લોકસભા ચૂંટણી ૨૦૨૪માં એનડીએ એલાયન્સમાં પણ બધું સમુસૂતરું નથી. બિહાર એનડીએમાં સીટ વહેંચણીને લઈને લડાઈ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીને એક પણ બેઠક ન મળવાથી નારાજ હોવાનું કહેવાય છે. પશુપતિ પારસ NDAથી અલગ થયા છે. RLJP અધ્યક્ષ પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપવાનું એલાન કરી દીધું છે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪માં એનડીએ માટે બિહારમાં NDA દ્વારા સીટ વહેંચણીની જાહેરાત થતાં જ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીએ પશુપતિ પારસને NDAમાંથી બહાર ફેંકી દીધા છે, કારણ કે તેમની પાર્ટી RLJPને એક પણ સીટ આપવામાં આવી નથી. જ્યારે ચિરાગ પાસવાનની તમામ માંગણીઓ પુરી થઈ હતી.તેમને માત્ર ૫ બેઠકો જ મળી નથી પરંતુ હાજીપુર બેઠક પણ તેમને આપવામાં આવી હતી. હાજીપુર અંગે પારસ સતત દાવો કરી રહ્યા છે કે આ બેઠક તેમની છે અને તે ત્યાંથી ચૂંટણી લડશે.
તેમણે કહ્યું હતું કે મારી અને મારી પાર્ટી સાથે અન્યાય થયો. એક પણ બેઠક નથી આપવામાં આવી. મેં મારું રાજીનામું મોકલી દીધું છે. મેં લગન અને વફાદારીથી NDAની સેવા કરી, પરંતુ મારી સાથે વ્યક્તિગત ન્યાય નથી થયો. આજે પણ હું વડા પ્રધાન મોદીનો અહેમાનમંદ છું. મેં જેટલું બોલવું હતું એટલું બોલી લીધું છે. ભવિષ્યનું રાજકારણ અમે પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે બેસીને વિચારવિમર્શ કરીશું.તેમણે વડા પ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું હતું કે હું આપને જાણ કરું છુ કે હું અમુક કારણોસર મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું. એ દરમ્યાન મંત્રી પરિષદના સભ્ય તરીકે મારી પર વિશ્વાસ મૂકવા બદલ તમારો આભાર.
સોમવારે NDAએ બિહાર માટે સીટ શેરિંગની જાહેરાત કરી છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીને ૧૭, જનતા દળ યુનાઈટેડને ૧૬, ચિરાગ પાસવાનની એલજેપીઆરને ૫, જીતનરામ માંઝીની એચએએમ અને ઉપેન્દ્ર કુશવાહાની આરએલએમને એક-એક સીટ મળી છે. જ્યારે પશુપતિ પારસની આરએલજેપીને એક પણ બેઠક મળી નથી.
આ પણ વાંચો :-

પરુચુરી અભિજીત નાનપણથી જ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી રહ્યો છે. તેમનાં પરિવારનાં સદસ્યોનાં જણાવ્યા અનુસાર તેમની માતા શરુઆતમાં ઈચ્છતી ન હતો કે તે અભ્યાસ અર્થે વિદેશ જાય પરંતું બાદમાં પરિવારજનોની સહમતી બાદ તેને ભણવા માટે મોકલવામાં આવ્યો હતો. અભિજીતને બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં એડમીશન મળ્યું હતું. આશંકા છે કે હુમલાખોરોએ પૈસા અને લેપટોપની ચોરી માટે અભિજીતની હત્યા કરી હશે. યુનિવર્સિટીમાં અન્ય એક બીજ વિદ્યાર્થી સાથે ઝઘડાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કૈપસમાં થયેલ હત્યાએ ઘણી શંકાઓ ઉપજાવી છે. અમેરિકામાં તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેનાં પાર્થિવ દેહને ગુંટૂર જીલ્લાનાં બુર્રિપાલેમમાં લાવવામાં આવશે.
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં આજે સવારે પોલીસે નક્સલવાદીઓ સામે એન્કાઉન્ટરનું ઓપરેશન હાથ ધર્યું હતું.
મેષઃ
પોલીસે જણાવ્યું કે
કિરણ બેદીને હટાવ્યા બાદ તેમને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતા કુમારી અનંતની પુત્રી
પાકિસ્તાની મિડિયામાં દાવો કર્યો હતો કે અફઘાન સરહદ તરફથી તાલિબાની સૈનિક પાકિસ્તાનના નાગરિક સ્થાનોને નિશાન બનાવી રહ્યાં છે. પાકિસ્તાને કહ્યું હતું કે ત્રણ તરફથી કુર્રમ કબાયલી જિલ્લા,
જયંતીભાઈ પુંજભાઇ રાવળના મકાનમાં આજે વહેલી સવારે સગડી ચાલુ કરતા સિલિન્ડરે આગ પકડી લીધી હતી. જેને બુઝાવવા માટે આસપાસના લોકો બેકઠા થયા હતા જેને ઓલવવાના પ્રયાસ કરતા
આઈસલેન્ડની સિવિલ ડિફેન્સ સર્વિસના કહેવા પ્રમાણે શનિવારે સ્થાનિક સમય પ્રમાણે સાંજે આઠ વાગ્યે આ જવાળામુખી ફાટયો હતો. આ એ જ જગ્યાએ છે જ્યાં આઠ ફેબ્રુઆરીએ પણ જવાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. જ્વાળામુખી વિસ્ફોટના વિડિયો ફૂટેજ પણ સા મે આવ્યા છે. જેમાં ધરતીના પેટાળમાંથી સેંકડો ડિગ્રી તાપમાન ધરાવતો લાવા નીકળીને જમીન પર ફેલાતો નજરે પડી રહ્યો છે.
ચૂંટણી પંચનું કહેવું છે કે, ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહી એક મજબૂત સંદેશ આપે છે કે 