સજા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકો દ્વારા આગામી પરીક્ષાની તૈયારી શરૂ કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.  જેમાં વાર્ષિક પરીક્ષા દરમિયાન ઉત્તરવહીમાં ચલણી નોટો મૂકવી, માઇક્રો ઝેરોક્ષ કોપીથી કોપી કરવી, ઉત્તરવાહીમાં બીભત્સ લખાણ લખવું, ગાળો લખવી વગેરે સહિતના અનેક મુદ્દાઓને લઈને જુદી જુદી પેનલ્ટીની રકમ જાહેર કરવામાં આવી છે તેની સાથે સાથે વિદ્યાર્થીઓ સામે કડક પગલાં પણ ભરવામાં આવશે. આવી પ્રવૃત્તિ રોકવા માટેની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકોએ એક પ્રયાસ શરૂ કર્યો છે.

યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્ક્વોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે.. પરીક્ષા દરમિયાન ઉત્તરવહીમાં અભદ્ર ભાષામાં લખાણ લખતા વિદ્યાર્થીઓ પાસેથી સિવિલ સર્જનનું મેન્ટલી સર્ટિફિકેટ રજૂ કરવા માટેના આદેશ જારી કરાયા છે. પરીક્ષા દરમિયાન થતી આ પ્રકારની ગેરિતિ રોકવા યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કડકથી કડક પગલાં ભરવાના આદેશ આપવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જે પરીક્ષાઓ ચાલી રહી છે તેનું સીધું મોનિટરિંગ યુનિવર્સિટી દ્વારા હવે કરવામાં આવશે.

થોડા સમય અગાઉ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક VNSGUમાં નવી શિક્ષણ પોલીસી અંતર્ગત એક મોટો નિર્ણય લેવાયો હતો. જે વીર નર્મદ યુનિવર્સિટીમાં પાસ થવા વિદ્યાર્થીઓએ ૩૬ માર્ક્સ મેળવવા રહે છે. નવી શિક્ષણ પોલીસીમાં પાસિંગ માર્કસ ૩૬ કરાયા જેમાં આંતરિક મૂલ્યાંકનમાં ૫૦ માર્કમાંથી ૧૮ પાસિંગ માર્કસ, ૨૫ માંથી ૯ પાસિંગ માર્કસ રખાયા છે.  આ સાથે ૩૫ માર્કની પરીક્ષામાં ૧૩ માર્કસ પાસિંગ અને ૧૫ માર્કસની પરીક્ષામાં ૫ માર્કસ પાસિંગ રખાયા છે.

કેટલીક વાર અમુક વિદ્યાર્થીઓ પ્રશ્નના યોગ્ય જવાબો લખવાને બદલે ઉત્તરવહીમાં અયોગ્ય ભાષાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓ સામે પણ હવે પગલા લેવામાં આવનાર છે. યુનિવર્સિટી દ્વારા તેના માટે પણ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર પરિક્ષાર્થીને રૂપિયા ૧,૦૦૦ની પેનલ્ટી થશે. એટલુ જ નહિ વિદ્યાર્થીએ માનસિક ફિટનેશનું સર્ટિફિકેટ આપવું પડશે. સર્ટીફિકેટ નહી આપી શકનાર વિદ્યાર્થીને આગામી પરીક્ષાનું ફોર્મ નહી ભરી શકે.

આ પણ વાંચો :-

બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAએ બે સપ્તાહમાં આરોપીને ઝડપી પાડ્યો

0

બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં થયેલા બ્લાસ્ટના મામલામાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. સુરક્ષા એજન્સી NIAએ આ મામલામાં વિસ્ફોટ કરનાર આતંકવાદીના એક સહાયકની ધરપકડ કરી છે. કર્ણાટકમાંથી જ તેની ધરપકડ કરવામાં આવી છે.  NIA, જે બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં ૧ માર્ચે થયેલા વિસ્ફોટની તપાસ કરી રહી છે, તેણે શબ્બીર નામના એક શકમંદની અટકાયત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની કર્ણાટકના બેલ્લારીમાં કોઈ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી છે. અત્યારે એજન્સી આ મામલે તેની સઘન પૂછપરછ કરી રહી છે.

વિસ્ફોટના લગભગ આઠ કલાક પછી ૧ માર્ચના રોજ શંકાસ્પદ વ્યક્તિને છેલ્લે બેલ્લારી બસ સ્ટેન્ડ પર જોવામાં આવ્યો હતો. રામેશ્વરમ કાફે વિસ્ફોટના પાંચ દિવસ પછી, NIAએ ઇસ્લામિક સ્ટેટ (ISIS) મોડ્યુલમાંથી ચાર લોકોની અટકાયત કરી હતી. NIA તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે રામેશ્વરમ કાફે વિસ્ફોટના શંકમદે કાફેથી લગભગ ૩ કિમી દૂર ગયા પછી કપડાં બદલ્યા હતા. તેણે પહેરેલી બેઝબોલ કેપ અને શર્ટ બદલીને કેઝ્યુઅલ ટી-શર્ટ પહેરી હતી.

રામેશ્વરમ કાફે વિસ્ફોટને અંજામ આપનાર શકમંદ સવારે ૧૦:૪૫ વાગ્યે સાર્વજનિક બસમાંથી ઉતરી ગયો હતો. આ બસ સ્ટોપ કાફેથી માત્ર ૧૦૦ મીટર દૂર છે. આ પછી, તે પાછળ ફર્યો અને ૧૧:૩૪ વાગ્યે કેફેમાં પ્રવેશ્યો અને ૮ મિનિટ પછી બહાર આવ્યો. દરમિયાન તેણે અહીં બોમ્બ મુક્યો હતો. અહીંથી નીકળ્યા બાદ તે એક કિલોમીટર દૂર આવેલા બસ સ્ટોપ પર ગયો અને ત્યાંથી બસ પકડી. દરમિયાન શંકાસ્પદ વ્યક્તિ તેના માર્ગમાં એક મુસ્લિમ ધાર્મિક કેન્દ્ર પર પણ રોકાયો હતો. અહીં તેણે પોતાનો વેશ બદલી નાખ્યો અને ટોપી પણ છોડી દીધી.

NIAએ આ કેપ રિકવર કરી હતી. સંદિગ્ધને ઓળખવા માટે NIAએ તેનો ફોટો ધરાવતું પોસ્ટર બહાર પાડ્યું હતું. NIAએ આ અંગે માહિતી આપનારને ₹૧૦ લાખના ઈનામની જાહેરાત કરી હતી. હવે આ કેસમાં આ શકમંદની કસ્ટડી બાદ આ બાબતનો ખુલાસો થવાની આશા વધી ગઈ છે.

આ પણ વાંચો :-

PM મોદી ધોલેરામાં ટાટાના સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું

0

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. ધોલેરા ૯૧ હજાર કરોડનું દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે. મોદીએ જણાવ્યું હતું કે, હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે. TEPL એટલે કે ટાટા ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ લિમિટેડ તાઇવાનની કંપની પાવરચિપ સેમીકંડક્ટર PSME સાથે મળીને ધોલેરામાં સેમી કંડક્ટર પ્લાન્ટ લગાવશે.જેનું આજે ભૂમિજૂપજન થશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત ગ્લોબલ સપ્લાય ચેઈનની મજબૂતી માટે કામ કરે છે. ૨૧મી સદી ટેકનોલોજીની સદી છે. મેડ ઈન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભર બનાવશે. હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે. ઔદ્યોગિક ક્રાંતિ સમયે ભારત અનેક કારણોસર પાછળ હતું. અમે ૨ વર્ષ પહેલા સેમિકન્ડક્ટરનું મિશન શરૂ કર્યું હતું. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ટાટાનું સંયુક્ત સાહસ દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ કરશે. ધોલેરામાં માઈક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટ બાદ અહીં ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવવામાં આવશે. અમેરિકન ચિપ કંપની માઈક્રોન ધોલેરામાં રૂ. ૨૨,૫૧૬ કરોડના ખર્ચે ચિપ એસેમ્બલી પ્લાન્ટ બનાવી રહી છે.

આ ચિપ્સ લગભગ આઠ સેક્ટરને કવર કરશે.હાઇ પાવર કમ્પ્યુટ, ઇલેક્ટ્રીક વ્હીકલ્સ, ટેલિકોમ, ડિફેન્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઓટો મોબાઇલ, પાવર ઇલેક્ટ્રોનિક્સ આ બધા સેક્ટરમાં ચિપ્સનો ઉપયોગ કરવામાં આવશે.ખૂબ જ આધુનિક ટેકનોલોજી દ્વારા આ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે.જેથી આ પ્રોજેક્ટને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.

ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને તાઈવાનની પાવર ચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC) વચ્ચેનું સંયુક્ત સાહસ ૯૧,૦૦૦ કરોડના રોકાણ સાથે ગુજરાતના ધોલેરામાં ચિપ ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ કરશે. PSMC તાઈવાનમાં 6 ચિપ ફાઉન્ડ્રી ધરાવે છે. જ્યારે ગુજરાતમાં પ્લાન્ટ બનશે ત્યારે તેની દર મહિને ૫૦ હજાર વેફર બનાવવાની ક્ષમતા હશે.

આ પણ વાંચો :-