સ્વામિનારાયણ મંદિર સુરત ખાતે ૬૦૦૦થી વધું હરિભક્તોએ દિવ્ય શાકોત્સવ પ્રસાદનો લાભ લીધો

Share this story

સુરતનાં વરિયાવ વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાય હેઠળના શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરીધામ વરિયાવ ખાતે રવિસભા અને દિવ્ય શાકોત્સવનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ શાકોત્સવમાં સામાજિક આગેવાનો તેમજ લગભગ ૬૦૦૦ ઉપરાંત હરિભક્તોએ શાકોત્સવનાં પ્રસાદનો લાભ લીધો હતો. જેમાં ૧૧૪૦ કિલો રીંગણ, ૫૮૦ કિલો લોટના રોટલા, ૮૦ કિલો ચોખ્ખુ ધી સહિતની સામગ્રીથી પ્રસાદી બનાવવામાં આવી હતી.

ભગવાન શ્રી હરિએ ૨૦૦ વર્ષ પહેલા લોયામાં સુરાખાચરનાં દરબારમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી એ પરંપરાને અનુસરીને શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરીધામ વરિયાવ સ્થિત મંદિરમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી મોટી સંખ્યામાં હરિભકતોએ પ્રસાદી બનાવવાની સેવા આપી હતી.

સાંજે મંદિરનાં પટાંગણમાં પ.પૂ.અલૌકિકદાસજી સ્વામીની પ્રેરણાથી પ.પૂ.અભ્યાસસ્વરૂપદાસજી સ્વામી દ્વારા સત્સંગ સભા સાથે જ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા તેમજ પ.પૂ. સંતોએ રીંગણાનું શાક તથા રોટલા બનાવીને હરિભક્તોને જમાડ્યા હતાં. આ શાકોત્સવમાં સામાજિક આગેવાનો તેમજ લગભગ ૬૦૦૦ ઉપરાંત હરિભક્તોએ શાકોત્સવનાં પ્રસાદનો લાભ લીધો હતો. જેમાં ૧૧૪૦ કિલો રીંગણ, ૫૮૦ કિલો લોટના રોટલા, ૮૦ કિલો ચોખ્ખુ ધી સહિતની સામગ્રીથી પ્રસાદી બનાવવામાં આવી હતી. લક્ષ્મીનારાયણ કેટરર્સનાં વલ્લભભગતે સંપૂર્ણપણે પ્રસાદી ફ્રી બનાવી આપવાની સેવાનો લાભ લીધો હતો. શાકોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો :-