Home Blog Page 794

કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક, અશ્લીલ કન્ટેન્ટની લિંક પોસ્ટ

0

કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. કાશી વિશ્વનાથ મંદિરની સોશિયલ સાઈટ ફેસબુક એકાઉન્ટને હેક કરીને હેકરે અશ્લીલ કન્ટેન્ટની લિંક પોસ્ટ કરી હતી. લોકો આવી પોસ્ટ જોતાં ભડક્યા હતા. મંદિર પ્રશાસનને આ વાતની માહિતી મળતાં લિગલ ટીમ દ્વારા ફેસબુક પેજ પરથી આવી અશ્લીલ કન્ટેન્ટને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી. મંદિર પ્રશાસન દ્વારા કાશી ચોક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. મંદિર પ્રશાસનની ફરિયાદ બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

કાશી વિશ્વનાથ પ્રશાસને એક પ્રેસ સિલીઝ બહાર પાડીને કહ્યું હતું કે કેટલાક તોફાની તત્વોએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લીધું હતું. મંદિર પ્રશાસન તરફથી ચોક પોલીસ સ્ટેશનને આને લઈને સૂચિત કરવામાં આવ્યું. ફરિયાદ બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. આ અસુવિધાને કારણે મંદિરના સત્તાવાળાઓએ દુખ વ્યક્ત કર્યું છે.

ફેસબુક પર મંદિરનું ઓફિશીયલ પેજ શ્રી કાશી વિશ્નવનાથ મંદિર ટ્રસ્ટના નામે બનેલું છે. મંદિરની મિડીયા ટીમે રોજની જેમ સવારે ૧૦ વાગ્યે મંગલા આરતીના ફોટો ફેસબુક પેજ પર અપલોડ કર્યા હતા. તેના થોડા સમયમાં જ સાયબર હેકર્સે ફેસબુક પેજ હેક કરી લીધુ. બાદમાં અનેક અશ્લિલ ફોટા પોસ્ટ કરાયા હતા. પેજ ઉપર એક પછી એક તસ્વીરો પોસ્ટ થતા ચકચાર મચી ગઈ હતી. જેને જોઈને મંદિરની મિડીયા ટીમે તેને રિકવર કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી.ત્યારબાદ મંદિર પ્રશાસને પોલીસ ફરિયાદ કરી હતી.સાયબર ટીમોએ સાથે મળીને તેને રિકવર કરી હતી.

આ પણ વાંચો :-

‘તેમણે લોકશાહી મર્યાદાનું ચીરહરણ કર્યું’, સોનિયા ગાંધીએ પીએમ મોદી પર કર્યો પ્રહાર

0

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ શનિવારે કેન્દ્ર સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા અને કહ્યું કે, છેલ્લા ૧૦ વર્ષથી આપણો દેશ એવી સરકારના હાથમાં છે જેણે મોંઘવારી અને બેરોજગારી સિવાય કશું આપ્યું નથી. આ સરકારે સામાન્ય લોકો પર અત્યાચાર કર્યો છે. આ દેશ માત્ર અમુક લોકોની સંપત્તિ નથી. આ દેશ આપણા સૌનો છે.

Pm Modi Meets Sonia Gandhi And Talks About Emergency Landing Of The Aircraft - Amar Ujala Hindi News Live - Pm Modi :पीएम मोदी ने सोनिया गांधी से की मुलाकात, विमान कीરાજસ્થાનના જયપુરમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમે મેનિફેસ્ટોનું નામ ન્યાય પત્ર રાખ્યું છે જેથી તે સ્પષ્ટ થાય કે આ માત્ર જાહેરાતોની યાદી નથી જેને આપણે ચૂંટણી પછી ભૂલી જઈશું. આ એક સંઘર્ષનો અવાજ છે, આ દેશનો અવાજ છે જે આજે ન્યાય માંગી રહ્યો છે. આજે બેરોજગારી ચરમસીમા પર છે.સરકારે બેરોજગારી દૂર કરવા શું કર્યું? વાયદા કર્યા પણ પૂરા કર્યા નથી. અગ્નિવીર યોજનાએ લોકોની આશાઓને બરબાદ કરી દીધી. દરેક રાજ્યમાં પેપરો લીક થઈ રહ્યા છે. ખેડૂતો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ પીએમ મોદી તેમની વાત સાંભળવા તૈયાર નથી.

ભાજપ પર પ્રહાર કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે અમે તાનાશાહી સામે મજબૂતાઈથી લડીશું. આજે દેશમાં ખાણી-પીણીથી લઈને દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારોને મત આપવાની અપીલ કરતા તેમણે જનતાને અનેક વચનો પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે જો ભારતમાં ગઠબંધન સરકાર બનશે તો કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

આસામમાં ૨૧૦ કરોડ રૂપિયાનું ૨૧ કિલો હેરોઈન જપ્ત, એકની ધરપકડ

0

આસામમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. કચર જિલ્લામાંથી રૂપિયા ૨૧૦ કરોડના હેરોઈન સાથે એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી આસામ પોલીસે શુક્રવારે આપી હતી. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને કચર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મિઝોરમની એક કારને સિલ્ચર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૈયદપુરમાં અટકાવવામાં આવી હતી. આ કારમાંથી ૨૧.૫ કિલોથી વધુ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે.

જપ્ત કરવામાં આવેલા હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બ્લેક માર્કેટમાં આશરે રૂ. ૨૧૦ કરોડ હોવાનો અંદાજ છે. પોલીસને માહિતી મળી હતી કે, પાડોશી રાજ્યમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો કેટલાક શહેરોમાં સપ્લાય થવાનો છે. ડ્રગ્સ સાથેની કારે ત્રણ દિવસ પહેલા તેની મુસાફરી શરૂ કરી હતી.

આસામ STFના વડા પોલીસ મહાનિરીક્ષક પાર્થ સારથી મહંતે જણાવ્યું કે, દસ દિવસ પહેલા માહિતી મળી હતી કે પાડોશી રાજ્યમાંથી ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ લાવવામાં આવશે. અહીંથી તેને કેટલાક મોટા શહેરોમાં સપ્લાય કરવામાં આવશે. આ વાહનને અટકાવવામાં આવ્યું હતું અને અમને તેમાંથી ૨૧.૫ કિલોથી વધુનું હેરોઈન મળી આવ્યું છે. તેમાંથી ૧૮ કિલો તેના શુદ્ધ સ્વરૂપમાં છે અને ૩.૫ કિલો વપરાશ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કન્સાઈનમેન્ટની કિંમત ઓછામાં ઓછી રૂપિયા ૨૧૦ કરોડની છે.

 

આ પણ વાંચો :-

શરાબ કૌભાંડમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૧૮ એપ્રિલ સુધી લંબાઈ

0

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં છેલ્લા એક વર્ષથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને ફરી એક ઝટકો લાગ્યો છે. શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તિહાર જેલમાં બંધ મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૧૮ એપ્રિલ સુધી લંબાવી હતી. અગાઉ આપવામાં આવેલી ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થતા તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.

મનીષ સિસોદીયા બે દિવસ CBIના રિમાન્ડપર : 10 માર્ચે થશે જામીન અરજી અંગે સુનાવણી - રાજકોટ મિરરમનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટે તેમને ૬ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. અગાઉ ૨ એપ્રિલે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન સિસોદિયાના વકીલે કહ્યું હતું કે, EDને હજુ સુધી સિસોદિયા પાસેથી કંઈ મળ્યું નથી. તપાસ પૂર્ણ થયાને ૧૦ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. EDને કોઈ પુરાવા મળ્યા નથી.

આ પહેલા મનીષ સિસોદિયાએ તિહાર જેલમાંથી પોતાના વિધાનસભા ક્ષેત્રના લોકોને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે સ્વતંત્રતા સેનાનીઓ પર અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા અત્યાચારો સાથે તેમની સ્થિતિની તુલના કરી હતી અને શિક્ષણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સિસોદિયાએ આશા પણ વ્યક્ત કરી હતી કે તે જલ્દીથી જેલની બહાર આવશે. તેમણે કહ્યું જલ્દી બહાર મળીશું. વધુમાં તેમણે કહ્યું કે, ‘અંગ્રેજ શાસકોને પણ સત્તાનો ઘમંડ હતો અને લોકોને ખોટા કેસમાં જેલમાં ધકેલી દીધા હતા.

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાડમાં બંધ સિસોદિયાએ શુક્રવારે જે પત્ર લખ્યો હતો, તેમાં તેણે આશા વ્યક્ત કરી હતી કે, તે જલ્દીથી જેલમાંથી બહાર આવશે. સિસોદિયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, અંગ્રેજોને પણ પોતાની શક્તિ પર ઘમંડ હતો. અંગ્રેજો પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેતા હતા. અંગ્રેજોએ ગાંધી-મંડેલાને પણ કેદ કર્યા. અંગ્રેજ શાસકોની સરમુખત્યારશાહી છતાં આઝાદીનું સ્વપ્ન સાકાર થયું.

આ પણ વાંચો :-

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, આ વર્ષની ૧૦મી ઘટના

0

અમેરિકામાં એક પછી એક ભારતીય વિદ્યાર્થીઓ કે ભારતીય મૂળના લોકોનો મોતનો સિલસિલો યથાવત છે. આ દરમિયાન અમેરિકાથી વધુ એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અહીં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાના ઓહિયો શહેરમાં આ ઘટના બની હતી. આ મામલે ન્યુયોર્કમાં સંચાલિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે, મૃત્યુનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ભારતીય મૂળના લોકોના મૃત્યુનો આ સતત ૧૦મો કિસ્સો છે.

ટેબલ પર ચર્ચા: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે થશે 2+2 બેઠક, આ મુદ્દા પર ચર્ચા સંભવ | india and america will have an important two plus two meetingઆ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. માર્ચની શરૂઆતમાં, ૨૫ વર્ષીય ભારતીય વિદ્યાર્થી યુએસના ક્લેવલેન્ડ વિસ્તારમાંથી ગુમ થઈ ગયો હતો, તેના દિવસો પછી પીડિતાના પરિવારને ખંડણીની માંગણી કરતો ફોન આવ્યો હતો. પરિવારે વિદેશ મંત્રાલયને તેમના પુત્રને શોધવા માટે વિનંતી કરી હતી.

કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે મૃતક વિદ્યાર્થીના પરિવારને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થીના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ઓહાયોના ક્લેવલેન્ડમાં ભારતીય વિદ્યાર્થી ઉમા સત્ય સાઈના કમનસીબ મૃત્યુથી ખૂબ જ દુઃખી છું.

ભારતીય વાણિજ્ય દૂતાવાસના અહેવાલ અનુસાર આ વિદ્યાર્થીનું નામ ઉમા સત્ય સાઈ ગડ્ડે છે. તે ઓહાયોના ક્લિવલેન્ડમાં અભ્યાસ કરી રહ્યો હતો. ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે અમે પીડિતના પરિવાર સાથે સતત સંપર્કમાં છીએ. અમારી સહાનુભૂતિ તેમની સાથે છે. આ મામલે તેમને તમામ સપોર્ટ કરવામાં આવશે અને વિદ્યાર્થીના મૃતદેહને ભારત પહોંચાડવામાં તમામ મદદ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

કોંગ્રેસે લોકસભા ઉમેદવારોની નવી યાદી જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે

0

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. કોંગ્રેસના આ લિસ્ટમાં ગોવા, મધ્યપ્રદેશ અને દાદરની ૬ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. મધ્યપ્રદેશની ગ્વાલિયર બેઠક પરથી પ્રવીણ પાઠકને અને સત્યપાલ સિંહ સિકરવારને મોરેનાથી ટિકિટ આપવામાં આવી છે. જણાવી દઈએ કે લોકસભા ૨૦૨૪ની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની આ ૧૪મી યાદી છે.

કોંગ્રેસ દ્વારા આજે વધુ છ નામોની જાહેરાત કરાવામાં આવી છે. આ જાહેર કરાયેલા નવા નામોની યાદીમાં, પાર્ટીએ ઉત્તર ગોવાથી રમાકાંત ખલાપ અને દક્ષિણ ગોવાથી કેપ્ટન વિરિયાતો ફર્નાન્ડિસને ટિકિટ આપી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશની ત્રણ બેઠકો અને દાદરા અને નગર હવેલી બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે મધ્યપ્રદેશના મુરેનાથી સત્યપાલ સિંહ સિકરવાર, ગ્વાલિયરથી પ્રવીણ પાઠક અને ખંડવાથી નરેન્દ્ર પટેલને ટિકિટ આપી છે.

કોંગ્રેસે તેની ૧૪ યાદીમાં અત્યાર સુધીમાં કુલ ૨૪૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ૧૪મી યાદી જાહેર થયા પહેલા પાર્ટીએ ૧૩ અલગ-અલગ લિસ્ટમાં ૨૩૫ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, શુક્રવારે વધુ ૫ ઉમેદવારોના નામ જાહેર થયા બાદ આ સંખ્યા વધીને ૨૪૧ થઈ ગઈ છે. દેશમાં ૧૮મી લોકસભાની સામાન્ય ચૂંટણી ૧૯ એપ્રિલથી શરૂ થશે. ૨૬ એપ્રિલ, ૭ મે, ૧૩ મે, ૨૦ મે, ૨૫ મે અને ૧ જૂનના રોજ વધુ છ તબક્કામાં મતદાન થશે અને મત ગણતરી ૪ જૂન, ૨૦૨૪ના રોજ થશે.

કોંગ્રેસે ગુજરાતની ત્રણ બેઠકો સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા બેઠક પરના ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. જેમાં સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રાજ્યની ૨૬ બેઠકોમાંથી ૨૨ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે મહેસાણા, અમદાવાદ પૂર્વ, નવસારી અને રાજકોટ પર નામ જાહેર કરવાના બાકી છે.

આ પણ વાંચો :-

ગુજરાત સહિત દેશભરમાં ભાજપ સ્થાપના દિવસના અવસરે અનોખી રીતે ઉજવણી

0

આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ગુજરાત સહિત દેશભરમાં ભાજપ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી છે. પાર્ટીની મધ્યપ્રદેશ એકમ આ વખતે સ્થાપના દિવસને યાદગાર બનાવવા માંગે છે. એટલા માટે આ દિવસે લગભગ એક લાખ લોકોને પાર્ટીમાં સામેલ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

In a first, BJP to carry out on-spot verification of those signing up to be a memberપીએમ મોદીએ આગળ લખ્યું, આપણા બધા માટે ગર્વની વાત છે કે ભાજપ હંમેશા તેના વિકાસલક્ષી વિઝન, સુશાસન અને રાષ્ટ્રવાદી મૂલ્યોને સમર્પિત છે. ભાજપની સૌથી મોટી તાકાત તેના કાર્યકરો છે, જેઓ ૧૪૦ કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દિનરાત મહેનત કરી રહ્યા છે. દેશના યુવાનો ભાજપને એક એવી પાર્ટી તરીકે જુએ છે જે તેમના સપના સાકાર કરવા અને 21મી સદીમાં ભારતને મજબૂત નેતૃત્વ આપવા સક્ષમ છે.

પાર્ટીના પ્રદેશ મહાસચિવ અને ધારાસભ્ય ભગવાન દાસ સબનાનીએ જણાવ્યું છે કે, શનિવારે સવારે ૯:૩૦ વાગ્યે પાર્ટીના અધિકારીઓ અને કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ કાર્યાલયમાં ધ્વજવંદન કરવામાં આવશે. મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભોપાલના બૂથ પર પહોંચીને લાભાર્થીઓનો સંપર્ક કરશે. સ્થાપના દિવસ નિમિત્તે રાજ્ય અને જિલ્લા કચેરીઓમાં વિશેષ શણગાર કરવામાં આવશે.

BJPના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું. ત્યારબાદ ગાંધીનગર મહાનગરપાલિકાન વોર્ડ પ્રમુખ કમલેશભાઈ બેંકરના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ લગાવ્યો હતો. આ અવસરે તેમણે કહ્યું કે, વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવ્યું છે, રાષ્ટ્રહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વિકાસની રાજનીતિનો આગવો પથ કંડાર્યો છે.

આ પણ વાંચો :-

પ.બંગાળમાં ED બાદ હવે NIAની ટીમ પર હુમલો, કાર પર ઈંટો ફેંકાઈ

0

પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીમાં ઈડીની ટીમને નિશાન બનાવાયા બાદ હવે પૂર્વ મેદિનીપુરમાં ભૂપતિનગર ખાતે કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએની ટીમ પર જોરદાર હુમલો કરાયાના અહેવાલ સામે આવ્યા છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ અનુસાર એનઆઈએની ટીમ શનિવારે તપાસ માટે અહીં પહોંચી હતી. ત્યારે જ તપાસકારોની ટીમના કાફલાની કાર સાથે તોડફોડ કરાયાનો આરોપ લાગ્યો છે.

વર્ષ ૨૦૨૨માં થયેલા બ્લાસ્ટના કેસની તપાસ કરવા જઈ રહેલી NIAની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રારંભિક માહિતી મુજબ NIA ટીમની કાર પર ઇંટો ફેંકવામાં આવી હતી, જેને કારણે કારની વિન્ડસ્ક્રીનને નુકસાન પહોંચ્યું છે. જો કે હજુ સુધી કોઈ ઈજાના અહેવાલ નથી.

NIAએ દાવો કર્યો છે કે બે વ્યક્તિને પૂછપરછ માટે લઇ જતી વખતે જ તેમની ટીમ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. NIAની ટીમ વિસ્તારમાં થયેલા વિસ્ફોટની તપાસ માટે ભૂપતિનગર પહોંચી હતી. જ્યારે ટીમના અધિકારીઓ બે લોકોને લઈ જઈ રહ્યા હતા ત્યારે ગામના લોકોએ NIAની ગાડીને ઘેરી લેતાં બંનેને મુક્ત કરવાની માગ કરી અને પછી તોડફોડ મચાવતા હુમલો કરી દીધો. આ હુમલામાં બે અધિકારીઓને સામાન્ય ઈજાઓ થઈ હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચો :-

૦૬ એપ્રિલ, ૨૦૨૪/ આ રાશિ માટે શનિવાર દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી-ધંધામાં પ્રગતિ. જુની ઉઘરાણી છુટી થતી જણાય.

વૃષભઃ

આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધૂરા કાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

મિથુનઃ

વકતૃત્વ શક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય. સંતાનની ચિંતા રહે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

કર્કઃ

સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણીવિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં એકરાગીતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

સિંહઃ

નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો. આવકનું પ્રમાણ જળવાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ. કાપડ સ્ત્રી શણગાર કોસ્મેટીક્સના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

કન્યાઃ

મનોબળ મજબૂત રહે. શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતા ભર્યું વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલાઃ

વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકાર લેતા જણાય. આવકનું પાસુ મજબુત બનતું જણાય. પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ

આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાના ભાઇ બહેન સાથે પ્રેમ જળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ સફળતા. ગળાના રોગોની કાળજી રાખવી.

ધનઃ

માનસિક પ્રસન્‍નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય.સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. પરિવારમાં અસંતોષનું પ્રમાણ વધે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજી રાખવી. મિત્રોથી લાભ. મળતો જણાય.

કુંભઃ

દિવસ દરમ્યાન મન આનંદમાં રહે. જુના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન, સોની કામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યક્તિઓને વિશેષ ફાયદો. ઉલટી-ઉબકાની સમસ્યા રહે.

મીનઃ

ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા.આરોગ્ય સારૂં રહેશે.

UPI થકી પણ રોકડ જમા કરાવી શકાશે, હવે ATM કાર્ડને ખિસ્સામાં રાખવાની જરૂર નથી

0

ભારતીય રીઝર્વ બેંકે નાણાકીય વર્ષ૨૦૨૪-૨૪ની પ્રથમ સમીક્ષા બેઠકમાં UPIને લઈને મોટી જાહેરાત કરી છે. જો તમે પણ UPI નો ઉપયોગ કરતા હોવ તો ભવિષ્યમાં મોટી સગવડ મળી રહેશે. આ ફેસિલિટી હેઠળ ખૂબજ જલ્દીથી યુપીઆઈ થકી તમારા બેંક એકાઉન્ટમાં રોકડ જમા કરાવી શકશો.

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ખૂબજ ઝડપથી યુપીઆઈ થકી કેશ જમા કરાવવા માટે મશીનનો ઉપયોગ કરી શકાશે. જો કે આ સુવિધા અંગે વિગતવાર વર્ણન નથી. કેશલેસ ડિપોઝીટની દિશામાં સેન્ટ્રલ રિઝર્વ બેંકનો આ બીજો મોટો પ્રયાસ છે. જણાવી દઈએ કે હાલમાં કેશલેસ ડિપોઝીટ ડેબિટ કાર્ડ દ્વારા જ કરવામાં આવી રહી છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૫ની પ્રથમ આરબીઆઈ નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેકે સતત ૭મી મોનેટરી પોલિસી મીટિંગમાં રેપો રેટને ૬.૫૦ ટકા પર સ્થિર રાખ્યો છે. જો UPI દ્વારા રોકડ જમા કરવાની સુવિધા ઉપલબ્ધ છે. તો તમે તમારા ખિસ્સામાં કાર્ડ રાખવાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. આ સાથે એટીએમ કાર્ડ રાખવા, ખોવાઈ જવા કે મેળવવાની સમસ્યા પણ દૂર થઈ જશે. ઉપરાંત, જો તમારું એટીએમ કાર્ડ ચોરાઈ જાય તો પણ તે બ્લોક થયા પછી પણ તમને રોકડ જમા કરાવવામાં સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

અત્યાર સુધી રોકડ રકમ જમા કરાવવા કે નિકાળવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ હવે આ સુવિધા આવી જશે તો તમારે ડેબિટ કાર્ડની આવશ્યકતા નહીં રહે. ખૂબ જ ઝડપી આરબીઆઈ એટીએમ મશીન પર યુપીઆઈની નવી સર્વિસ શરૂ કરી દેશે. આ પછી થર્ડ પાર્ટી ઓનલાઈન પેમેન્ટ એપનો ઉપયોગ કરીને તમે એટીએમ મશીનથી UPI થકી કેશ ડિપોઝીટ કરી શકશો.

આ પણ વાંચો :-