હરિયાણાના મુખ્યમંત્રી પદેથી મનોહરલાલ ખટ્ટરનું રાજીનામું

Share this story

હરિયાણામાં મુખ્યમંત્રી મનોહર લાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે હરિયાણામાં ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવા જઈ રહી છે. મનોહરલાલ ખટ્ટર સિવાય સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે.

હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે એકથી બે બેઠકો માંગી હતી.  ભાજપ હાઈકમાન્ડે તેમને કહ્યું કે તેમને ગઠબંધનના ભાવિ વિચાર વિશે જાણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે ચંદીગઢમાં ભાજપના ધારાસભ્યો સાથે અપક્ષ ધારાસભ્યોની બેઠકમાં ગઠબંધનમાં સામેલ જેજેપી ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

વાસ્તવમાં મનોહર લાલ હરિયાણાના સીએમ આવાસ પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કેટલાક અપક્ષ ધારાસભ્યો સાથે બેઠક કરી અને પછી મનોહર લાલ રાજભવન જવા રવાના થયા. અહીં મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રીની કારમાં અનિલ વિજ પણ હાજર હતા. વિજના ચહેરા પર સ્મિત હતું. આવી સ્થિતિમાં વિજ હરિયાણાના નવા સીએમની રેસમાં વીજ પણ હોઇ શકે છે. સીએમ સિવાય અન્ય તમામ મંત્રીઓ પણ પોતપોતાના વાહનોમાં રાજભવન પહોંચ્યા હતા.

હરિયાણામાં ૯૦ બેઠકોમાંથી ૪૧ ભાજપ પાસે છે. કોંગ્રેસ માટે ૩૦ બેઠકો, ઈન્ડિયન નેશનલ લોકદળને ૧૦, હરિયાણા લોકહિત પાર્ટીને એક અને છ અપક્ષો બેઠકો છે. હરિયાણામાં બહુમત માટે ૪૬ ધારાસભ્યોની જરૂર છે. હરિયાણામાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જેજેપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.

આ પણ વાંચો :-