તાઈવાનમાં ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તેના એક દિવસ બાદ જ જાપાનમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે ગુરુવારે જાપાનના હોન્શુના પૂર્વ કિનારે ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના અહેવાલ મુજબ કે જાપાનના હોન્શુ ટાપુના પૂર્વ ભાગમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ૩૨ કિમીની ઊંડાઈએ હતી.
તાઈવાનમાં ૨૫ વર્ષમાં આવેલા સૌથી ભયાનક ભૂકંપમાં બુધવારે નવ લોકોના મોત થયા હતા અને એક હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. એક મહિલા સહિત બે ભારતીયો ગુમ થયાના સમાચાર છે. ભૂકંપ મોનિટરિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા ૭.૭ હતી, જ્યારે યુએસ સર્વેમાં તેને ૭.૪ દર્શાવવામાં આવી હતી. ભૂકંપને કારણે ૭૦ લોકો વિવિધ સ્થળોએ અટવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર હુઆલીનમાં જમીનથી ૩૫ કિમી નીચે નોંધાયું હતું.
તાઈવાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીના એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે, હું ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. અમે આ મુશ્કેલ સમયમાં તાઈવાનના લોકોની સાથે છીએ.
કે ગોંડલથી ગરબા કિંગ ચેતન જેઠવા ગ્રુપ ના કુલ ૧૫ ગરબા પ્રેમીઓ જાપાન ગયા છે જેઓ સહી સલામત છે તેવી તેમને વીડિયો દ્વારા માહિતી આપી છે. ગુજરાત સરકારના યુવા, રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જાપાન મોકલવામાં આવ્યા હતા. તેઓએ જાપાનમાં શકાઇ, કોબે, ટોક્યો, અવાજીશીમા આ ૪ જગ્યાએ કુલ ૬ કાર્યક્રમ આપ્યા છે.

કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય
મેષ
કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. સમાજની બહેનો દ્વારા વડાપ્રધાનને ૧,૦૦,૦૦૦ પોસ્ટકાર્ડ લખવામાં આવશે. જે પોસ્ટકાર્ડ લખી
યુપી પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં લગભગ ૪૮ લાખ યુવાનોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું પરંતુ પેપર લીક થવાને કારણે આ પરીક્ષા રદ કરવી પડી હતી. કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા રદ થયા બાદથી
ભાજપ મહાસચિવ તાવડેએ કહ્યું કે,
૫ વર્ષની ઉંમરે, જુઆને તેમના પિતા અને ભાઈઓ સાથે ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું. તે તેમને શેરડી અને
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે
અધિકારીએ કહ્યું હતું કે નક્સલવાદીઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે તેઓ માઓવાદીઓની
સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, તેઓ છ મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. આ અંગેની જાણકારી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી છે અને કહ્યું છે કે, તેઓ લોકસભા ચૂંટણીમાં પ્રચારમાં સામેલ નહીં થઈ શકે. મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, છેલ્લા છ મહિનાથી કેન્સરથી પીડાઈ રહ્યો છે. હવે લાગે છે કે લોકોને જાણ કરવાનો સમય આવી ગયો છે. લોકસભા ચૂંટણીમાં કશું કરી શકીશ નહીં. 