બિહારના આરામાં લોકમાન્ય તિલક સ્પેશિયલ ટ્રેનની એસી બોગીમાં આગ લાગવાના સમાચાર આવ્યા છે. એસી બોગીમાં આગ લાગતાં ઘણા મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે ટ્રેનની એસી બોગીમાં આગ લાગી હતી. હકિકતમાં આ સમગ્ર ઘટના બિહારના ભોજપુર હેઠળના દાનાપુર-પંડિત દીનદયાળ ઉપાધ્યાય રેલ્વે સેક્શનના કરિસાઠ સ્ટેશન પાસેની બતાવવામાં આવી રહી છે.
સ્ટેશન નજીક હોળી સ્પેશિયલ ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેન ૦૧૪૧૦ હોળી સ્પેશિયલ દાનાપુરથી લોકમાન્ય તિલક જઈ રહી હતી. મોડી રાત્રે લગભગ ૨:૦૦ વાગ્યે દાનાપુરથી મુંબઈ જઈ રહેલી હોળી સ્પેશિયલ ટ્રેનમાં અચાનક શોર્ટ સર્કિટ થઈ અને થોડી જ વારમાં ટ્રેનની એસી બોગીમાં આગ લાગી ગઈ. હોળીના કારણે ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ઘણી ઓછી હતી, તેથી હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આ દરમિયાન રેલવેએ હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે જેના પર માહિતી મેળવી શકાય છે.
- દાનાપુર હેલ્પલાઈન નંબર –06115232401
- આરા હેલ્પલાઈન નંબર –9341505981
- બક્સર હેલ્પલાઈન નંબર –9341505972
આ ઘટનાને પગલે થોડી વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હોળી-ધૂળેટીને લઈને દાનાપુરથી મુંબઈ જઈ રહેલી સ્પેશિયલ ટ્રેનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે એસી ડબ્બામાં આગ લાગી હતીં. આ ઘટના અંગેની માહિતી તાત્કાલિક રેલવે વિભાગને આપવામાં આવી હતી. નોંધનીય છે કે, સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. દુર્ઘટનાને કારણે ડાઉન લાઇન પર રેલ વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. જો કે, બાદમાં રેલ્વે પ્રશાસને બધું સામાન્ય થવાનું શરૂ કર્યું.
લોકમાન્ય તિલક મેઈન લાઈનમાં આગ લાગવાને કારણે એક ડઝન ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, ડબ્બાને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યો છે અને હોળી સ્પેશિયલ ટ્રેનને રવાના કરવામાં આવી છે. DRM જયંત કુમાર, PSCO પ્રભાત કુમાર, RPF IG અમરેશ કુમાર, વરિષ્ઠ DCM સરસ્વતી ચંદ્રા, RPF કમાન્ડન્ટ પી.કે. પાંડા, વરિષ્ઠ DM-૩ સંતોષ કુમાર સહિત ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

કતારગામ વિસ્તારમાં
છત્તીસગઢના બીજાપુરના
મેષઃ
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા સાઈટ X પર લખ્યું કે, વડાપ્રધાનની કૃપાથી કલકત્તા હાઈકોર્ટના એક ન્યાયાધીશે
અધિકારીઓએ જણાવ્યું કે સાત લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું છે. પુલ ધરાશાયી થવાને કારણે તેના પર હાજર અનેક વાહનો પણ નદીમાં ગરકાવ થઈ ગયા હતા.મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ કહ્યું કે બ્રિજ પર દુર્ઘટના બાદ તમામ લેન બંધ કરી દેવામાં આવી છે અને ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. આ
વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિક વિરાસતોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમના માર્ગદર્શનમાં નવીન ઉપક્રમ તરીકે રાજ્યમાં શરૂ કરાયેલા વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે અને 

દિલ્હી ટ્રાફિક પોલીસની એડવાઈઝરી અનુસાર કાયદો અને વ્યવસ્થાના કારણે નવી દિલ્હી વિસ્તારમાં ટ્રાફિક પ્રભાવિત થશે. પોલીસે જણાવ્યું હતું કે, ‘