ભાજપે મુકેશ દલાલની પસંદગી કરીને સુરતીઓનું રાજકીય ગૌરવ જાળવી રાખ્યું

Share this story
  • બી.કોમ., એમબીએ, એલએલબીની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા મુકેશ દલાલ ભાજપનાં ઉદયકાળથી ભાજપને વફાદાર હોવા ઉપરાંત રાજકીય અને વહિવટી કુશળતાનો લાંબો અનુભવ ધરાવે છે
  • સુરત શહેર ભાજપનાં મહામંત્રી મુકેશ દલાલ અગાઉ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિ સહિત અનેક હોદ્દા ઉપર ફરજ બજાવી ચૂક્યા છે, સુરત પીપલ્સ બેંકનાં ચેરમેન, સાર્વજનિક એજ્યુકેશન યુનિ.નાં મેનેજિંગ કમિટિનાં સભ્ય ઉપરાંત ફિઝિયોથેરાપી અને નર્સિંગ કોલેજ પણ ચલાવે છે
  • સ્વભાવે નિખાલસ, વાત કરવામાં અદલ ‘સુરતી’ અને ફિલ્મી ગીતો ગાવાના અને ફિલ્મી ઈતિહાસનાં શોખીન મુકેશ દલાલ હવે લોકસભામાં સાંભળવા મળશે
  • સુરતની બેઠક તળસુરતીને જ મળવી જોઈએ એવો ખુદ વડાપ્રધાન મોદીનો આગ્રહ હતો અને આ આગ્રહ ફરી વખત તેમણે જાળવી રાખ્યો

આખરે નસીબના બળિયા મુકેશ દલાલ ઉપર ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ કળશ ઢોળીને સુરત બેઠક માટે ટિકિટ ફાળવીને મુકેશ દલાલનાં કદમાં રાતોરાત વધારો કરી દીધો હતો. સુરત બેઠક સુરતી ઉમેદવારને જ ફાળવવી એવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હંમેશા આગ્રહ રહ્યો છે. આ બેઠક માટે વર્તમાન સાંસદ દર્શના જરદોશ અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા, પૂર્વમંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીનાં નામ ચર્ચામાં હતા, પરંતુ લાંબા સમીકરણોનાં અંતે મુકેશ દલાલનાં નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

મુકેશ દલાલની સાથે-સાથે વલસાડ બેઠક માટે પસંદ કરાયેલા ધવલ પટેલનું રાજકીય કાર્યક્ષેત્ર વલસાડ હશે, પરંતુ તેઓ સુરતમાં વસવાટ કરતાં હોવાથી ખરેખર તો સુરતમાં સી.આર. પાટીલ, મુકેશ દલાલ, ધવલ પટેલ અને ગોવિંદ ધોળકિયા મળીને ચાર સાંસદો મળશે.
મુકેશ દલાલ તળસુરતી અને મોઢવણિક સમાજમાંથી આવે છે અને પાછલાં દાયકાઓથી રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. કદાચ સુરત શહેરનાં રાજકીય પદાધિકારીઓ, હોદ્દેદારોમાં મુકેશ દલાલ સૌથી વધુ શિ‌િક્ષત અને વહીવટકુશળ હશે. બીજું એવું પણ કહી શકાય કે, મુકેશ દલાલની પસંદગી પાછળ તેમની સી.આર. પાટીલ પ્રત્યેની વફાદારી એક ચોક્કસ કારણ માનવું પડે.

મુકેશ દલાલ ભાજપનાં કોઈ જૂથ સાથે જોડાયેલા નથી. તેઓ આજીવન ભાજપનાં કાર્યકર રહ્યા છે. ભાજપ વિપક્ષ હતો ત્યારે પણ મુકેશ દલાલ હંમેશા પક્ષને વફાદાર રહ્યાં છે. ખરેખર ભાજપે મુકેશ દલાલને પસંદ કરીને યથાયોગ્ય નિર્ણય લીધો છે. મુકેશ દલાલ સુરત મહાપાલિકાની ખૂબ જ મહત્ત્વની ગણાતી સ્ટે‌િન્ડંગ કમિટિનાં ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં સુરત શહેર ભાજપનાં મહામંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. વાદવિવાદથી હંમેશા દૂર રહેવામાં માનતા મુકેશ દલાલ ઘણી વખત ભાજપ કાર્યાલયમાં મજાક માટે કેન્દ્ર પણ બની જતા હતા. મુકેશ દલાલને ક્યારેય પણ કોઈએ ગુસ્સે થતા જોયા નહીં હોય અને તેમ છતાં તેઓ હંમેશા પક્ષની વિચારધારાને વળગી રહ્યા છે. દેખાવે અને સ્વભાવે શાંત લાગતા મુકેશ દલાલનો અભ્યાસ અને અનુભવની જેને ખબર છે તેઓને મુકેશ દલાલની કાર્યક્ષમતાનો ચોક્કસ અંદાજ છે. પરંતુ જેઓ માત્ર ભાજપના અગ્રણી તરીકે ઓળખે છે તેને મુકેશ દલાલની પ્રતિભા વિશે ભાગ્યે જ ખ્યાલ હશે. મુકેશ ચંદ્રકાંત દલાલ બી.કોમ., એમ.બી.એ. (વીથ ફાયનાન્સ એન્ડ કોમ્પ્યુટર ઈન્ફોર્મેશન સિસ્ટમ), એલએલબી (વીથ ટેકેસેશન)ની શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને એટલો જ બહોળો વ્યાપારી અનુભવ ધરાવે છે. તેમનો મૂળભૂત વ્યવસાય આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેક્‍ચ‌િરંગ અને યાર્ન ડીલર્સનો છે. તેઓ ૧૯૮૧થી એટલે કે ભાજપના સ્થાપનાકાળથી ભાજપ સાથે સંકળાયેલા છે.

તેમણે રાજકીય કાર‌િકર્દી દરમિયાન પક્ષના અનેક હોદ્દાઓ સંભાળ્યા છે અને ૨૦૦૫થી ૨૦૨૦ સતત ત્રણ ટર્મ સુરત મહાપાલિકાનાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈને મહાપાલિકાની સૌથી મહત્ત્વની સ્ટે‌િન્ડંગ કમિટિનાં ચેરમેન પદે રહીને સુરતના માળખાગત વિકાસનો પાયો નાંખ્યો હતો. આ ઉપરાંત જાહેર બાંધકામ, ટાઉન પ્લા‌િનંગ, પાણી કમિટિ અને કાયદા કમિટિમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.

જ્યારે દ‌િક્ષણ ગુજરાતની સૌથી મોટી અને ગુજરાતની ત્રીજા નંબરની સુરત પીપલ્સ સહકારી બેંકના ડિરેક્ટર અને બેંકના પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. કદાચ, જાણીને નવાઈ લાગશે કે મુકેશ દલાલે ભૂતકાળમાં સુરત પીપલ્સ બેંકમાં ક્લાર્ક તરીકે પણ નોકરી કરી હતી.
આ ઉપરાંત સુરતની અગ્રેસર શૈક્ષણિક સંસ્થા અને હાલમાં યુનિવર્સિટીનો દરજ્‍જો ભોગવતી સુરત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં મેને‌િજ‌‍ંગ કમિટિ ઉપરાંત અન્ય કમિટિઓમાં સ્થાન ભોગવી ચૂક્યા છે. વળી લુથરા એમબીએ કોલેજ, કે.પી. કોમર્સ કોલેજ અને બીઆરસીએમ કોલેજ, એસપીબી ઈંગ્લીશ કોલેજના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
આનાથી પણ આગળ વધીને તેઓ ફિઝિયોથેરાપી અને નર્સિંગ કોલેજ પણ ચલાવે છે. તેની એડવાઈઝરી કમિટિનાં સભ્ય પણ છે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ સાથે પણ વર્ષોથી સંકળાયેલા છે.

મુકેશ દલાલની આવી બધી લાયકાતો અને અનુભવો વિશે ભાગ્યે જ કોઈને અંદાજ હશે. ભાજપ કાર્યાલયમાં બેસતા તેમના સહયોગીઓને પણ મુકેશ દલાલની ક્ષમતાઓનો અંદાજ નહીં હોય. વહેવારમાં હંમેશા નિરભિમાની અને છેવાડાની વ્યક્તિ સાથે ફૂટપાથ ઉપર ઊભા રહીને પણ વાત કરવામાં નાનમ ન અનુભવતા મુકેશ દલાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ નિકટના સંબંધો ધરાવે છે. થોડા સમય પહેલા વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે આવ્યા હતા ત્યારે એરપોર્ટ ઉપર મુકેશ દલાલની મીઠી મશ્કરી પણ કરવા સાથે મુકેશ દલાલે પહેરેલી ભાજપની ટોપી સરખી કરી આપી હતી.

એક નખ‌િશખ સુરતી તરીકે મુકેશ દલાલની સુરત બેઠક માટે પસંદ કરીને નરેન્દ્ર મોદીએ સુરતની બેઠક સુરતીને જ મળવી જોઈએ એવો આગ્રહ જાળવી રાખ્યો છે.

અગાઉ દર્શના જરદોશની પસંદગી વખતે પણ સુરતી ઉમેદવાર તેમનો સૌથી પહેલો માપદંડ રહ્યો હતો અને દર્શના જરદોશની અન્ય લાયકાતો હતી જ? પરંતુ ‘સુરતી’ તરીકે તેમની લાયકાત સૌથી પહેલી હતી.
સુરત શહેરનો મેયર પણ ‘સુરતી’ જ હોવો જોઈએ, આવો નરેન્દ્ર મોદીનો ભૂતકાળમાં પણ આગ્રહ હતો. પરંતુ બદલાયેલા રાજકીય સંજોગો અને અન્ય સમીકરણોને કારણે મેયરપદે ‌િબનસુરતીની પસંદગી થતી આવી છે.
અંતમાં સુરત બેઠક માટે ઘણા દાવેદાર હતા, પરંતુ ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ તળસુરતી ઉમેદવાર પસંદ કરીને ખરેખર સુરત સાથે ન્યાય કર્યો છે અને ભાજપને વરેલા સુરતીઓ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનાં ગણિત અને અપેક્ષા પ્રમાણે મુકેશ દલાલને પાંચ લાખ કરતાં વધુ લીડથી ચોક્કસ વિજેતા બનાવશે એવું ચૂંટણીઓની જાહેરાત પૂર્વે આજના તબક્કે ચોક્કસ કહી શકાય.
અત્રે ઉલ્લેખનિય છે કે, જ્યારે ભાજપ ક્યાંય સત્તા સ્થાને નહોતો ત્યારે સુરત મનપામાં સૌપ્રથમ ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું હતું.

આ પણ વાંચો :-