ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર

Share this story

લોકસભાની સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણી પણ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ભાજપ દ્વારા પેટાચૂંટણી માટે પાંચ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ૬ બેઠકો ખાલી છે. જોકે, ચૂંટણી પંચે માત્ર ૫ બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેરાત કરી હતી. વિસાવદર બેઠકથી પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એવામાં ભાજપે પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મહોર લગાવી છે.

જણાવી દઈએ કે, આ તમામ નેતાઓએ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં કેસરિયા કર્યા હતા. જે બાદ આ તમામ લોકોને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત, વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી માટે અત્યાર સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ તમામ બેઠકોની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ યોજવામાં આવશે.

ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે ૧૮મી લોકસભાની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાશે. દેશમાં ૧૯ એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરુઆત થશે. સાતમા તબક્કાની ચૂંટણી ૧ જૂનના રોજ યોજાશે. લોકસભાની ૫૪૩ બેઠકોની ચૂંટણી યોજાશે. તમામ બેઠકનું પરિણામ ચોથી જૂનના રોજ આવશે. લોકસભાની સાથે સાથે સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશ એમ ચાર રાજ્યોમાં વિધાસભાની ચૂંટણી પણ યોજાશે. આ સિવાય દેશમાં વિવિધ વિધાનસભાની બાકી રહેલી પેટાચૂંટણીઓ પણ લોકસભાની ચૂંટણી સાથે જ યોજાશે.

આ પણ વાંચો :-