આવતી કાલ સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ અંગે માહિતી આપવા સ્ટેટ બૈંક ને સુપ્રીમનો નિર્દેશ

Share this story

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે SBIની અરજી ફગાવી દીધી હતી અને આદેશ આપ્યો હતો કે બેંક ૧૨ માર્ચ સુધીમાં ડેટા પ્રદાન કરે. ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં SBIની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે અને SBIને મોટો ઝટકો લાગ્યો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં ત્રણ ન્યાયાધીશોની બંધારણીય બેંચે આ અરજી પર સુનાવણી કરી છે.

હરીશ સાલ્વેની દલીલો સાંભળ્યા બાદ CJI ચંદ્રચુડે કહ્યું, અમે પહેલા જ SBIને ડેટા એકત્રિત કરવા માટે કહ્યું હતું. તેનો અમલ કરવામાં આવ્યો જ હશે. તો પછી સમસ્યા શું છે? અમે તેને આયોજિત કરવા માટે કહ્યું ન હતું. જવાબમાં SBIના વકીલે કહ્યું, ખરીદનારનું નામ અને ખરીદીનો ડેટા અલગ રાખવામાં આવ્યો છે. આના પર CJIએ આગળ કહ્યું કે પરંતુ તમામ ડેટા મુંબઈની મુખ્ય શાખામાં છે, જ્યારે જસ્ટિસ ખન્નાએ કહ્યું કે તમારી પાસે (બેંક) બધી વસ્તુઓ સીલબંધ પરબિડીયામાં છે. તમે સીલ ખોલો અને ડેટા પ્રદાન કરો. આમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠનો હિસ્સો રહેલા જસ્ટિસ સંજીવ ખન્નાએ પૂછ્યું કે SBIએ માત્ર સીલબંધ કવર ખોલવાનું છે, તો તેમાં સમસ્યા ક્યાં છે? આ અંગે સાલ્વેએ કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટ પાસેથી સ્પષ્ટતા ઈચ્છે છે. અમે આગામી ત્રણ અઠવાડિયામાં બોન્ડ નંબર, નામ અને બોન્ડ કેટલું છે તેની માહિતી આપી શકીએ છીએ.

સુપ્રીમ કોર્ટ તરફથી આ ટિપ્પણી ત્યારે કરવામાં આવી જ્યારે SBI તરફથી વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું, અમે વધારાના સમયનો અનુરોધ કર્યો છે. ચૂંટણી બોન્ડ જાહેર કરવાનું પણ બંધ કરી દીધુ છે. અમને આંકડા આપવામાં કોઇ સમસ્યા નથી. અમને માત્ર તેને વ્યવસ્થિત કરવા માટે કેટલોક સમય લાગશે, જેને કારણે અમને પહેલા કહેવામાં આવ્યું હતું કે આ ગુપ્ત રહેશે, માટે ઘણા ઓછા લોકો પાસે તેની જાણકારી હતી.