Home Blog Page 812

૧૩ માર્ચ, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને બુધવાર થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

મેષઃ

આપને માન‌સિક શાં‌તિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી ‌નિર્ણયો લઈ શકશો. પ‌રિવારના સભ્યો સાથે આનંદ અનુભવા શકાશે. કરેલા રોકાણોના સારા ફળ મળતા જણાશે. સુખશાં‌તિમાં વધારો થતો અનુભ‍વાશે.

‌વૃષભઃ

ધનથી સંકળોલા બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. ‌વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્ય‌ક્તિ માટે શુભ દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવાશે.

‌મિથુનઃ

નાણાંની વખતસર હેરફર થતી જણાશે. દરેક કાર્યમાં ‌મિત્રોને સાથ સહકાર મળતો જણાશે. સંતાનો ‌મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફતી હર્ષ. સાંસા‌રિક સંબંધોમાં તણાવ વધતો જણાશે. આરોગ્ય સારૂ જળવાશે. ભાગ્ય વૃ‌દ્ધિ થતા આક‌સ્મિક ધનલાભ મળતો જણાય.

કર્કઃ

માન‌સિક સ્વાસ્થય ખૂબ સારૂ રહેશે. નોકરી ધંધામાંથી સારા સામાચાર, પ્રગ‌તિ થતી જણાય. માતા-‌પિતાની ત‌બિયત સારી રહેશે. તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

‌સિંહઃ

આક‌સ્મિક ધન પ્રા‌પ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પ‌રિવારમાં આનંદ કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફતી ‌ચિંતા રહે. દામ્પત્ય સુખણાં ગુસ્સો ‌ચિંતાનું કારણ બની શકે.

કન્યાઃ ‌

દિવસ દરમ્યાન માન‌સિક પ‌રિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી-ધંધઆમાં ‌દિવસ શાં‌તિથી પસાર કરી દેવો. સંતાનોની પ્ર‌ગ‌તિથી થોડો માન‌સિક સંતોષ મળશે. આરોગ્ય દૃ‌ષ્ટિએ ‌દિવસ સારો રહેશે.

તુલાઃ

જીવનસાથી સાથે આનંદની અનુભુ‌તિ કરવાનો‌‌ ‌દિવસ છે. ‌પ્રિય પાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃ‌દ્ધિ અનુભવી શકાશે.

વૃ‌શ્ચિકઃ

આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સસમ્યા વધતી જણાય. પ‌રિવાર માટે સામાન્ય ‌દિવસ જણાય. નવા રોકાણો કવાની શક્યતા વધતી જણાય. નોકરી ધંધામાં પ્રગ‌તિનો અનુભવ થાય.

ધનઃ

થોડી માન‌સિક અશાં‌તિ જણાય. પરંતુ સંતાની પ્રગ‌તિથી આનંદમાં વધારાની અનુભુતી કરી શકાય. ‌વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ‌દિવસ આદ્યા‌ત્મિક પ્રગ‌તિ શખ્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

મકરઃ

માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન- મકાન વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે ‌દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યા‌ત્મિક પ્રગ‌તિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભઃ

પ‌રિવારમાં ‌વિખવાદને કારણે માન‌સિક અશાં‌તિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતું જણાય. મહેનત વધારી કરવી પડે. માન-સન્માનમાં હણાતુ જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી.

મીનઃ ‌

દિવસ દરમ્યાન નાણાંની છુટ વર્તાય. ભાઈ-બહેનોની પ્રગ‌તિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

CAA હેઠળ ભારતીય નાગરિકતા માટે વેબ પોર્ટલ લૉન્ચ, આ રીતે કરો અરજી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સોમવારે નાગરિકતા સંશોધન અધિનિયમને સંસદમાં પસાર થયાના પાંચ વર્ષ બાદ નોટિફાય કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે CAAના અમલથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક આધાર પર અત્યાચાર ગુજારવામાં આવતા લઘુમતીઓને ભારતમાં નાગરિકતા મળી શકશે. નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 હેઠળ ભારતીય નાગરિકતા માટેની અરજીઓ સબમિટ કરવા માટેનું ઓનલાઈન પોર્ટલ મંગળવારે સવારે લાઈવ થયું.

નાગરિકતા માટે અરજી કરવા માટે પાત્ર વ્યક્તિઓ હવે indiancitizenshiponline.nic.in ની મુલાકાત લઈ શકે છે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે અરજીઓ સંપૂર્ણપણે ઓનલાઈન મોડમાં સબમિટ કરવામાં આવશે.

 અરજી માટે જરૂરી દસ્તાવેજોની સૂચિ

  • અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનની સરકારો દ્વારા જારી કરાયેલ પાસપોર્ટની નકલ
  • ભારતમાં વિદેશી પ્રાદેશિક નોંધણી અધિકારી (FRRO) અથવા વિદેશી નોંધણી અધિકારી (FRO) દ્વારા જારી કરાયેલ નોંધણી પ્રમાણપત્ર અથવા રહેણાંક પરમિટ
  • જન્મ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનમાં સરકારી સત્તાધિકારી દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર
  • અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનમાં શાળા, કોલેજ, બોર્ડ અથવા યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલ શાળા પ્રમાણપત્ર અથવા શૈક્ષણિક પ્રમાણપત્ર
  • અફઘાનિસ્તાન, બાંગ્લાદેશની સરકારો દ્વારા જારી કરાયેલ કોઈપણ પ્રકારની ID અથવા પાકિસ્તાન અથવા આ દેશોમાં કોઈપણ અન્ય સરકારી સત્તાવાળાઓ અથવા સરકારી એજન્સીઓ
  • અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનની સરકારી સત્તા દ્વારા જારી કરાયેલ કોઈપણ લાયસન્સ અથવા પ્રમાણપત્ર
  • અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનમાં જમીન અથવા ભાડૂત રેકોર્ડ
  • કોઈપણ દસ્તાવેજ જે દર્શાવે છે કે ક્યાં તો અરજદારના માતા-પિતા અથવા દાદા-દાદી અથવા મહાન દાદા-દાદી ત્રણમાંથી કોઈ એક દેશ – અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનના નાગરિક છે અથવા હતા. એ સ્થાપિત કરશે કે અરજદાર આમાંથી કોઈ એક દેશનો છે

CAA હેઠળ નાગરિકત્વ માટે કેવી રીતે અરજી કરવી?

ભારતીય નાગરિકતા ઓનલાઈન પોર્ટલ પર જાઓ અને “CAA 2019 હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી સબમિટ કરવા માટે ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરો.

  • તમારો મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો, પછી આગલા પૃષ્ઠ પર આગળ વધો.
  • આગલા પૃષ્ઠ પર, તમારું ઇમેઇલ ID, નામ અને કેપ્ચા કોડ પ્રદાન કરો.
  • સબમિટ બટન પર ક્લિક કરો.
  • OTP માટે તમારું ઈમેલ અને મોબાઈલ તપાસો. OTP દાખલ કરો અને તેમને ચકાસો.
  • વધારાની ચકાસણી માટે કેપ્ચા કોડ ફરીથી દાખલ કરો.
  • તમારા ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર અને કેપ્ચા કોડનો ઉપયોગ કરીને લોગઈન કરો. “ચાલુ રાખો” પર ક્લિક કરો.
  • તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર બીજો OTP પ્રાપ્ત થશે. OTP દાખલ કરો અને કેપ્ચા કોડ ફરીથી દાખલ કરો. “ચકાસો અને આગળ વધો” પર ક્લિક કરો.
  • સફળ ચકાસણી પછી, “તાજી અરજી શરૂ કરવા માટે અહીં ક્લિક કરો” વિકલ્પ દેખાશે.
  • તમારી પૃષ્ઠભૂમિ વિશેના પ્રશ્નોના જવાબ આપો, જેમાં ૨૦૨૪ પહેલાના તમારા રહેઠાણ, મૂળ સ્થાન અને રોકાણની અવધિનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

રાજસ્થાનના જેસલમેરમાં તેજસ એરક્રાફ્ટ ક્રેશ, પાયલટનો આબાદ બચાવ

0

રાજસ્થાનના જેસલમેરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં સેનાનું એક ફાઇટર વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માત જેસલમેરના જવાહર નગરમાં થયો હતો. જો કે આ અકસ્માતમાં પાયલોટ સુરક્ષિત રીતે બચવામાં સફળ રહ્યો હતો. પાયલોટે યોગ્ય સમયે પોતાની જાતને પ્લેનમાંથી બહાર કાઢી બચાવ કર્યો હતો.

જે ભારતીય સેનાનું વિમાન ક્રેશ થયું તે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ હતું. દુર્ઘટના સમયે વિમાન ઓપરેશનલ ટ્રેનિંગ પર હતું. અકસ્માત બાદ સેનાએ આ મામલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. થોડા સમય પહેલા ડિસેમ્બર ૨૦૨૩માં તેલંગાણામાં એરફોર્સનું ટ્રેની પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટના મૃત્યુ થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળેથી એક વીડિયો બહાર આવ્યો હતો, જેમાં જોવા મળે છે કે દુર્ઘટના બાદ પ્લેન ખરાબ રીતે સળગી ગયું હતું.

ક્રેશ થનાર ભારતીય સેનાનું વિમાન LCA એટલે કે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ હતું. એરક્રાફ્ટ અકસ્માત સમયે ઓપરેશનલ ટ્રેનિંગ પર હતું. અકસ્માત બાદ સેનાએ આ મામલે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

થોડા સમય પહેલા ડિસેમ્બર ૨૦૨૩માં તેલંગાણામાં એરફોર્સનું ટ્રેની પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળેથી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં જોવા મળે છે કે દુર્ઘટના બાદ પ્લેન ખરાબ રીતે સળગી ગયું હતું.

આ પણ વાંચો :-

કોમર્શિયલ કોર્ટે ડાયમંડ બૂર્સને એક સપ્તાહમાં ૧૨૫ કરોડની બેંક ગેરેન્ટી જમા કરાવવા કોર્ટનો આદેશ

સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર પીએસપી કંપની દ્વારા સુરત ડાયમંડ બુર્સ પાસે બાકી રહેલી રૂા. ૬૦૦ કરોડની રકમ બાબતે કોર્ટ પ્રકરણ બાદ આજે સુરતના સ્પેશિયલ કોમર્શિયલ કોર્ટ તરફથી કરાયેલા હુકમમાં સુરત ડાયમંડ બુર્સને ચાર સપ્તાહમાં ૧૨૫ કરોડની બેન્ક ગેરન્ટી જમા કરાવવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.

Surat Diamond Bourse; the largest office in the worldસુરત ડાયમંડ બૂર્સ નું બાંધકામ કરનારી પી.એસ.પી પ્રોજેક્ટ્સ લીમોટેડ કંપનીએ પિટિશન કરી છે. આર્બિટેશન એક્ટની કલમ ૯ હેઠળની આ પિટિશનમાં આજ રોજ સુરતની કોમર્શિયલ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કોમર્શિયલ કોર્ટના જજ આશિષ મલ્હોત્રાએ આખરી હુકમ કરતા ડાયમંડ બૂર્સને ૪ અઠવાડીયામાં ૧૨૫ કરોડની બેન્ક ગેરંટી જમા કરાવવા આદેશ કર્યો છે.

વધુમાં અત્રેની કોર્ટે પોતાના હુકમમાં જણાવ્યું છે કે, સુરત ડાયમંડ બુર્સ તરફથી જ્યાં સુધી બેન્ક ગેરન્ટી જમા કરાવવામાં નહીં આવે ત્યાં સુધી સુરત ડાયમંડ બુર્સ તેમની વેચાણ માટે બાકી રહેલી ઓફિસો કે અન્ય પ્રોપર્ટીની હરાજી કરી શકશે નહીં કે તે ભાડે આપી શકશે નહીં. આ સાથે થર્ડપાર્ટી રાઇટ્સ પણ ઊભા કરવા નામદાર કોર્ટ દ્વારા મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે. પીએસપી પ્રોજેક્ટ લિ. કંપની દ્વારા સુપ્રીમ કોર્ટના સિનીયર એડવોકેટ મિનાક્ષી અરોરા તથા હાઇકોર્ટના વકીલ ભગીરથ પટેલની દલીલોને માન્ય રાખીને અત્રેની કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. આ સાથે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રૂા. ૬૦૦ કરોડના દાવા બાબતની સુનાવણી પેન્ડિંગ રહી છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનને પાછળ છોડીને તે ભારતમાં બનેલી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે ઓળખાય છે. ૮૦ વર્ષ સુધી પેન્ટાગોન વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ હતી. જોકે આ ખિતાબ હવે ગુજરાતના સુરતમાં બનેલી આ ઈમારત દ્વારા લેવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર પણ છે.

આ પણ વાંચો :-

નાયબ સિંહ સૈની બન્યા હરિયાણાના નવા મુખ્યમંત્રી, આજે લેશે શપથ

0

આજે હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈની સાંજે ૫ વાગ્યે શપથ લેવાના છે ચંડીગઢમાં સવારે મનોહર લાલ ખટ્ટરે કેબિનેટ મંત્રીઓ સાથે રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે હરિયાણા ભાજપના અધ્યક્ષ નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બનવાના છે.

નાયબસિંહ હાલમાં કુરુક્ષેત્રના સાંસદ છે. તેઓ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ૨૦૧૪માં નાયબ સિંહ અંબાલા જિલ્લાની નારાયણગઢ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. નાયબ સિંહ આ ચૂંટણીમાં ૨૪ હજારથી વધુ મતોથી જીત્યા હતા. બાદમાં તેમને ખટ્ટર સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે 2019ની ચૂંટણી આવી ત્યારે પાર્ટીએ નાયબ સિંહને મોટી જવાબદારી આપી અને તેમને કુરુક્ષેત્રથી ટિકિટ આપીને ચોંકાવી દીધા હતા. ત્યારે પણ નાયબ સિંહ સંગઠનના વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા હતા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નાયબ સિંહને ૬ લાખ ૮૮ હજાર ૬૨૯ વોટ મળ્યા હતા. તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર નિર્મલ સિંહ અડધા મત પણ મેળવી શક્યા ન હતા.

કોણ છે નાયબ સિંહ સૈની

  • નાયબ સિંહ સૈની કુરુક્ષેત્રથી ભાજપ સાંસદ છે.
  • ઓબીસી સમુદાય સાથે જોડાયેલા સૈનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું.
  • ભાજપ સાથે તેમનું જોડાણ ૧૯૯૬થી છે, જે સંગઠનાત્મક ભૂમિકાઓથી શરૂ થયું હતું અને પક્ષની અંદર વિવિધ મહત્વપૂર્ણ હોદ્દા પર આગળ વધ્યું હતું.
  • નાયબ સિંહ સૈની ૨૦૧૪માં પહેલી વાર નારાયણગઢ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતા અને ૨૦૧૬માં હરિયાણા સરકારમાં મંત્રી બન્યાં હતા. તેમની મંત્રીપદની નિમણૂકનો સમાવેશ થાય છે.
  • સૈની મનોહર લાલ ખટ્ટરના વિશ્વાસુ તરીકે ઓળખાય છે, અને વિધાનસભા જૂથના નેતા તરીકે તેમની નિમણૂકને ચૂંટણી અને જાતિના સંદર્ભમાં જોવામાં આવે છે.

ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ JJPમાં બળવો થયો છે. JJPએ દિલ્હીમાં તમામ ૧૦ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી, પરંતુ ૫ ધારાસભ્યો પહોંચ્યા નથી.  આ તમામ ચંદીગઢમાં છે અને ભાજપના સંપર્કમાં છે. હરિયાણામાં જેજેપી સાથે ગઠબંધન તૂટી ગયું પરંતુ ભાજપ પાસે બહુમત છે. હરિયાણામાં વિધાનસભાની ૯૦ બેઠકો છે. જેમાંથી ભાજપના પોતાના ૪૧ ધારાસભ્યો છે. તેને ૬ અપક્ષ અને એક હલોપા (HLP)ના ધારાસભ્યનું સમર્થન છે, એટલે કે ભાજપ પાસે ૪૮ ધારાસભ્યો છે. બહુમત માટે ૪૬ બેઠકો જરૂરી છે.

આ પણ વાંચો :-

કેરળમાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં ABVP કાર્યકરોએ નર્મદ યુનિવર્સીટી ખાતે દેખાવો

0

કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સ્ટુડન્ટ ફ્રેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ નિર્મમ હત્યા કરી હોવાના આક્ષેપ સાથે આજ રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેખાવ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની ભાવ રાખનારા વિદ્યાર્થીઓ પર SFI ના ગુંડાઓ દ્વારા હુમલો કરી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરાયા છે.જ્યાં વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરનારા ગુંડા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે.

ABVP મીડિયા સંયોજક મનોજ જૈને જણાવ્યું હતું કે, કેરળમાં થયેલી જે.એસ.સિદ્ધાર્થનની હત્યાની ઘટના એ માત્ર પશુ ચિકિત્સક સમુદાયને જ આંચકો આપ્યો નથી, પરંતુ સમગ્ર દેશમાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. સરકારે આમાં તાત્કાલિક કોઈ પગલાં લેવા જોઈએ. ઉપરાંત જે.એસ. સિદ્ધાર્થની ઘાતકી હત્યાના આરોપી SFIના ગુંડાઓને કડકમાં કડક સજા થવી જોઈએ.સિદ્ધાર્થ અને તેના પરિવારને ન્યાય મળવો જોઈએ એવી માંગ કરી હતી.

વિદ્યાર્થીઓ પર એટલી હદે અત્યાચાર કરવામાં આવે છે,જ્યાં આપઘાત કરવા માટે મજબૂર બની જવું પડે છે. SFI ના વિદ્યાર્થી નેતાઓ દ્વારા ગુંડાગીરી ચલાવવામાં આવી રહી છે.અન્ય વિદ્યાર્થીઓ જો આ ગુંડા તત્વોની વાત નહિ માને તો હત્યા કરી દેવામાં આવે છે. જે ગુંડા તત્વો SFI સામે દેશભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જે.એસ.સિદ્ધાર્થનમાં દેશભક્તિ,રાષ્ટ્રભાવના સહિતની લાગણી હતી,જેનો વેર રાખી આ હત્યા કરવામાં આવી છે.કેરળમાં SFI ના વિદ્યાર્થી નેતાઓ દ્વારા કોમ્યુનિસ્ટ સાશન ચલાવવામાં આવી રહ્યું છે.જેનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભારે વિરોધ કરે છે.

આ પણ વાંચો :-

CAAના વિરોધમાં સાઉથ ફિલ્મ એક્ટર થલાપતિ વિજય, કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

0

કેન્દ્ર સરકારે સોમવારે નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવા માટે જાહેરનામું  બહાર પાડ્યું છે. આ કાયદા હેઠળ ભારતના ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે. એક તરફ CAA લાગુ થયા બાદ ઉજવણીનો માહોલ છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટી સરકારનો વિરોધ કરી રહી છે. આ દરમિયાન, પાર્ટીની શરૂઆત કરીને રાજકારણમાં પ્રવેશેલા સાઉથ ફિલ્મ એક્ટર થલાપતિ વિજયે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

વિજયને પોતાની પાર્ટી તમિલગા વેટ્રી કજગમના ઓફિશ્યલ એક્સ એકાઉન્ટ પર એક ઓફિશ્યલ નીવેદન શેર કર્યું છે. તેમણે તમિલમાં લખ્યું, ભારતીય નાગરિકતા સંસોધન અધિનયમ ૨૦૧૯ જેવા કોઈ પણ કાયદાને આવી સ્થિતિમાં લાગુ કરવું સ્વીકાર્ય નથી. જ્યાં દેશના બધા નાગરિક સામાજીક સદ્ભાવની સાથે રહે છે. નેતાઓને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે કાયદો દેશમાં લાગુ ન થાય. વિજય થલાપતિ ઉપરાંત ઘણા વિપક્ષી નેતાઓએ પણ CAAને લઈને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. AIMIMએ કહ્યું કે મોદી સરકાર ચૂંટણી પહેલા આ સ્ટંટ કરી રહી છે.

તે જ સમયે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે અમારી સરકારે ઘણી વખત જણાવ્યું છે કે અમે અહીં CAA લાગુ કરવા દઈશું નહીં, જે મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક માને છે. આ સાંપ્રદાયિક કાયદા સામે આખું કેરળ એકસાથે ઊભું રહેશે. કેરળ પ્રથમ રાજ્ય છે જેણે CAA વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો. કેરળ સરકારે ડિસેમ્બર ૨૦૧૯માં જ વિધાનસભામાં એક ઠરાવ પસાર કરીને આ કાયદાને રદ્દ કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો :-

 

ખાલિસ્તાન-ગેંગસ્ટર વિરૂદ્ધ NIAનું એક્શન, પંજાબ-હરિયાણા સહિત આ રાજ્યોમાં દરોડા

0

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકવાદી અને ગેન્ગસ્ટર વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. NIAની ટીમે મંગળવાર સવારે પંજાબ,હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. NIAની ટીમ આ રાજ્યમાં ૩૦ સ્થળો પર તપાસ કરી રહી છે. પંજાબના ફરીદકોટના કોટકપુરામાં NIAની ટીમ એક બિઝનેસમેનના ઘરે તપાસ કરી રહી છે.

સપ્ટેમ્બરમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન NIAની ટીમ પંજાબમાં સૌથી વધુ ૩૦ સ્થળોએ પહોંચી હતી. આ ઉપરાંત રાજસ્થાનમાં ૧૩, હરિયાણામાં ૪, ઉત્તરાખંડમાં ૨, દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશમાં ૧-૧ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની અને ગેંગસ્ટર હવાલા ચેનલ દ્વારા ભારતમાં ગ્રાઉન્ડ વર્કર્સને ડ્રગ્સ અને હથિયારોનું ફંડિંગ કરી રહ્યા છે. ગેંગસ્ટર-ખાલિસ્તાનીઓની આ ફંડિંગ ચેઈનને ખતમ કરવા NIAની કાર્યવાહી ચાલી રહી છે.

NIA દ્વારા લગભગ પાંચ મહિના પહેલા જે સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા તે લોરેન્સ બિશ્નોઈ, બંબિહા ગેંગ અને અર્શ ડલ્લા ગેંગના સભ્યો સાથે જોડાયેલા હતા. NIAની ટીમ દિલ્હીના ભીમા પોલીસ સ્ટેશન રોડી પહોંચી હતી. અહીં યાદવિંદર ઉર્ફે જશનપ્રીતના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો, જે વ્યવસાયે બાઉન્સર છે. યાદવિંદરના ખાતામાં વિદેશથી ફંડિંગ આવ્યું હતું, તેના ફોન પરથી વિદેશમાં કોલ પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્લાન લોન્ચ અને ૮૫ હજાર કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટની ભેટ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાન સાબરમતી ડી કેબીન ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા છે.  આ પ્રસંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર હતા. PM મોદી આજે રાજ્યમાં ૧૦ નવી વંદે ભારત ટ્રેનને ફ્લેગઓફ કરાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ગુજરાતમાં આયોજિત કાર્યક્રમમાં ૮૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતની અંદાજે ૬૦૦૦ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા હતા. સમગ્ર દેશમાં ૭૬૪ સ્થાનો પર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોટા પાયે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દાહોદ વર્કશોપમાં દાહોદ લોકો મેન્યુફેકચરીંગ યુનિટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા.

સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ  પ્લાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યો. ૧૨૦૦ કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો કાયાકલ્પ થવાનો છે. અહીં ૧૩ ઐતિહાસિક ઇમારતોનું પુનઃસ્થાપન કરવામાં આવશે. જ્યારે હાલમાં આવેલી ૨૦ ઇમારતોને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં વધુમાં કહ્યું કે ૨૦૧૪ પહેલા દેશમાં ૬ નોર્થ ઈસ્ટ રાજ્યો હતા. જેમની રાજધાની આપણા દેશની રેલ્વે સાથે જોડાયેલી ન હતી. ૨૦૧૪માં દેશમાં ૧૦ હજારથી વધુ માનવરહિત રેલવે ક્રોસિંગ હતા, જ્યાં અવારનવાર અકસ્માતો થતા હતા. ૨૦૧૪ માં માત્ર ૩૫% રેલ્વે લાઈનોનું વીજળીકરણ થયું હતું. રેલ્વે લાઇનને ડબલ કરવી એ અગાઉની સરકારોની પ્રાથમિકતા નહોતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ગુજરાતમાં છેલ્લા ૧૦-૧૨ દિવસમાં જ ૭ લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. આજે પણ દેશે વિકસિત ભારત તરફ મોટું પગલું ભર્યું છે. આ કાર્યક્રમમાં આજે રૂ. ૧ લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી આજે દેશને રૂ. ૮૫ હજાર કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ મળ્યા છે.

આ પણ વાંચો :-

હરિયાણાના મુખ્યમંત્રી પદેથી મનોહરલાલ ખટ્ટરનું રાજીનામું

0

હરિયાણામાં મુખ્યમંત્રી મનોહર લાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે હરિયાણામાં ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવા જઈ રહી છે. મનોહરલાલ ખટ્ટર સિવાય સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે.

હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે એકથી બે બેઠકો માંગી હતી.  ભાજપ હાઈકમાન્ડે તેમને કહ્યું કે તેમને ગઠબંધનના ભાવિ વિચાર વિશે જાણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે ચંદીગઢમાં ભાજપના ધારાસભ્યો સાથે અપક્ષ ધારાસભ્યોની બેઠકમાં ગઠબંધનમાં સામેલ જેજેપી ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

વાસ્તવમાં મનોહર લાલ હરિયાણાના સીએમ આવાસ પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કેટલાક અપક્ષ ધારાસભ્યો સાથે બેઠક કરી અને પછી મનોહર લાલ રાજભવન જવા રવાના થયા. અહીં મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રીની કારમાં અનિલ વિજ પણ હાજર હતા. વિજના ચહેરા પર સ્મિત હતું. આવી સ્થિતિમાં વિજ હરિયાણાના નવા સીએમની રેસમાં વીજ પણ હોઇ શકે છે. સીએમ સિવાય અન્ય તમામ મંત્રીઓ પણ પોતપોતાના વાહનોમાં રાજભવન પહોંચ્યા હતા.

હરિયાણામાં ૯૦ બેઠકોમાંથી ૪૧ ભાજપ પાસે છે. કોંગ્રેસ માટે ૩૦ બેઠકો, ઈન્ડિયન નેશનલ લોકદળને ૧૦, હરિયાણા લોકહિત પાર્ટીને એક અને છ અપક્ષો બેઠકો છે. હરિયાણામાં બહુમત માટે ૪૬ ધારાસભ્યોની જરૂર છે. હરિયાણામાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જેજેપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.

આ પણ વાંચો :-