છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં ૬ નક્સલીઓ ઠાર, સુરક્ષાદળોનું સર્ચ ઑપરેશન ચાલુ

Share this story

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ છ નક્સલવાદીઓને ઠાર કર્યા છે. પોલીસે જણાવ્યું કે આજે સવારે એન્કાઉન્ટર દરમિયાન એક મહિલા સહિત ૬ નક્સલીઓ માર્યા ગયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા ચિકુરભટ્ટી અને પુસબકા ગામના જંગલમાં અથડામણમાં સુરક્ષાદળોએ છ નક્સસીઓને ઠાર માર્યા છે જેમાં એક મહિલા નક્સલી પણ સામેલ છે.

Clashes with Naxalites in Chhattisgarh, 5 martyred, 15 missing. છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથે અથડામણ, 5 જવાન શહીદ, 15 લાપતા - Gujarati Oneindiaછત્તીસગઢના બીજાપુરના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થયુ છે. સુરક્ષા દળોની ટીમમાં કોબરા ૨૧૦,  ૨૦૫, CRPF ૨૨૯ બટાલિયન અને DRGની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી છે. જવાનોએ જંગલમાં નક્સલીઓ પર જોરદાર ગોળીબાર કર્યો હતો. જવાનો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ૬ નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ એન્કાઉન્ટર બાદ બાસાગુડાના જંગલમાં સૈનિકોએ સર્ચ દરમિયાન નક્સલવાદીઓના મૃતદેહો મેળવી લીધા છે.

ઉલ્લેખનીય છે કે, બીજાપુર જિલ્લામાં હોળીના દિવસે અજાણ્યા શખ્સોએ ત્રણ ગ્રામીણોની હત્યા કરી હતી. આ હત્યાકાંડ પાછળ નક્સલી હોવાનું કહેવાયું હતું. હત્યાની ઘટના બાદ સુરક્ષા દળોની એક ટીમ પોલામપલ્લી, ચિપ્પુરભટ્ટી વિસ્તારમાં સર્ચ ઑપરેશનમાં ગઈ હતી. આ દરમિયાન સલામતી દળોની ટીમ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મહત્ત્વનું છે કે બીજાપુર છત્તીસગઢના બસ્તર લોકસભા ક્ષેત્રમાં આવે છે, જ્યાં 19 એપ્રિલે સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે. આ અંગે સુરક્ષાદળો સતત સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો :-