આજે PM મોદીના હસ્તે દ્વારકા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન

Share this story

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે ગુરુગ્રામમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશભરમાં રૂ.૧ લાખ કરોડના મૂલ્યના ૧૧૨ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન બાદ PM મોદી રોડ શો દ્વારા લોકોને સંબોધિત કરશે. વડાપ્રધાન ૧૧ માર્ચે સેક્ટર-૨૫ દ્વારકામાં દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે, જેના માટે ટ્રાફિક પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે.  દ્વારકાની આસપાસ ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળી શકે છે. એડવાઈઝરી મુજબ, લોકોએ સવારે ૮ થી બપોરના ૨ વાગ્યા સુધી આ માર્ગો પર જવાનું ટાળવું જોઈએ. ધૌલસીરસ ચોક, ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ઓફિસ પાસે, સેક્ટર ૮/૯ ક્રોસિંગ, D.G.S./કાર્મેલ ચોક, સેક્ટર-૨૩ છે. જાનકી ચોક, દ્વારકા મેટ્રો સ્ટેશન અને પેસિફિક મોલ કટથી ગોલ્ફ કોર્સ રોડ, પોચનપુર ફ્લાયઓવર, સેક્ટર-૨૩ ચોક, ભરથલ ચોકથી ધૌલા સિરસા ચોક અને છાવલા રોડ પર પોલીસ સ્ટેશન પાસે ટ્રાફિક જામની શક્યતા હોઇ આવી સ્થિતિમાં લોકોએ આ માર્ગો પર જવાનું ટાળવું જોઈએ. પોલીસે લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આઠ લેનવાળા દ્વારકા એક્સપ્રેસ વેના ૧૯ કિલોમીટર લાંબા હરિયાણા સેક્શનનું નિર્માણ અંદાજે ૪,૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. આ મુજબ, તે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ અને ગુરુગ્રામ બાયપાસને પણ સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ સિવાય PM મોદી જે અન્ય મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે તેમાં દિલ્હીના નાંગલોઈ-નજફગઢ રોડથી સેક્ટર ૨૪ દ્વારકા સેક્શન સુધી ૯.૬ કિમી લાંબા સિક્સ લેન અર્બન એક્સટેન્શન રોડ-IIનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદીએ તેમના સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ પર દ્વારકા એક્સપ્રેસ વેની અમુક તસવીરો પોસ્ટ કરી હતી. આ પોસ્ટ સાથે તેમણે લખ્યું કે આજે સમગ્ર ભારતમાં કનેક્ટિવિટી માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. આજે બપોરે ૧૨ વાગ્યે જુદા જુદા રાજ્યોમાં ફેલાયેલા ૧૧૨ નેશનલ હાઈવે રાષ્ટ્રને સમર્પિત કરાશે કે પછી તેમની આધારશિલા મૂકાશે. દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણાના હિસ્સાનું ઉદઘાટન કરાશે. આ પ્રોજેક્ટ આર્થિકા વિકાસને પ્રોત્સાહન આપશે અને આગામી પેઢીના પાયાના માળખાના નિર્માણના આપણા પ્રયાસોને અનુરૂપ પણ છે.

આ પણ વાંચો :-