Home Blog Page 798

રાજકોટમાં વિવાદ બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજના કુળદેવીના દર્શન કરી ચૂંદડી ચઢાવી

0

લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ મુદ્દે વિવાદિત ટિપ્પણી કરીને ચારેકોર ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે આ વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે ચુંદડી ચઢાવી પ્રચાર શરૂ કરી દીધો છે. પેલેસ રોડ પર આવેલા આ મંદિરે પહોંચીને તેમણે ભાજપ વતી તેમના પ્રચારની શરૂઆત કરી હતી.

News18 Gujarati

આ મામલે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી જાડેજાએ કહ્યું કે, આગામી ૬ અને ૭ એપ્રિલના રોજ રાજકોટ ખાતે મહાસંમેલન બોલાવવામાં આવશે. જેમાં આશરે ૫ લાખ લોકો હાજર રહેશે. અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. પરસોત્તમ રૂપાલાને રાજકોટ નહીં પરંતુ એકપણ જગ્યાએથી ટિકિટ આપવામાં ન આવે. અમારો ભાજપ સાથે કોઈ વિરોધ નથી કે અન્ય કોઈ સમાજ સાથે કોઈ વિરોધ નથી. અમારો વિરોધ પરસોત્તમ રૂપાલા સાહેબ સામે છે.

ગાંધીનગર ખાતે આવેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક માટે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો સી.આર પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા છે. ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, બળવંતસિંહ રાજપુત, આઈ.કે જાડેજા, જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રત્નાકરજી પણ બેઠકમાં હજાર છે.

રાજકોટમાં અત્યારે પોસ્ટર વૉર શરૂ થઈ ગયું હતું. ક્ષત્રિય સમાજ અંગે રૂપાલાની ટિપ્પણીને પગલે ક્યાંક વિરોધ તો ક્યાંક તેમના સમર્થનમાં પોસ્ટર લગાવાયા હતા. આ વચ્ચે આચારસંહિતા ભંગનો આરોપ લાગતાં તંત્રએ તાત્કાલિક ધોરણે રૂપાલાના સમર્થનમાં લગાવેલા પોસ્ટરો હટાવવાની ફરજ પડી હતી. સ્પીડવેલ પાર્ટી પ્લોટ તથા અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આ પોસ્ટરો વધુ જોવા મળ્યા હતા. મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા તંત્રના નિર્દેશને પગલે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ રૂપાલાએ રાજકોટમાં લોક સંપર્ક અભિયાન ચલાવ્યું હતું.

આ પણ વાંચો :-

PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, હું દરેક મુસ્લિમ પરિવારની રક્ષા કરી છે

0

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ચરુમાં એક જનસભાને સંબોધિ હતી. વિશાળ જનમેદનીને સંબોધતા PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે રાજસ્થાન સહિત સમગ્ર દેશે ત્રીજી વાર પણ કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવાનો સંકલ્પ લઈ લીધો છે. સાથે સાથે મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોને તેને અભિનંદન પણ કર્યા હતા, આ વેળાએ તેમણે કહ્યું કે, ‘ચરુએ બતાવી દીધું કે આ વખતે ૪ જૂન ૪૦૦ પાર… થવા જઈ રહ્યું છે

How BJP turned Gujarat election into PM Modi vs the Rest - India Todayરાજસ્થાનના ચૂરુમાં પીએમ મોદીએ કહ્યું, ત્રણ તલાકથી મુસ્લિમ દીકરીઓના માથા પર તલવાર લટકતી રહેતી હતી, તેને હટાવીને મોદીએ દરેક મુસ્લિમ પરિવારની રક્ષા કરી છે. મુસ્લિમ પરિવારનો પિતા વિચારતો હતો કે દીકરીને લગ્ન કરીને તો મોકલી છે પરંતુ બેથી ત્રણ બાળક થયા બાદ દીકરીને ત્રણ તલાક બોલીને પરત મોકલી દેવામાં આવે તો શું થશે. મા, દીકરી અને ભાઇ દરેકને ચિંતા થતી હતી. મોદીએ તમામ મુસ્લિમ પરિવારનું જીવન બચાવ્યું છે. આપણે દેશને ઘણુ આગળ લઇને જવાનું છે, દેશમાં મોદીની ગેરંટીની ચર્ચા થઇ રહી છે. ભાજપ દરેક કામ કરે છે, આપણે મેનિફેસ્ટો જાહેર નથી કરતા પણ સંકલ્પપત્ર જાહેર કરીએ છીએ. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જાહેર કરવામાં આવેલા સંકલ્પ પત્રના મોટા ભાગના વાયદા અમે પૂર્ણ કર્યા છે.

ચુરુની જનતા વચ્ચે પહોંચેલા PM મોદીએ કહ્યું કે અમારું સામાજિક માળખું એવું છે કે ઘર, ગાડી, ખેતર સહિત બધું જ માણસના નામે છે. પરંતુ મોદીએ નક્કી કર્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલ ઘર મહિલાઓના નામે રહેશે. તેમણે કહ્યું કે જ્યારે રાજસ્થાનનો વિકાસ થશે ત્યારે ભારતનો પણ વિકાસ થશે. PM મોદીએ છેલ્લા ૧૦ વર્ષમાં દેશ માટે કરેલા કાર્યોથી વિકસિત ભારતનો પાયો તૈયાર થયો છે.

સુરત શહેર બન્યું ક્રાઇમ કેપિટલ, છેલ્લા ૩ દિવસમાં ૮ લોકોની હત્યા

હવે સુરતમાં વધી રહેલા ક્રાઈમને પગલે સુરત હવે ક્રાઈમ સિટી બન્યું છે. સુરત ગુનાના કાળા રસ્તા પર એવું ધકેલાયું છે કે તે ગુજરાતનું અંડરવર્લ્ડ બન્યું હોય તેવુ લાગે છે. હત્યા, મારામારી, ડ્રગ્સ વગેરે સુરતમાં સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે નસીબની બલીહારી એવી છે કે, સુરત શહેર છેલ્લા કેટલાય સમયથી પોલીસ કમિશનર વગરનું છે, જેને કારણે સુરતમાંથી ખૌફ ગાયબ થયો છે. છેલ્લાં ૩ દિવસમાં સુરતમાં ૮ લોકોની હત્યા થઈ છે.

Inspired by Bollywood movies, teenager who committed crimes nabbed - The Statesmanસુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે. વહેલી સવારે વેસુના આગમ શોપિંગ વોર્ડમાં નાનું પટેલ ઉર્ફે નાનીયાની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. નનિયો દેશી દારૂનો ધંધો કરતો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નનીયો દેશી દારૂનો ધંધો કરતો હતો. આ દેશી દારૂના ધંધાની અંગત અદાવતમાં સમગ્ર હત્યા કરવામાં આવી હોવાની હાલ પ્રાથમિક તબક્કે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં કુલ ૮ના હત્યાની ઘટના સામે આવી છે.

સુરત શહેરમાં હત્યા, લૂંટ, ચોરી જેવી ઘટનાઓ જાણએ દિવસેને દિવસે સામાન્ય બનતી જઈ રહી છે. છેલ્લા ૩ દિવસમાં સુરત શહેરમાં હત્યાની ૮ જેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં સુરતના લિંબાયત, વરાછા, ખટોદરા, વેસુ, મહિધરપુરા સહિત ચોક બજાર વિસ્તારના હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં ૮ લોકોની હત્યા થઈ છે. ત્યારે આ સિલસિલો અટકી નથી રહ્યો. સુરતમાં રહેનારાઓમાં જાણે પોલીસનો ડર જ ન બચ્યો હોય તેમ લોકો બિન્દાસ્ત કાયદો હાથમાં લઈ રહ્યાં છે. જો આ સ્થિતિ કથળશે તો આગામી દિવસોમાં સુરત નગરી ગુનાની નગરી બની શકે છે.

આ પણ વાંચો :-

પૂર્ણિયા બેઠક પરથી પપ્પુ યાદવ અપક્ષ ચૂંટણી લડશે

0

લોકસભા ચૂંટણી પહેલા બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વાત જાણે એમ છે કે, પપ્પુ યાદવે બિહારની પૂર્ણિયા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા તૈયારી બતાવી છે. આ સીટ મહાગઠબંધનમાં રાષ્ટ્રીય જનતા દળના ક્વોટામાં છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સમર્થન છે હું રાહુલ ગાંધી માટે કામ કરીશ ત્યારે હવે બિહાર કોંગ્રેસ પપ્પુ યાદવને ઉમેદવારી ફોર્મ પાછું ખેચવા માટે અલ્ટિમેટમ આપ્યું છે.

બિહાર કોંગ્રેસે પપ્પુ યાદવને અલ્ટીમેટમ આપીને અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પાછું ખેંચી લેવા જણાવ્યું છે. બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રતાપ સિંહે કહ્યું છે કે, કોઈએ પણ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ આ બધી બાબતો કોઈને મંજૂરી આપતું નથી. બિહાર કોંગ્રેસ અધ્યક્ષે એમ પણ કહ્યું કે, એવા લોકો વધુ છે જેમને ટિકિટ નથી મળી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી આવી બાબતોને સ્વીકારતી નથી. બિહાર કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ઉમેદવારી પાછી ખેંચવા માટે હજુ સમય બાકી છે. પપ્પુ યાદવે પોતાનું નામાંકન પાછું ખેંચી લેવું જોઈએ.

RJD ઉમેદવાર બીમા ભારતીએ ૩ એપ્રિલે પૂર્ણિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. બીમા ભારતીના નોમિનેશનના બીજા જ દિવસે પપ્પુ યાદવે અપક્ષ તરીકે નોમિનેશન ભર્યું. પપ્પુ યાદવે કોંગ્રેસને ઉત્સાહિત કરતા દાવો કર્યો કે, તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના આશીર્વાદથી જ નામાંકન કર્યું છે.

ઉમેદવારી નોધવ્યા બાદ પપ્પુ યાદવ એક જનસભાને સંબોધિત કરી હતી અને આ દરમિયાન તેઓ સ્ટેજ પર જ રડવા લાગ્યા હતા આ દરમિયાન તેણે કહ્યું કે મને ૧૪ દીવસથી ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. પપ્પુ યાદવે કહ્યું કે આ વખતે ભૂલ ન કરો. તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જણાવ્યુ કે કોંગ્રેસનું સમર્થન પ્રાપ્ત છે, નિર્દલીય ચૂંટણી લડવી પડી. ઘણા લોકોએ રાજનીતિની હત્યા કરવાનો ષડયંત્ર કર્યું, પુર્ણિમાના લોકોએ હમેશા પપ્પુ યાદવને જાતિથી ઉપર રાખે છે.

 

આ પણ વાંચો :-

કોંગ્રેસ આજે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

0

કોંગ્રેસ પાર્ટીએ આજે ​​સવારે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટો ૫ ‘ન્યાય’ અને ૨૫ ‘ગેરન્ટી’ પર આધારિત છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. બીજા દિવસે જયપુર અને હૈદરાબાદમાં જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે જેમાં પાર્ટીના ટોચના નેતાઓ ભાગ લેશે.

કોંગ્રેસનો મેનિફેસ્ટો પાંચ ન્યાય ‘ભાગીદારીનો ન્યાય’, ‘ખેડૂત ન્યાય’, ‘મહિલા ન્યાય’, ‘શ્રમ ન્યાય’ અને ‘યુવા ન્યાય’ પર આધારિત હશે. ‘યુવા ન્યાય’ હેઠળ પાંચ ગેરંટી આપવામાં આવશે, જેમાં ૩૦ લાખ સરકારી નોકરીઓ આપવાનું અને એક વર્ષ માટે એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ હેઠળ યુવાનોને ૧ લાખ રૂપિયા આપવાનું વચન સામેલ છે. કોંગ્રેસે ‘ભાગીદારી ન્યાય’ હેઠળ જાતિ ગણતરી હાથ ધરવા અને અનામતની ૫૦ ટકા મર્યાદા દૂર કરવાની ગેરંટી આપી છે. ‘ખેડૂત ન્યાય’ હેઠળ, મીનીમમ સપોર્ટ પ્રાઈઝ, લોન માફી કમિશનની રચના અને GST-મુક્ત ખેતીને કાયદાકીય દરજ્જો આપવાની ગેરંટી આપવામાં આવી છે.

ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા પહેલા કોંગ્રેસે ડોર ટુ ડોર ગેરંટી અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ, કોંગ્રેસના કાર્યકરો આ ગેરંટી કાર્ડ્સનું વિતરણ કરશે, જે ૧૪ અલગ-અલગ ભાષાઓમાં છાપવામાં આવ્યા છે, આગામી થોડા અઠવાડિયા સુધી ભારતના આઠ કરોડ પરિવારોને આ ગેરંટી આપવામાં આવશે. નોંધનીય છે કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી દ્વારા જાહેર કરાયેલ પાંચ ન્યાય અને ૨૫ ગેરંટી વિશે જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ૨૦૨૪ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૯મી એપ્રિલે થવાનું છે અને લોકસભાની ચૂંટણીનું પરિણામ ચોથી જૂને જાહેર થશે.

આ પણ વાંચો :-

RBIએ સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, લોનની EMI નહીં વધે

0

રિસર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા આજે શુક્રવારે નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. જેમાં RBI દ્વારા રેપો રેટને ફરી એક વાર ૬.૫ ટકા રાખવામાં આવ્યો છે. આ સાતમી વખત છે જ્યારે RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વગર સ્થિર રાખ્યો છે. છેલ્લી વખત ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

ફેબ્રુઆરીની નાણાકીય નીતિમાં મધ્યસ્થ બેંકે સતત છઠ્ઠી વખત રેપો રેટને ૬.૫૦ ટકા પર સ્થિર રાખ્યો હતો. આજે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિની પ્રથમ બેઠક યોજાઈ રહી છે. આમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. એવી અપેક્ષા હતી કે આરબીઆઈ ચૂંટણી પહેલા તેના નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ શકે છે, પરંતુ આરબીઆઈએ સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મતલબ કે તમને EMIમાં અત્યારે રાહત નહીં મળે.

ભારતીય અર્થતંત્રની સ્થિતિની વાત કરીએ તો, નાણાકીય વર્ષ ૨૦૨૫માં ફુગાવાનો દર ૪.૫ ટકા રહેવાનો અંદાજ છે. તે જ સમયે, વાસ્તવિક GDP વૃદ્ધિ ૭ ટકા રહેવાની અપેક્ષા છે. અગાઉ તે ૬.૯ ટકા હતો. રાજ્યપાલે કહ્યું કે, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વપરાશ મજબૂત રહે છે. રવિ સિઝનમાં બમ્પર ઉત્પાદનને કારણે મોંઘવારી ઘટી શકે છે. જો કે, વૈશ્વિક પડકારો અને સામાન્ય કરતાં વધુ તાપમાન  રહેવાને કારણે ચોક્કસપણે કેટલાક પડકારો ઊભા થશે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં મોંઘવારી દર ૪.૯ ટકા રહી શકે છે. તે જ સમયે, તે બીજા ક્વાર્ટરમાં ૩.૮ ટકા, ત્રીજા ક્વાર્ટરમાં ૪.૬ ટકા અને ચોથા ક્વાર્ટરમાં ૪.૫ ટકા રહેવાની ધારણા છે.

આ પણ વાંચો :-

૦૫ એપ્રિલ, ૨૦૨૪/ આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મળતાં માનસિક આનંદની અનુભૂતિ થશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાશે. મિત્રો તરફથી સાથ સહકાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.

વૃષભ

આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. ધંધાના વિકાસ માટે અગત્યના નિર્ણયો લેવાની વ્યવસ્થા સરળ બને. માતૃ તથા પિતૃ સુખમાં વધારો થાય.

મિથુન

ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. લોહીની ઉણપથી થતા કે લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. જીવનસાથી સાથે આનંદ.

કર્ક

નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ધારેલી આવક અટકતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. પડવા-વાગવાથી સાવચેતી જરૂરી. દામ્પત્ય જીવનમાં મતભેદ ટાળવા. માતાની તબિયત સાચવવી.

 

‌સિંહ

માનસિક પ્રસન્નતા જળવાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. પ્રેમીપાત્રનું મિલન મુલાકાત શક્ય બને. આવક જળવાય.આકસ્મિક ધનલાભના યોગ બને છે. ખોટા ખર્ચ ટાળવા.

કન્યા

આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી, કફ, તાવની સમસ્યા રહે. માતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ જ‍ળવાય. ખોટી સોબતમાં ફસાવાય નહીં એનું ધ્યાન રાખવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

તુલા

લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. વિદ્યાર્થીવર્ગને સફળતા. નવું જાણવાનો યોગ બને છે. પરિવારમાં લાગણી શીલતાનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળે છે.

વૃ‌‌શ્ચિક

નાણાંકીય આવક વધતી જણાય. સ્થાવર જંગમ મિલકતના તથા વાહનના ખરીદ વેચાણ શક્ય બને અથવા એ ક્ષેત્રે આવક ઉભી કરી શકાય. વડીલોના આશીર્વાદ મળે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારૂ રહે.

ધન

વિચારોનું પ્રમાણ વધારે રહે. દાન કરવાની તથા પરોપકારની ભાવના પેદા થાય. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ.

મકર

આવકનું પાસુ મજબૂત થાય. બેંક બેલેન્સમાં વધારો શક્ય બને. નાના ભાઇ બહેનો તરફથી સારા સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા તથા જીવનસાથીનું આરોગ્ય સાચવવું.

કુંભ

ખોટા ખર્ચ ટાળવા. તત્વજ્ઞાન, ગણિતમાં જીજ્ઞાસા વધે. એંજીનીયરીંગના ધંધાર્થીઓને વિશેષ સફળતા. ઘુંટણ તથા કીડની સંબંધીત રોગોથી સાવધાની રાખવી.

મીન

આત્મબળમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. નોકરીમાં શાંતિ. ધંધાકીયક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. આંખની તથા માથાના દુઃખાવાની સમસ્યા રહે. ભાગ્યનો સાથ મળતો રહે.

માંડલગઢ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિવેક ધાકડે કર્યો આપઘાત

0
માંડલગઢ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિવેક ધાકડના નિધનથી તેમના સમર્થકોમાં ભારે શોક છે. પ્રાથમિક વિગતો વિવેક ધાકડે હાથની નસો કાપીને આપઘાત કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ તરફ હવે પૂર્વ ધારાસભ્યએ શા માટે આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંડલગઢ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિવેક ધાકડના નિધનથી તેમના સમર્થકોમાં ભારે શોક છે. તેમના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. સમાચાર સાંભળીને મંડલગઢના વર્તમાન ધારાસભ્ય ગોપાલ ખંડેલવાલ અને પૂર્વ મંત્રી રામલાલ જાટ શબઘર પહોંચ્યા હતા અને તેમણે મૃતક ધારાસભ્યના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પોલીસ તપાસમાં આત્મહત્યાનું કારણ કૌટુંબિક અણબનાવ હોવાનું બહાર આવ્યું છે.

વિવેક ધાકડ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. વર્ષ ૨૦૧૭માં માંડલગઢમાં યોજાયેલી પેટાચૂંટણીમાં તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા અને ચૂંટણી જીતી હતી. ૨૦૨૩માં કોંગ્રેસે તેમને ફરીથી ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા પરંતુ આ વખતે તેઓ ચૂંટણી હારી ગયા. વિવેક ધાકડે બુધવારે 3 એપ્રિલ, ૨૦૨૪ના રોજ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સી.પી. જોશીના નોમિનેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન દોતાસરા સાથે સ્ટેજ પર પૂર્વ સીએમ અશોક ગેહલોત અને પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ પણ હાજર હતા.

માંડલગઢના ધારાસભ્ય ગોપાલ ખંડેલવાલે વિવેક ધાકડના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે, આ ખૂબ જ દુઃખદ સમાચાર છે અને તેના કારણે મારા સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે. તેમણે કહ્યું કે, અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે પરિવારને આ દુઃખદ સમયમાં આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. આ તરફ હવે પૂર્વ ધારાસભ્યના આપઘાત કેસમાં પારિવારિક વિખવાદનો મામલો પણ સામે આવી રહ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

દિલ્હીથી પરત આવતા જ પરષોત્તમ રૂપાલાનું જાણો આ મોટું નિવેદન

0

ક્ષત્રિય સમાજના રોષનો ભોગ બનેલા પરશોત્તમ રૂપાલા દિલ્હીથી આજે અમદાવાદ પરત ફર્યા હતા. અને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અને તેમણે મોટો દાવો કરતા મીડિયા સમક્ષ જણાવ્યું કે મને ક્ષત્રિય સમાજ સહિત તમામ સમાજનું સમર્થન છે. મારે આ મુદ્દે કંઈ ટિપ્પણી કરવી નથી. વિવાદને ભડકાવવાનો મારો કોઈ આશય નથી.

While returning from Delhi, Parshottam Rupala made a big claim, he said this to the media all cast people support me, watch the video દિલ્લીથી પરત ફરતા જ પરશોત્તમ રૂપાલાનો મોટો દાવો, મીડિયા સમક્ષ કરી આ વાત,જુઓ વીડિયોરાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દિલ્લીથી પરત ફર્યા છે. દિલ્હીથી પરત ફરેલ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળી કહ્યું છે કે, તમામ સમાજનું મારા સાથે સમર્થન છે. ક્ષત્રિય સમાજની અમારા આગેવાનો સાથે ચર્ચા થઈ અને ક્ષત્રિય સમાજ વિશે હવે કઈ કહેવાનું નથી. આ સાથે તેમણે ઉમેર્યું છે કે, કેબિનેટની બેઠક માટે દિલ્લી ગયો હતો.

હવે ૭ એપ્રિલે  સુરતમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે..સુરતના  મોટા વરાછાના ગોપીન ગામમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનમાં સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને  આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનમાં પાટીદાર સહિતના સૌરાષ્ટ્રવાસીઓને ઉપસ્થિત આહવાન આપવામાં આવ્યું છે.

લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વાર પરુષોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પુર જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરષોતમ રુપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરષોતમ રુપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટીકીટ આપવાની માંગ ઉચ્ચારી છે.

આ પણ વાંચો :-

બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું

0

ભારતીય સંરક્ષણ સંશોધન સંસ્થા એ આજે રાત્રે ઓડિશાના દરિયાકાંઠે ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પર પરમાણુ શસ્ત્ર વહન કરતી સાક્ષન બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઈલનું નામ અગ્નિ-પ્રાઈમ છે. આ મિસાઈલ હળવી સામગ્રીમાંથી બનાવવામાં આવી છે. તે અગ્નિ-૧ મિસાઈલનું સ્થાન લેશે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDO, SFC અને સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું હતું કે, મિસાઈલનો સફળ વિકાસ અને ઇન્ડક્શન સશસ્ત્ર દળો માટે એક ઉત્તમ બળ ગુણક બની રહેશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ R&Dના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે સફળ ફ્લાઇટ ટેસ્ટ માટે SFC અને DRDOના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

પ્રક્ષેપણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના ચીફ, DRDO અને ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ પરીક્ષણને નિહાળવામાં આવ્યું હતું. આ મિસાઈલને ભારતના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ હેઠળ ચલાવવામાં આવશે. જેને અગ્નિ-P પણ કહેવામાં આવે છે. 34.5 ફૂટ લાંબી મિસાઇલ પર એક અથવા બહુવિધ સ્વતંત્ર રીતે ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ વોરહેડ્સ ઇન્સ્ટોલ કરી શકાય છે. તેનો અર્થ એ કે, તમે એકસાથે અનેક લક્ષ્યો પર હુમલો કરી શકો છો.

ત્રીજો તબક્કો MaRV છે એટલે કે મેન્યુવરેબલ રીએન્ટ્રી વ્હીકલ. તેનો અર્થ એ કે, ત્રીજા તબક્કાને દૂરથી નિયંત્રિત કરીને, તમે દુશ્મનના લક્ષ્ય પર ચોક્કસ હુમલો કરી શકો છો. તેને BEML-Tatra ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લોન્ચરથી છોડવામાં આવે છે. તેણે ત્યારે બનાવવામાં આવ્યું જ્યારે ચીને DF-૧૨D અને DF-૨૬B મિસાઇલો બનાવી. તેથી ભારતે આ મિસાઈલને એરિયા ડિનાયલ વેપન તરીકે બનાવી છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અગ્નિ પ્રાઇમ મિસાઇલ પરીક્ષણ દરમિયાન તેના તમામ પરિમાણો અને ઉદ્દેશ્યોને પૂર્ણ કરે છે. પરીક્ષણ દરમિયાન, વિવિધ સેન્સર સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેમાં મિસાઇલ પરીક્ષણ સાથે સંબંધિત ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-