સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્લાન લોન્ચ અને ૮૫ હજાર કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટની ભેટ

Share this story

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાન સાબરમતી ડી કેબીન ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા છે.  આ પ્રસંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર હતા. PM મોદી આજે રાજ્યમાં ૧૦ નવી વંદે ભારત ટ્રેનને ફ્લેગઓફ કરાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ગુજરાતમાં આયોજિત કાર્યક્રમમાં ૮૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતની અંદાજે ૬૦૦૦ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા હતા. સમગ્ર દેશમાં ૭૬૪ સ્થાનો પર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોટા પાયે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દાહોદ વર્કશોપમાં દાહોદ લોકો મેન્યુફેકચરીંગ યુનિટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા.

સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ  પ્લાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યો. ૧૨૦૦ કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો કાયાકલ્પ થવાનો છે. અહીં ૧૩ ઐતિહાસિક ઇમારતોનું પુનઃસ્થાપન કરવામાં આવશે. જ્યારે હાલમાં આવેલી ૨૦ ઇમારતોને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં વધુમાં કહ્યું કે ૨૦૧૪ પહેલા દેશમાં ૬ નોર્થ ઈસ્ટ રાજ્યો હતા. જેમની રાજધાની આપણા દેશની રેલ્વે સાથે જોડાયેલી ન હતી. ૨૦૧૪માં દેશમાં ૧૦ હજારથી વધુ માનવરહિત રેલવે ક્રોસિંગ હતા, જ્યાં અવારનવાર અકસ્માતો થતા હતા. ૨૦૧૪ માં માત્ર ૩૫% રેલ્વે લાઈનોનું વીજળીકરણ થયું હતું. રેલ્વે લાઇનને ડબલ કરવી એ અગાઉની સરકારોની પ્રાથમિકતા નહોતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ગુજરાતમાં છેલ્લા ૧૦-૧૨ દિવસમાં જ ૭ લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. આજે પણ દેશે વિકસિત ભારત તરફ મોટું પગલું ભર્યું છે. આ કાર્યક્રમમાં આજે રૂ. ૧ લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી આજે દેશને રૂ. ૮૫ હજાર કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ મળ્યા છે.

આ પણ વાંચો :-