Home Blog Page 813

૧૨ માર્ચ, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને મંગળવાર થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

મેષઃ

નીતિ અનુસાર કામ કરવાની ઇચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ

મોજ શોખમાં રસ વધે. ગુસ્સા પર કાબું રાખવો જરૂરી ખોટા રોકાણથી નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સંતાન સંબંધી ચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારૂ. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી ધંધામાં પ્રગતિ. થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણોનું સારૂ ફળ મળતું જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ

આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. જમીન- મકાનની દલાલી રાજકીય ‌કાર્યોમાં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો. અપરિણિતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

સિંહઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનોની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ

ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ

સંઘર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઈ-બહેન સાથે વાદ-વિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવૃદ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ

નાના ભાઈ-બહેન તરફથી ચિંતા રહે. એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર-જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ

હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારૂં રહે. સામાન્ય શરદી-કફની શક્યતા છે.

મકરઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા અનુભવાય. આવક-જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્યવૃદ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃદ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ

ઘણો લાભ રહે. શુભતત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત, સોનું, ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગનાં તળિયામાં દુઃખાવો જણાય.

દેશમાં લાગુ થયું CAA, ગૃહમંત્રાલયે નોટિફિકેશન જાહેર કર્યું

0

આગામી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થોડા જ દિવસોમાં થઈ શકે છે. તેવામાં આજે (સોમવાર) કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગૂ કરવા માટે નોટિફિકેશન જાહેર કરાઈ છે. આમ, આજે જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગૂ થવાથી ભારતના ત્રણ પાડોશી દેશના છ ધર્મના અલ્પસંખ્યકો જેઓ ભારતના શરણાર્થીઓ છે તેઓને ભારતની નાગરિકતા મળશે.

ગૃહમંત્રી અમિત શાહે પોતાના ચૂંટણી ભાષણોમાં અનેક વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા સીએએ લાગુ કરવાની વાત કહી છે. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભાની ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ગૃહ મંત્રાલય દ્વારા તેને લાગુ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે અને હવે તેનું નોટિફિકેશન બહાર પાડી શકાય છે.

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) 2019ના નિયમો લાગુ કરવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સોમવાર રાતથી સીએએના નિયમો લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું હશે.

ભારતીય નાગરિકતા અધિનિયમ 1995માં ફેરફાર કરતું સંશોધિત બિલ સૌપ્રથમવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બિલ લોકસભામાં પસાર થયું હતું, પરંતુ રાજ્યસભામાં અટકી ગયું હતું. બાદમાં તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો હતો. 2019ની ચૂંટણીમાં જ્યારે મોદી સરકાર ફરી સત્તામાં આવી ત્યારે ફરીથી સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

ડિસેમ્બર 2019 માં, સંસદના બંને ગૃહો દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી હતી. આ સમયગાળા દરમિયાન દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. શાહીન બાગ સહિત દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ઘણા મહિનાઓ સુધી ચાલ્યા. જો કે, પછી કોરોના રોગચાળાને કારણે બધું ઠંડું પડી ગયું.

નાગરિકતા આપવાનો અધિકાર સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર પાસે છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા મળશે. આ કાયદા હેઠળ તે લોકોને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ગણવામાં આવ્યા છે જેઓ માન્ય મુસાફરી દસ્તાવેજો (પાસપોર્ટ અને વિઝા) વિના ભારતમાં પ્રવેશ્યા છે અથવા માન્ય દસ્તાવેજો સાથે ભારત આવ્યા છે, પરંતુ નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય માટે અહીં રોકાયા છે.

આ પણ વાંચો :-

NIAએ જારી કરી બેંગલુરૂના રામેશ્વર કાફે બ્લાસ્ટના શંકાસ્પદની નવી તસ્વીરો

0

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ શનિવારે બેંગલુરુ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ સાથે જોડાયેલા શંકાસ્પદના નવા ફોટોગ્રાફ્સ જાહેર કર્યા જેમાં ૧૦ લોકો ઘાયલ થયા હતા. એન્ટિ-ટેરરિસ્ટ એજન્સીએ ૩ માર્ચે આ કેસ સંભાળ્યો હતો. એન્ટિ-ટેરરિસ્ટ એજન્સીએ ૧ માર્ચના રોજ બેંગલુરુની લોકપ્રિય રેસ્ટોરાંમાં ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ પ્લાન્ટ કર્યા હોવાનું માનવામાં આવતા શંકાસ્પદને ઓળખવામાં જનતાની મદદ માંગી છે. NIAએ નાગરિકોને એવી કોઈપણ માહિતી સાથે આગળ આવવા વિનંતી કરી છે કે જેનાથી શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ શકે અને તેની ધરપકડ થઈ શકે. મૂલ્યવાન માહિતી માટે ૧૦ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

રામેશ્વરમ કાફે વિસ્ફોટના લગભગ એક કલાક પછી, મુખ્ય શંકાસ્પદ સીસીટીવી ફૂટેજમાં બસમાં ચડતો જોવા મળ્યો હતો. વીડિયોના ટાઈમસ્ટેમ્પ પર લખવામાં આવ્યું છે કે તે ૧ માર્ચની બપોરે ૨.૦૩ વાગ્યાનો સમય હતો. આ વિસ્ફોટના લગભગ ૬૦ મિનિટ પછી હતો. આ વિસ્ફોટ બપોરે ૧૨.૫૬ કલાકે થયો હતો. શંકાસ્પદ, ટી-શર્ટ, કેપ અને ફેસમાસ્ક પહેરેલો કાફેમાં આઈઈડીથી ભરેલી બેગ છોડીને જતો જોવા મળ્યો હતો.

વિસ્ફોટ થયાનાં એ જ દિવસે લગભગ ૯ વાગ્યે, અન્ય CCTV ફૂટેજમાં શંકાસ્પદ વ્યક્તિ બસ સ્ટેન્ડની અંદર ફરતો જોવા મળ્યો હતો. NIAએ નાગરિકોને એવી કોઈપણ માહિતી આપવા માટે આગળ આવવા વિનંતી કરી છે જે શંકાસ્પદને ઓળખવામાં અને તેની ધરપકડ કરવામાં મદદ કરી શકે. NIAએ શંકાસ્પદ વિશે માહિતી આપનારને ૧૦ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.

બેંગલુરુના વિખ્યાત રામેશ્વરમ કાફેમાં બોમ્બ વિસ્ફોટ થયા પછી પોલીસને હજુ સુધી આ કેસમાં કોઈ નક્કર કડી નથી મળી. વૈજ્ઞાનિક અબ્દુલ કલામ જેવી વ્યક્તિઓ આ કાફેમાં આવી હોવાથી તે એક બહુ જાણીતી જગ્યા ગણાય છે. આ કાફેમાં ગયા સપ્તાહમાં કોઈ અજાણી વ્યક્તિ વિસ્ફોટકો મૂકી ગઈ હતી જેનો બ્લાસ્ટ થયો હતો. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી આ કેસ ઉકેલવા મથી રહી છે. હવે આ કાફેમાં બોમ્બ મૂકનાર વ્યક્તિ વિશે જે માહિતી આપશે તેને ૧૦ લાખ રૂપિયાનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

ઉત્તરપ્રદેશ ગાઝીપુરમાં મોટી દુર્ઘટના, બસ પર હાઈટેન્શન તાર પડતા બસમાં લાગી આગ

0

ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. એક હાઇટેન્શન વાયર ચાલુ બસ પર પડતાં આ બસ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જેના કારણે અનેક લોકો જીવતા ભડથું થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ બસ દુર્ઘટનામાં આશરે ૨૦ લોકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બસ મૌના કોપાથી લગ્નની સરઘસ લઈને મરદહના મહાહર ધામ આવી રહી હતી. બસ પાકા રસ્તા પરથી આવી રહી હતી. બસમાં ૩૮ લોકો સવાર હતા.

વારાણસીના ડીઆઈજી ઓપી સિંહના જણાવ્યા અનુસાર, લગ્નના જાનૈયાઓથી ભરેલી બસ હાઈ ટેન્શન વાયર સાથે અથડાવાને કારણે અકસ્માતનો ભોગ બની હતી. ગાઝીપુરના ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી છે અને રાહત કાર્યમાં લાગેલા છે ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૦થી વધુ લોકોના મોતના અહેવાલ છે.

સીએમ યોગીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે. મઉની હોસ્પિટલોમાં પણ લોકોને મોકલવામાં આવી રહ્યા છે. હાઈટેન્શન વાયર અને કરંટ લાગવાને કારણે લોકો દૂરથી બસને સળગતી જોઈ રહ્યા હતા. વીજ વિભાગને કરન્ટ બંધ કરવા અંગે જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

BTPના પૂર્વ MLA મહેશ વસાવાએ ૧૨૦૦ સમર્થકો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો

0

લોકસભાની ચૂંટણી પહેલા, કોંગ્રેસના એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. હવે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા અને ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે, આ સિવાય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ સોમવારે સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપ ગુજરાત અધ્યક્ષ પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલએ બંનેને ખેસ કેસરીયો ખેસ ધારણ કરાવ્યો.

બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાઈ શકે છે ભાજપમાં / durdarshinews.comલોકસભા ચૂંટણી પહેલા ભાજપ ભરતી મેળામાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ આજે જોડાશે એવા અહેવાલ છે. આજે મહેશ વસાવા ગાંધીનગરના કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરી શકે છે. મહેશ વસાવા સાથે મોટી સંખ્યામાં તેમના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. માહિતી મુજબ, મહેશ વસાવા સાથે ૨૦૦ કાર સહિત ૧૨૦૦ થી વધુ BTP ના કાર્યકરોનો કાફલો ગાંધીનગર જવા રવાના થયો છે. ૧૧ વાગ્યાના શુભમુહૂર્તમાં મહેશ વસાવા અને તેમના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ શકે છે. AAP ના OBC મોરચા પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે.

કોંગ્રેસ, AAP સહિત અન્ય પાર્ટીના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કેસરિયો ધારણ કર્યો છે, ત્યારે વધુ એક આદિવાસી નેતાના ભાજપમાં સામેલ થતાં આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પડ્યું છે. BTP પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ગાંધીનગર કમલમ ખાતે તેમના ૮૦૦ સમર્થકો સાથે કેસરિયો કર્યો છે. ઉપરાંત પાલનપુર બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આગેવાનો અને સમર્થકોને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.

મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે અને મોટુ સંમલેન પણ કરશે. લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપે ભરૂચ બેઠક પર ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટ્રોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. ભરૂચમાં ૭ વિધાનસભામાંથી ૬ વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે, ત્યારે એક ડેડિયાપાડા બેઠક પર AAPનો પ્રભાવ છે, અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં લાવવામાં આવ્યા છે.

આ પ્રસંગે બોલતા પાટીલે ભાજપમાં જોડાનારા તમામનું સ્વાગત કર્યું અને કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં બધાએ ભારતને વિકસિત દેશ બનાવવો છે. તેમણે કહ્યું કે, રાજકીય પંડિતો અને રાજકીય વિરોધીઓ પણ માને છે કે, મોદી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે તૈયાર છે.

આ પણ વાંચો :-

બર્થડે શૂટમાં પહોચી ગયો આ આભિનેતા

ઓસ્કર એવોર્ડ ૨૦૨૪માં WWEના રેસ્ટલર જોન સીનાએ હોલિવૂડ એક્ટર જોન સીનાએ લોકોનું ધ્યાન ખેંચ્યુ. અભિનેતા કપડા પહેર્યા વગર એવોર્ડ આપવા માટે સ્ટેજ પર પહોંચી ગયા જેને જોઇને દરેક લોકો ચોંકી ઉઠ્યા હતા. ઘણી ફિલ્મોને અલગ-અલગ કેટેગરીમાં એકેડેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. અભિનેતા જોન સીનાનો આ વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. ઇન્ટરનેટ પર આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

જોન સીના ૨૦૨૪ના ઓસ્કરમાં કોસ્ટ્યૂમ ડિઝાઈન માટે એવોર્ડ પ્રેઝેન્ટ કરી મિનિમલ કપડામાં પહોંચ્યા. સ્ટેજ પર આવ્યા પહેલા જિમી કિમેલે એખ જુનો ઈતિહાસ યાદ કર્યો. જ્યારે એવોર્ડ પ્રેઝેન્ટ કરવાની વચ્ચે એક ન્યૂડ શખ્સ સ્ટેજ પર દોડવા લાગ્યો હતો. જિમી ઓડિયન્સને કહે છે કે શું તેમને લાગે છે કે આજે કોઈ એવો શખ્સ આવશે. તે બધાને પહેલાથી જ ચેતવી દે છે કે આજે કોઈ કપડા વગર એવોર્ડ પ્રેઝેન્ટ કરવાનું છે.

આ દરમિયાન તેણે જણાવ્યું કે ૫૦ વર્ષ પહેલા એક વ્યક્તિ કપડા વગર એક એવોર્ડ ફંક્શનમાં પહોંચ્યો હતો, ત્યારે રેસલર અને એક્ટર જોન સીના છુપાઈને જોવા મળ્યો હતો. તે સંપૂર્ણપણે કપડાં વગરનો હતો અને તેણે પોતાની જાતને પાટિયું વડે ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. તે કપડા વગર આગળ આવે છે અને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનના વિજેતાના નામની જાહેરાત કરે છે. દરમિયાન, જીમી તેને કપડામાં લપેટી લે છે. આ સમગ્ર મામલો એક ટીખળ હતો.

જોન સીનાની કુલ સંપત્તિ હાલમાં $૮૦ મિલિયનની આસપાસ છે. WWE સુપરસ્ટાર્સ વિશે વાત કરીએ તો, તે ફક્ત ડ્વેન જોન્સનથી પાછળ છે, જેને ‘ધ રોક‘ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોન સીનાએ પોતાની મહેનત અને સમર્પણના આધારે આ લોકપ્રિયતા અને પૈસા હાંસલ કર્યા છે. સીનાએ WWEમાં તેની પ્રતિભા માટે ૧૦ મિલિયન ડોલરનો પગાર મળે છે. આ સિવાય ક્યારેક તેને WWEમાં અલગથી પૈસા પણ મળે છે. તે ઘણા બેન્ડ વિજ્ઞાપન માંથી પણ ઘણી કમાણી કરે છે. સુપરસ્ટાર રેસલર કેપ્રી સન, જીલેટ, ગોલ્ડ જિમ, ફ્રુટી પેબલ્સ અને હેફ્ટી જેવા મોટા બેન્ડ માટે સમર્થન કરે છે.

આ પણ વાંચો :-

આવતી કાલ સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ અંગે માહિતી આપવા સ્ટેટ બૈંક ને સુપ્રીમનો નિર્દેશ

0

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે SBIની અરજી ફગાવી દીધી હતી અને આદેશ આપ્યો હતો કે બેંક ૧૨ માર્ચ સુધીમાં ડેટા પ્રદાન કરે. ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં SBIની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે અને SBIને મોટો ઝટકો લાગ્યો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં ત્રણ ન્યાયાધીશોની બંધારણીય બેંચે આ અરજી પર સુનાવણી કરી છે.

હરીશ સાલ્વેની દલીલો સાંભળ્યા બાદ CJI ચંદ્રચુડે કહ્યું, અમે પહેલા જ SBIને ડેટા એકત્રિત કરવા માટે કહ્યું હતું. તેનો અમલ કરવામાં આવ્યો જ હશે. તો પછી સમસ્યા શું છે? અમે તેને આયોજિત કરવા માટે કહ્યું ન હતું. જવાબમાં SBIના વકીલે કહ્યું, ખરીદનારનું નામ અને ખરીદીનો ડેટા અલગ રાખવામાં આવ્યો છે. આના પર CJIએ આગળ કહ્યું કે પરંતુ તમામ ડેટા મુંબઈની મુખ્ય શાખામાં છે, જ્યારે જસ્ટિસ ખન્નાએ કહ્યું કે તમારી પાસે (બેંક) બધી વસ્તુઓ સીલબંધ પરબિડીયામાં છે. તમે સીલ ખોલો અને ડેટા પ્રદાન કરો. આમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠનો હિસ્સો રહેલા જસ્ટિસ સંજીવ ખન્નાએ પૂછ્યું કે SBIએ માત્ર સીલબંધ કવર ખોલવાનું છે, તો તેમાં સમસ્યા ક્યાં છે? આ અંગે સાલ્વેએ કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટ પાસેથી સ્પષ્ટતા ઈચ્છે છે. અમે આગામી ત્રણ અઠવાડિયામાં બોન્ડ નંબર, નામ અને બોન્ડ કેટલું છે તેની માહિતી આપી શકીએ છીએ.

સુપ્રીમ કોર્ટ તરફથી આ ટિપ્પણી ત્યારે કરવામાં આવી જ્યારે SBI તરફથી વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું, અમે વધારાના સમયનો અનુરોધ કર્યો છે. ચૂંટણી બોન્ડ જાહેર કરવાનું પણ બંધ કરી દીધુ છે. અમને આંકડા આપવામાં કોઇ સમસ્યા નથી. અમને માત્ર તેને વ્યવસ્થિત કરવા માટે કેટલોક સમય લાગશે, જેને કારણે અમને પહેલા કહેવામાં આવ્યું હતું કે આ ગુપ્ત રહેશે, માટે ઘણા ઓછા લોકો પાસે તેની જાણકારી હતી.

સ્વામિનારાયણ મંદિર સુરત ખાતે ૬૦૦૦થી વધું હરિભક્તોએ દિવ્ય શાકોત્સવ પ્રસાદનો લાભ લીધો

સુરતનાં વરિયાવ વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાય હેઠળના શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરીધામ વરિયાવ ખાતે રવિસભા અને દિવ્ય શાકોત્સવનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ શાકોત્સવમાં સામાજિક આગેવાનો તેમજ લગભગ ૬૦૦૦ ઉપરાંત હરિભક્તોએ શાકોત્સવનાં પ્રસાદનો લાભ લીધો હતો. જેમાં ૧૧૪૦ કિલો રીંગણ, ૫૮૦ કિલો લોટના રોટલા, ૮૦ કિલો ચોખ્ખુ ધી સહિતની સામગ્રીથી પ્રસાદી બનાવવામાં આવી હતી.

ભગવાન શ્રી હરિએ ૨૦૦ વર્ષ પહેલા લોયામાં સુરાખાચરનાં દરબારમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી એ પરંપરાને અનુસરીને શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરીધામ વરિયાવ સ્થિત મંદિરમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી મોટી સંખ્યામાં હરિભકતોએ પ્રસાદી બનાવવાની સેવા આપી હતી.

સાંજે મંદિરનાં પટાંગણમાં પ.પૂ.અલૌકિકદાસજી સ્વામીની પ્રેરણાથી પ.પૂ.અભ્યાસસ્વરૂપદાસજી સ્વામી દ્વારા સત્સંગ સભા સાથે જ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા તેમજ પ.પૂ. સંતોએ રીંગણાનું શાક તથા રોટલા બનાવીને હરિભક્તોને જમાડ્યા હતાં. આ શાકોત્સવમાં સામાજિક આગેવાનો તેમજ લગભગ ૬૦૦૦ ઉપરાંત હરિભક્તોએ શાકોત્સવનાં પ્રસાદનો લાભ લીધો હતો. જેમાં ૧૧૪૦ કિલો રીંગણ, ૫૮૦ કિલો લોટના રોટલા, ૮૦ કિલો ચોખ્ખુ ધી સહિતની સામગ્રીથી પ્રસાદી બનાવવામાં આવી હતી. લક્ષ્મીનારાયણ કેટરર્સનાં વલ્લભભગતે સંપૂર્ણપણે પ્રસાદી ફ્રી બનાવી આપવાની સેવાનો લાભ લીધો હતો. શાકોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો :-

ઓસ્ટ્રેલિયામાં હૈદરાબાદની મહિલાની હત્યા, પતિ પર હત્યાનો આરોપ

ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય મહિલાની હત્યા કરવામાં આવી છે. શુક્રવારે વિક્ટોરિયા રાજ્યના બકલી વિસ્તારમાંથી ચૈતન્ય સ્વેતા મધાગનીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે શનિવારે આ ઘટનાની જાણકારી આપી હતી. એવું કહેવાય છે કે તેના પતિએ કથિત રીતે આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એવા અહેવાલો છે કે મહિલા છેલ્લા કેટલાક દિવસોથી કોઈના સંપર્કમાં નહોતી.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી સામે આવી છે. અહેવાલ અનુસાર મહિલા ચૈતન્ય શ્વેતા મધાગની છેલ્લા કેટલાક સમયથી તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. તે હૈદરાબાદની રહેવાસી હતી. શનિવારે તેનો મૃતદેહ નિર્જન રોડની બાજુમાં ડસ્ટબીનમાં પડેલો મળી આવ્યો હતો. સ્વેતાનો પતિ અશોક રાજ તેના પાંચ વર્ષના પુત્ર સાથે ૫ માર્ચે ભારત આવી ગયો હતો. ત્યારથી, સ્વેતા ગુમ હતી અને તેણે તેના કોઈ સંબંધી કે મિત્રો સાથે કોઈ સંપર્ક કર્યો ન હતો.

શ્વેતાના પતિ અશોકે તેના પડોશીઓ અને ઓસ્ટ્રેલિયામાં હાજર કેટલાક નજીકના મિત્રો સાથે ફોન પર વાત કરીને શ્વેતા વિશે માહિતી મેળવી હતી. અશોકે પોલીસ સાથે ફોન પર પણ વાત કરી છે અને તપાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. પોલીસને હત્યાની કેટલીક કડીઓ પણ મળી છે, તેમનું માનવું છે કે હત્યારો ઓસ્ટ્રેલિયાથી ભાગી ગયો છે. પોલીસે મૃતકના નજીકના સંબંધીઓ પર હત્યાની આશંકા વ્યક્ત કરી છે.

ઉપ્પલના ધારાસભ્ય બંદરી લક્ષ્મા રેડ્ડીએ જણાવ્યું છે કે મહિલા તેમના વિસ્તારની હતી અને તેમણે પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે મહિલાના માતા-પિતાની વિનંતી પર અમે મહિલાના મૃતદેહને ભારત લાવવા માટે વિદેશ મંત્રાલયને પત્ર પણ લખ્યો છે. ધારાસભ્યનું કહેવું છે કે તેમણે આ અંગે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને પણ જાણ કરી છે. તેમણે કહ્યું કે મહિલાના માતા-પિતા પાસેથી મળેલી માહિતી મુજબ તેમના જમાઈએ પોતે જ તેમની પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી છે.

આ પણ વાંચો :-

આજે PM મોદીના હસ્તે દ્વારકા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે ગુરુગ્રામમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશભરમાં રૂ.૧ લાખ કરોડના મૂલ્યના ૧૧૨ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન બાદ PM મોદી રોડ શો દ્વારા લોકોને સંબોધિત કરશે. વડાપ્રધાન ૧૧ માર્ચે સેક્ટર-૨૫ દ્વારકામાં દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે, જેના માટે ટ્રાફિક પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે.  દ્વારકાની આસપાસ ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળી શકે છે. એડવાઈઝરી મુજબ, લોકોએ સવારે ૮ થી બપોરના ૨ વાગ્યા સુધી આ માર્ગો પર જવાનું ટાળવું જોઈએ. ધૌલસીરસ ચોક, ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ઓફિસ પાસે, સેક્ટર ૮/૯ ક્રોસિંગ, D.G.S./કાર્મેલ ચોક, સેક્ટર-૨૩ છે. જાનકી ચોક, દ્વારકા મેટ્રો સ્ટેશન અને પેસિફિક મોલ કટથી ગોલ્ફ કોર્સ રોડ, પોચનપુર ફ્લાયઓવર, સેક્ટર-૨૩ ચોક, ભરથલ ચોકથી ધૌલા સિરસા ચોક અને છાવલા રોડ પર પોલીસ સ્ટેશન પાસે ટ્રાફિક જામની શક્યતા હોઇ આવી સ્થિતિમાં લોકોએ આ માર્ગો પર જવાનું ટાળવું જોઈએ. પોલીસે લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આઠ લેનવાળા દ્વારકા એક્સપ્રેસ વેના ૧૯ કિલોમીટર લાંબા હરિયાણા સેક્શનનું નિર્માણ અંદાજે ૪,૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. આ મુજબ, તે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ અને ગુરુગ્રામ બાયપાસને પણ સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ સિવાય PM મોદી જે અન્ય મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે તેમાં દિલ્હીના નાંગલોઈ-નજફગઢ રોડથી સેક્ટર ૨૪ દ્વારકા સેક્શન સુધી ૯.૬ કિમી લાંબા સિક્સ લેન અર્બન એક્સટેન્શન રોડ-IIનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદીએ તેમના સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ પર દ્વારકા એક્સપ્રેસ વેની અમુક તસવીરો પોસ્ટ કરી હતી. આ પોસ્ટ સાથે તેમણે લખ્યું કે આજે સમગ્ર ભારતમાં કનેક્ટિવિટી માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. આજે બપોરે ૧૨ વાગ્યે જુદા જુદા રાજ્યોમાં ફેલાયેલા ૧૧૨ નેશનલ હાઈવે રાષ્ટ્રને સમર્પિત કરાશે કે પછી તેમની આધારશિલા મૂકાશે. દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણાના હિસ્સાનું ઉદઘાટન કરાશે. આ પ્રોજેક્ટ આર્થિકા વિકાસને પ્રોત્સાહન આપશે અને આગામી પેઢીના પાયાના માળખાના નિર્માણના આપણા પ્રયાસોને અનુરૂપ પણ છે.

આ પણ વાંચો :-