કેરળમાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં ABVP કાર્યકરોએ નર્મદ યુનિવર્સીટી ખાતે દેખાવો

Share this story

કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સ્ટુડન્ટ ફ્રેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ નિર્મમ હત્યા કરી હોવાના આક્ષેપ સાથે આજ રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેખાવ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની ભાવ રાખનારા વિદ્યાર્થીઓ પર SFI ના ગુંડાઓ દ્વારા હુમલો કરી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરાયા છે.જ્યાં વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરનારા ગુંડા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે.

ABVP મીડિયા સંયોજક મનોજ જૈને જણાવ્યું હતું કે, કેરળમાં થયેલી જે.એસ.સિદ્ધાર્થનની હત્યાની ઘટના એ માત્ર પશુ ચિકિત્સક સમુદાયને જ આંચકો આપ્યો નથી, પરંતુ સમગ્ર દેશમાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. સરકારે આમાં તાત્કાલિક કોઈ પગલાં લેવા જોઈએ. ઉપરાંત જે.એસ. સિદ્ધાર્થની ઘાતકી હત્યાના આરોપી SFIના ગુંડાઓને કડકમાં કડક સજા થવી જોઈએ.સિદ્ધાર્થ અને તેના પરિવારને ન્યાય મળવો જોઈએ એવી માંગ કરી હતી.

વિદ્યાર્થીઓ પર એટલી હદે અત્યાચાર કરવામાં આવે છે,જ્યાં આપઘાત કરવા માટે મજબૂર બની જવું પડે છે. SFI ના વિદ્યાર્થી નેતાઓ દ્વારા ગુંડાગીરી ચલાવવામાં આવી રહી છે.અન્ય વિદ્યાર્થીઓ જો આ ગુંડા તત્વોની વાત નહિ માને તો હત્યા કરી દેવામાં આવે છે. જે ગુંડા તત્વો SFI સામે દેશભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જે.એસ.સિદ્ધાર્થનમાં દેશભક્તિ,રાષ્ટ્રભાવના સહિતની લાગણી હતી,જેનો વેર રાખી આ હત્યા કરવામાં આવી છે.કેરળમાં SFI ના વિદ્યાર્થી નેતાઓ દ્વારા કોમ્યુનિસ્ટ સાશન ચલાવવામાં આવી રહ્યું છે.જેનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભારે વિરોધ કરે છે.

આ પણ વાંચો :-