ઉત્તરપ્રદેશ ગાઝીપુરમાં મોટી દુર્ઘટના, બસ પર હાઈટેન્શન તાર પડતા બસમાં લાગી આગ

Share this story

ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. એક હાઇટેન્શન વાયર ચાલુ બસ પર પડતાં આ બસ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જેના કારણે અનેક લોકો જીવતા ભડથું થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ બસ દુર્ઘટનામાં આશરે ૨૦ લોકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બસ મૌના કોપાથી લગ્નની સરઘસ લઈને મરદહના મહાહર ધામ આવી રહી હતી. બસ પાકા રસ્તા પરથી આવી રહી હતી. બસમાં ૩૮ લોકો સવાર હતા.

વારાણસીના ડીઆઈજી ઓપી સિંહના જણાવ્યા અનુસાર, લગ્નના જાનૈયાઓથી ભરેલી બસ હાઈ ટેન્શન વાયર સાથે અથડાવાને કારણે અકસ્માતનો ભોગ બની હતી. ગાઝીપુરના ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી છે અને રાહત કાર્યમાં લાગેલા છે ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૦થી વધુ લોકોના મોતના અહેવાલ છે.

સીએમ યોગીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે. મઉની હોસ્પિટલોમાં પણ લોકોને મોકલવામાં આવી રહ્યા છે. હાઈટેન્શન વાયર અને કરંટ લાગવાને કારણે લોકો દૂરથી બસને સળગતી જોઈ રહ્યા હતા. વીજ વિભાગને કરન્ટ બંધ કરવા અંગે જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-