પંજાબમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે, અકાલી દળ સાથે ગઠબંધન નહીં

Share this story

લોકસભા ચૂંટણી પહેલા પંજાબથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીમાં પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભાજપ પંજાબમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. મળતી માહિતી મુજબ રાજ્યમાં અકાલી અને ભાજપ વચ્ચે કોઈ ગઠબંધન થશે નહીં.

SAD એ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ભાગ રૂપે ભાજપ સાથે પંજાબમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડી હતી. પરંતુ બંને પક્ષો વધુ નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરી શક્યા ન હતા. કોંગ્રેસે ૧૩માંથી ૮ બેઠકો જીતી હતી. ગુરુદાસપુર અને હોશિયારપુર સીટ ભાજપને ગઈ. અકાલી દળે ફિરોઝપુર અને ભટિંડા બેઠકો જીતી હતી. સંગરુર બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા જે પણ પાક પર MSP જાહેર કરવામાં આવી છે તે તમામ પાક MSP પર ખરીદવામાં આવી રહ્યા છે અને થોડા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, કરતારપુર કોરિડોર જેના માટે લોકો દાયકાઓથી વિનંતી કરી રહ્યા હતા તે વાહેગુરુના આશીર્વાદથી PM મોદીના કારણે જ શક્ય બન્યું. કરતારપુર કોરિડોર ભારતીય શીખોને પાકિસ્તાનમાં સરહદ પાર સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં વિઝા-મુક્ત ‘દર્શન’ પ્રદાન કરે છે.

સુનીલ જાખડે કહ્યું, લોકો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા બાદ ભાજપે રાજ્યમાં એકલા જ લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, તેમણે કહ્યું કે સરહદી પંજાબની શાંતિ જ ભારતની મજબૂત વિકાસનો રસ્તો છે અને રાજ્યના તમામ વર્ગોના કામ માટે ભાજપે એકલા જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.” આ જાહેરાત બાદ ભાજપ પંજાબની ૧૩ બેઠક પર એકલા જ ચૂંટણી લડશે.

પંજાબમાં લોકસભાની કુલ ૧૩ બેઠકો છે અને અહીં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. પંજાબમાં ૧ જૂને લોકસભા ચૂંટણીના છેલ્લા એટલે કે ૭મા તબક્કામાં મતદાન થશે. આ સાથે અહીં ૪ જૂને જ મતગણતરી થશે. દેશના વિવિધ ભાગોમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧૯મી એપ્રિલે, બીજા તબક્કાનું મતદાન ૨૬મી એપ્રિલે, ત્રીજા તબક્કાનું મતદાન ૦૭મી મે, ચોથા તબક્કાનું મતદાન ૧૩મી મે, પાંચમા તબક્કાનું મતદાન ૨૦મી મે, છઠ્ઠા તબક્કાનું મતદાન ૨૬મી મે અને સાતમા તબક્કાનું મતદાન ૧ જૂને થશે. આ સાથે દેશભરમાં મતગણતરી ૪ જૂને પૂર્ણ થશે.

આ પણ વાંચો :-