શરાબ કૌભાંડમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૧૮ એપ્રિલ સુધી લંબાઈ

Share this story

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં છેલ્લા એક વર્ષથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને ફરી એક ઝટકો લાગ્યો છે. શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તિહાર જેલમાં બંધ મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૧૮ એપ્રિલ સુધી લંબાવી હતી. અગાઉ આપવામાં આવેલી ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થતા તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.

મનીષ સિસોદીયા બે દિવસ CBIના રિમાન્ડપર : 10 માર્ચે થશે જામીન અરજી અંગે સુનાવણી - રાજકોટ મિરરમનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટે તેમને ૬ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. અગાઉ ૨ એપ્રિલે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન સિસોદિયાના વકીલે કહ્યું હતું કે, EDને હજુ સુધી સિસોદિયા પાસેથી કંઈ મળ્યું નથી. તપાસ પૂર્ણ થયાને ૧૦ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. EDને કોઈ પુરાવા મળ્યા નથી.

આ પહેલા મનીષ સિસોદિયાએ તિહાર જેલમાંથી પોતાના વિધાનસભા ક્ષેત્રના લોકોને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે સ્વતંત્રતા સેનાનીઓ પર અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા અત્યાચારો સાથે તેમની સ્થિતિની તુલના કરી હતી અને શિક્ષણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સિસોદિયાએ આશા પણ વ્યક્ત કરી હતી કે તે જલ્દીથી જેલની બહાર આવશે. તેમણે કહ્યું જલ્દી બહાર મળીશું. વધુમાં તેમણે કહ્યું કે, ‘અંગ્રેજ શાસકોને પણ સત્તાનો ઘમંડ હતો અને લોકોને ખોટા કેસમાં જેલમાં ધકેલી દીધા હતા.

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાડમાં બંધ સિસોદિયાએ શુક્રવારે જે પત્ર લખ્યો હતો, તેમાં તેણે આશા વ્યક્ત કરી હતી કે, તે જલ્દીથી જેલમાંથી બહાર આવશે. સિસોદિયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, અંગ્રેજોને પણ પોતાની શક્તિ પર ઘમંડ હતો. અંગ્રેજો પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેતા હતા. અંગ્રેજોએ ગાંધી-મંડેલાને પણ કેદ કર્યા. અંગ્રેજ શાસકોની સરમુખત્યારશાહી છતાં આઝાદીનું સ્વપ્ન સાકાર થયું.

આ પણ વાંચો :-