દિલ્હીમાં આપનું વિરોધ પ્રદર્શન, પીએમ આવાસ બહાર ચુસ્ત બંદોબસ્ત

Share this story

દિલ્હી લિકર પોલિસી નીતિ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઇને આમ આદમી પાર્ટી ભાજપ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહી છે.પીએમ આવાસનો ઘેરાવ કરવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. પંજાબ સરકારમાં મંત્રી અને આપના નેતા હરજોત સિંહ બૈસની દિલ્હી પોલીસે પટેલ ચોક મેટ્રો સ્ટેશન બહાર અટકાયત કરી છે.

દિલ્હી ટ્રાફિક પોલીસની એડવાઈઝરી અનુસાર કાયદો અને વ્યવસ્થાના કારણે નવી દિલ્હી વિસ્તારમાં ટ્રાફિક પ્રભાવિત થશે. પોલીસે જણાવ્યું હતું કે, ‘નવી દિલ્હી વિસ્તારમાં સરળ ટ્રાફિક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે તુગલક રોડ, સફદરજંગ રોડ અને કમલ અતાતુર્ક માર્ગ પર કોઈપણ વાહનને ક્યાંય રોકવા અથવા પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સામાન્ય લોકોને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉપરોક્ત માર્ગો પર પાર્ક કરાયેલા વાહનોને દૂર કરવામાં આવશે અને અયોગ્ય પાર્કિંગ અને કાયદાકીય સૂચનાનો અનાદર કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

EDએ ગયા અઠવાડિયે કેજરીવાલની એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. તે ૨૮ માર્ચ સુધી એજન્સીની કસ્ટડીમાં છે. કેન્દ્રીય એજન્સીએ કહ્યું છે કે દિલ્હીમાં દારૂ નીતિ ભ્રષ્ટાચારનો માસ્ટરમાઈન્ડ બીજું કોઈ નહીં પણ અરવિંદ કેજરીવાલ છે અને તેમણે આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે મુખ્યમંત્રી પદનો ઉપયોગ કર્યો હતો.

આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસનો ઘેરાવ કરવાનું આહવાન બાદ પોલીસે સાત, લોક કલ્યાણ માર્ગની સુરક્ષા વધારી દીધી છે. એક અધિકારીએ આ જાણકારી આપી છે. AAPના પ્રદર્શનને કારણે પોલીસે દિલ્હીના કેટલાક અન્ય વિસ્તારમાં પણ સુરક્ષા વધારી દીધી છે. એડવાઇઝરી અનુસાર, નવી દિલ્હી વિસ્તારમાં મંગળવારે વિશેષ કાયદો વ્યવસ્થાને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત રહેશે.

આ પણ વાંચો :-