કોંગ્રેસ આજે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

Share this story

કોંગ્રેસ પાર્ટીએ આજે ​​સવારે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટો ૫ ‘ન્યાય’ અને ૨૫ ‘ગેરન્ટી’ પર આધારિત છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. બીજા દિવસે જયપુર અને હૈદરાબાદમાં જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે જેમાં પાર્ટીના ટોચના નેતાઓ ભાગ લેશે.

કોંગ્રેસનો મેનિફેસ્ટો પાંચ ન્યાય ‘ભાગીદારીનો ન્યાય’, ‘ખેડૂત ન્યાય’, ‘મહિલા ન્યાય’, ‘શ્રમ ન્યાય’ અને ‘યુવા ન્યાય’ પર આધારિત હશે. ‘યુવા ન્યાય’ હેઠળ પાંચ ગેરંટી આપવામાં આવશે, જેમાં ૩૦ લાખ સરકારી નોકરીઓ આપવાનું અને એક વર્ષ માટે એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ હેઠળ યુવાનોને ૧ લાખ રૂપિયા આપવાનું વચન સામેલ છે. કોંગ્રેસે ‘ભાગીદારી ન્યાય’ હેઠળ જાતિ ગણતરી હાથ ધરવા અને અનામતની ૫૦ ટકા મર્યાદા દૂર કરવાની ગેરંટી આપી છે. ‘ખેડૂત ન્યાય’ હેઠળ, મીનીમમ સપોર્ટ પ્રાઈઝ, લોન માફી કમિશનની રચના અને GST-મુક્ત ખેતીને કાયદાકીય દરજ્જો આપવાની ગેરંટી આપવામાં આવી છે.

ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા પહેલા કોંગ્રેસે ડોર ટુ ડોર ગેરંટી અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ, કોંગ્રેસના કાર્યકરો આ ગેરંટી કાર્ડ્સનું વિતરણ કરશે, જે ૧૪ અલગ-અલગ ભાષાઓમાં છાપવામાં આવ્યા છે, આગામી થોડા અઠવાડિયા સુધી ભારતના આઠ કરોડ પરિવારોને આ ગેરંટી આપવામાં આવશે. નોંધનીય છે કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી દ્વારા જાહેર કરાયેલ પાંચ ન્યાય અને ૨૫ ગેરંટી વિશે જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ૨૦૨૪ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૯મી એપ્રિલે થવાનું છે અને લોકસભાની ચૂંટણીનું પરિણામ ચોથી જૂને જાહેર થશે.

આ પણ વાંચો :-