અશ્લીલ કન્ટેન્ટ વિરુદ્ધ મોદી સરકાર એકશનમાં, ૧૮ OTT પ્લેટફોર્મ પર મૂકાયો પ્રતિબંધ

Share this story

કેન્દ્ર સરકારે ફરી એકવાર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. આ વખતે વેબસાઈટ, એપ્સ સહિત ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ફરી એક વખત ડિજિટલ સ્ટ્રાઈક કરતા ૧૮ OTT પ્લેટફોર્મ્સ, ૧૯ વેબસાઈટ, ૧૦ એપ્સ સહિત ૫૭ સોશિયલ મીડિયા બેન્ડલ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું કે, આ OTT પ્લેટફોર્મ્સ પર વાંધાજનક કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યા હતા. આ એપ્સને Gooogle Play Store અને Apple App Store પરથી હટાવી દેવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ ૧૮ OTT પ્લેટફોર્મ્સને અશ્લીલ કન્ટેન્ટ હટાવવા માટે અનેક વખત ચેતવણી જારી કરી હતી.

જે ૧૮ OTT એપ્સને હટાવી દેવામાં આવી છે તેમાં Dreams Films, Voovi, Yessma, Uncut Adda, TriFlicks, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix અને PrimePlay .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર દ્વારા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, ૨૦૦૦ની જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પગલું ભરતા પહેલા, સરકારી મંત્રાલયો/વિભાગોએ મીડિયા અને મનોરંજન નિષ્ણાતો, મહિલા અધિકારોની જાણકારી ધરાવતા નિષ્ણાતો અને બાળ અધિકારો પર કામ કરતા લોકોની સલાહ લીધી છે.

આ પ્રતિબંધિત એપમાંથી એક એપને ગૂગલ પ્લે સ્ટોર પર ૧ કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. ત્યારે અન્ય બે એપ્સને ૫૦ લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. આ એપ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ(ટ્વિટર) અને યુટ્યુબ પર અશ્લીલ સામગ્રીવાળી ફિલ્મોના ટ્રેલર પ્રસારિત કરી રહી હતી. આવા ૫૭ સોશિયલ મીડિયા હેન્ડલને પણ બ્લોક કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-