દિલ્હીના શાસ્ત્રીનગરની રહેણાંક બિલ્ડીંગમાં ભીષણ આગ, ચાર લોકોના મોત

Share this story

દિલ્હીના શાસ્ત્રી નગર વિસ્તારમાં ચાર માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાની માહિતી મળી હતી. આ મામલે ફાયરબ્રિગેડને જાણકારી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ચાર ફાયરબ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્સ તથા પીસીઆર વાન ઘટનાસ્થળે મોકલી દેવાઈ હતી. આ ભયંકર આગમાં બે બાળકો સહીત ચાર લોકોના મોત નીપજ્યા છે.

એક અધિકારીએ જણાવ્યું કે પીડિતોની ઓળખાનમાં મનોજ ભાઈ અને તેમની પત્ની સુમન બેન અને પાંચ વર્ષ નો દીકરી અને ત્રણ વર્ષની દીકરી અને પાંચ વર્ષની દીકરી ગૂંગળામણને કારણે મોત નીપજ્યું, સ્થાનિક લોકો તાત્કાલિક ફાયર વિભાગ અને પોલિસ સ્ટેશનમાં જાણ કરવામાં આવ્યું હતું.

સ્થાનિક લોકો જણાવ્યા કે પતિ-પત્ની અને બે બાળકોના ગૂંગળામણને કારણે મોત નીપજ્યું છે. વધુ તપાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ, જે બિલ્ડીંગમાં આગ લાગી એ ચાર માળની છે, બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કાર પાર્કિંગની સુવિધા છે.

પહેલા પાર્કિંગમાં આગ લાગી હતી અને ત્યાર બાદ ધુમાડો આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગયો હતો. જે બિલ્ડીંગમાં આગ લાગી તે એક સાંકડી ગલીમાં આવેલી હોવાથી ફાયર વિભાગને બચાવ કામગીરી હાથ ધરવામાં મુશ્કેલી થઇ હતી. ફાયર વિભાગે બિલ્ડિંગમાંથી ૯ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેમને હેડગેવાર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આગ લાગવા પાછળના કારણોની હજુ તપાસ ચાલી રહી છે.