કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક, અશ્લીલ કન્ટેન્ટની લિંક પોસ્ટ

Share this story

કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. કાશી વિશ્વનાથ મંદિરની સોશિયલ સાઈટ ફેસબુક એકાઉન્ટને હેક કરીને હેકરે અશ્લીલ કન્ટેન્ટની લિંક પોસ્ટ કરી હતી. લોકો આવી પોસ્ટ જોતાં ભડક્યા હતા. મંદિર પ્રશાસનને આ વાતની માહિતી મળતાં લિગલ ટીમ દ્વારા ફેસબુક પેજ પરથી આવી અશ્લીલ કન્ટેન્ટને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી. મંદિર પ્રશાસન દ્વારા કાશી ચોક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. મંદિર પ્રશાસનની ફરિયાદ બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

કાશી વિશ્વનાથ પ્રશાસને એક પ્રેસ સિલીઝ બહાર પાડીને કહ્યું હતું કે કેટલાક તોફાની તત્વોએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લીધું હતું. મંદિર પ્રશાસન તરફથી ચોક પોલીસ સ્ટેશનને આને લઈને સૂચિત કરવામાં આવ્યું. ફરિયાદ બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. આ અસુવિધાને કારણે મંદિરના સત્તાવાળાઓએ દુખ વ્યક્ત કર્યું છે.

ફેસબુક પર મંદિરનું ઓફિશીયલ પેજ શ્રી કાશી વિશ્નવનાથ મંદિર ટ્રસ્ટના નામે બનેલું છે. મંદિરની મિડીયા ટીમે રોજની જેમ સવારે ૧૦ વાગ્યે મંગલા આરતીના ફોટો ફેસબુક પેજ પર અપલોડ કર્યા હતા. તેના થોડા સમયમાં જ સાયબર હેકર્સે ફેસબુક પેજ હેક કરી લીધુ. બાદમાં અનેક અશ્લિલ ફોટા પોસ્ટ કરાયા હતા. પેજ ઉપર એક પછી એક તસ્વીરો પોસ્ટ થતા ચકચાર મચી ગઈ હતી. જેને જોઈને મંદિરની મિડીયા ટીમે તેને રિકવર કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી.ત્યારબાદ મંદિર પ્રશાસને પોલીસ ફરિયાદ કરી હતી.સાયબર ટીમોએ સાથે મળીને તેને રિકવર કરી હતી.

આ પણ વાંચો :-