Home Blog Page 790

તક્ષવીએ ૬ વર્ષની વયે રચ્યો ઈતિહાસ, સ્કેટિંગમાં બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

0

અમદાવાદની તક્ષવી વાઘાણીએ ૬ વર્ષની ઉંમરે એવી સિદ્ધિ મેળવી છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. તેણીએ ખૂબ જ નાની ઉંમરમાં કંઈક એવું કરી બતાવ્યું છે કે જેનાથી તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં અજાયબી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે ચાર વર્ષની હતી ત્યારથી તેને સ્કેટિંગનો શોખ હતો અને આજે તે તેનો હુનર બની ગયો છે.

તક્ષવી વાઘાણીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં તક્ષ્વીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ વાત તક્ષ્વીએ સાબિત કરી બતાવી કે ગમે તેવા કપરા ચઢાણ હોય પણ જો મનોબળ મજબૂત હોય તો કામયાબી અવશ્ય મળે છે. આજે તક્ષ્વીને અનેક પ્રયત્નો બાદ સફળતા મળી અને તે તેના ચહેરા પર સ્મિત થકી દેખાઈ આવે છે. તક્ષવીએ ૧૬ સેમી હાઈટ નીચે ૨૫ મીટર સુધી લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યુ

તક્ષવીની સાથે તેના પિતા હર્નિલભાઈ વાઘાણી અને મમ્મી દેવાંશીએ પણ ખુબ જ પરિશ્રમ કર્યો. દીકરીની મહેનતની નોંધ લેવાય તે માટે તેમણે ગિનિસ બુકમાં નામ નોંધવવાનું નક્કી કર્યું. હર્નિલભાઈએ જણાવ્યું કે, “ગિનિસ બુકમાં નામ કઈ રીતે નોંધવવું એની કોઈપણ પ્રકારની જાણકારી અમને ન હતી. આથી અમે ઈન્ટરનેટના માધ્યમથી બધું જાણતા. ત્યાં પહોંચવા માટે શરૂઆત અમે ભારતથી કરી. ભારતમાં અમે સૌપ્રથમ ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રયત્ન કર્યો.

લિમ્બો સ્કેટિંગને ન માત્ર ભારતમાં પરંતુ આતંરરાષ્ટ્રિય સ્તરે પણ હજુ જોઈએ એટલું પ્રોત્સાહન મળ્યું નથી. તેની વિશ્વ કક્ષાની મોટી પ્રતિયોગિતાઓ યોજાતી નથી. આથી હવે તક્ષવીને આગળ આ ફિલ્ડમાં કઈ રીતે લઈ જવી તેના પર હર્નિલભાઈ અને દેવાંશીબેન વિચારી રહ્યા છે. તેણીએ ૫૦ મીટરથી વધુની સ્કેટિંગમાં ઓછો સમય લઈને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. તેણીએ આ અંતર ૬.૯૪ સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું. તેણીએ ૨૦૨૧માં બનાવેલો પોતાનો જ રેકોર્ડ તોડીને આ સિદ્ધિ મેળવી હતી.

આ પણ વાંચો :-

ગૌણ સેવા પસંદગી મંડળની જૂનિયર-સિનિયર ક્લાર્ક સહિતની પરીક્ષા સ્થગિત

0

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીને લઈ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ કરાશે જાહેર કરવામાં આવશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2022માં 1680 અને વર્ષ 2023માં 1246 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી - Gujarat Samrajyaગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-૪ તથા ગ્રુપ-૮) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

Article Content Imageહાલ રાજ્યની કેટલીક વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઇને આદર્શ આચાર સંહિતા લાગુ છે. આદર્શ આચાર સંહિતાને લઇને અનેક કામો ચૂંટણી બાદ શરૂ કરાશે. તેવામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ પદ માટે ભરતીને લઇ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, જેમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કની પરીક્ષાઓ લેવાનાર હતી. જેને હાલ સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

મણિપુરમાં મતદાન કેન્દ્ર પર ફાયરિંગ, ત્રણ લોકોના મોત, EVMમાં તોડફોડ

0

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે. ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મણિપુરની બે લોકસભા બેઠકો પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. બંગાળમાં સૌથી વધુ મતદાન થયું હતું. અહીં ૩૩.૫૬% મતદાન થયું હતું. સૌથી ઓછું મતદાન લક્ષદ્વીપમાં થયું હતું, જ્યાં ૧૬.૩૩% મતદાન થયું હતું. ૨૧ રાજ્યોમાં સરેરાશ ૨૫% મતદાન થયું છે. આ દરમિયાન મણિપુરના બિષ્ણુપુરમાં મતદાન દરમિયાન ગોળીબાર, બંગાળના કૂચબિહારમાં હિંસા અને ઉત્તરાખંડના હરિદ્વારમાં EVM તોડી પાડવાની ઘટના બની છે.

મણિપુરમાં આંતરિક મણિપુર લોકસભા સીટ પર ફાયરિંગના સમાચાર છે. બિષ્ણુપુર જિલ્લાના થમનપોકપીમાં એક મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયું હતું. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. ઈમ્ફાલ ઈસ્ટના થોંગજુમાં એક બૂથ પર ઈવીએમ તોડફોડના સમાચાર છે. રાજ્યની બે બેઠકો- આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુર પર આજે મતદાન થઈ રહ્યું છે. આઉટર સીટના હિંસા પ્રભાવિત વિસ્તારોના કેટલાક બૂથ પર ૨૬ એપ્રિલે પણ મતદાન થશે. મણિપુરમાં ગયા વર્ષે ૩ માર્ચથી હિંસા ચાલી રહી છે.

ઉત્તરાખંડની પાંચ લોકસભા સીટ પર મતદાન ચાલુ છે ત્યારે હરિદ્વારમાં પોલિંગ બૂથ પર એક વૃદ્ધ મતદાતાએ બેલેટ પેપર દ્વારા ચૂંટણીની માંગણી કરતાં EVM પર ગુસ્સો ઠાલવ્યો હતો. તેમજ EVMને જમીને પર પટક્યું હતું. જેના કારણે મશીનને નુકસાન પહોંચ્યું હતું. વૃદ્ધ મતદારની આ કાર્યવાહી બાદ બૂથ પર અફરાતફરી મચી ગઈ હતી. બહાર તૈનાત પોલીસકર્મીઓ પણ અંદર દોડી ગયા અને તરત જ વૃદ્ધ મતદારને પકડીને રેલવે સ્ટેશન લઈ ગયા, જ્યાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. વૃદ્ધ મતદાર જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ.

આ પણ વાંચો :-

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આજે ઉમેદવારી નોંધાવી

0

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સીઆર પાટીલ ગઈકાલે ઉમેદવારીપત્ર ભરવાના હતા પરંતુ રોડ શો બાદ તેઓ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેના કારણે તેમણે ઉમેદવારીફોર્મ ભર્યું ન હતું અને તેઓ આજે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે.

નવસારી ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલે આજે ઉમેદવારીપત્ર ભર્યુ હતું. સીઆર પાટીલે આજે ૧૨:૩૯ ના વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ગત રોજ ભવ્ય રોડ શોને કારણે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, તેથી તેમણે ગઈકાલે ઉમેદવારીપત્ર ભરવાનું ટાળ્યુ હતું. ગત રોજ વિજય સંકલ્પ રેલીને હજારો સમર્થકોએ ઉત્સાહ સાથે આવકારી હતી. ત્યારે આજે સી. આર. પાટીલે નવસારીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો અને સંગઠન આગેવાનો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જેના બાદ સી. આર. પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યુ હતું.

આ બેઠક પર સુરત જિલ્લાની લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તાર અને જલાલપોર, નવસારી તથા ગણદેવી મળીને કુલ ૭ વિધાનસભા વિસ્તાર સાથે નવસારી લોકસભા બેઠકનું નિર્માણ કરાયું હતું. આ વિસ્તારમાં ૨૨ રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિનિ ભારત કહેવામાં આવે છે. અહીં સુરતના ૬૦ અને નવસારીના ૪૦ ટકા મતદારોનો સમાવેશ થાય છે. કોળી મતદારોની સંખ્યા અહીં વધુ છે. જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે. નવસારી લોકસભા મતવિસ્તારમાં ૧૭ લાખ ૬૪ હજાર ૬૨૨ મતદાતાઓ છે. જેમાં ૭ લાખ ૯૨ હજાર ૪૮૦ મહિલા અને ૯ લાખ ૭૨ હજાર ૯૦ પુરૂષ મતદાતાઓ છે.

આ પણ વાંચો :-

ગાંધીનગર બેઠક પરથી અમિત શાહે વિજયમુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી

0

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ દિવસ છે. દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતાં. અમિત શાહે ગઈકાલે વિધાનસભાની ૭ બેઠક પર મેગા રોડ શો કર્યો હતો. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ૧૮ એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાણંદ વિધાનસભા વિસ્તારના APMC સર્કલથી મેગારેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. ત્યાર બાદ કલોલ વિધાનસભા વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. ત્યાર બાદ સાબરમતી વિધાનસભા ક્ષેત્રના રાણીપ શાક માર્કેટથી રોડ શો શરૂ કર્યો હતો. જે ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્ર, નારણપુરા વિધાનસભા ક્ષેત્ર અને અંતમાં વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ અમિત શાહે વેજલપુરમાં જ જાહેર સભા સંબોધી હતી.

અમિત શાહે સભા સંબોધતા કહ્યું હતું કે, ૭મી તારીખે ગુજરાતમાં મતદાન છે. ૭મી તારીખે ૨૬એ ૨૬માં કમળ ખીલાવવાના છે. આ વેજલપુર મારું પશ્ચિમ અમદાવાદનું નાકું છે. તેને મજબૂત રાખવાનું છે. આ દરમિયાન મોદીનું નામ લેતા જ મોદી મોદીના નારા લાગ્યા હતા. નરેન્દ્ર મોદીને ગુજરાત અને દેશની જનતાએ ૧૦ વર્ષ સાશન કરવા માટે આપ્યા. આંતકવાદ સમાપ્ત થયો કે ના થયો? નક્સલવાદ સમાપ્ત થયો કે ના થયો? કલમ ૩૭૦ નાબૂદ થઈ કે ના થઈ? રામ મંદિર બન્યું કે ના બન્યું? ત્રિપલ તલાક સમાપ્ત થયો કે ના થયો? કોમન સિવિલ કોડ UCC આવ્યો કે ના આવ્યો? શરણાર્થીઓને નાગરિકતા આપી કે ના આપી? કોંગ્રેસ સાફ કરી ના કરી? આ બધુ જ થઇ ગયું. એતો થયું જ પણ નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો :-

પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો કર્યો

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પહેલો તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. એવા સમાચાર આવી રહ્યા છે કે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૫ ટકા મતદાન થયું છે. દરમિયાનમાં એવા સમાચાર આવી રહ્યા છે કે પશ્ચિમ બંગાળના કૂચ બિહાર વિસ્તારમાં મતદાન દરમિયાન પથ્થરમારો થયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે ટીએમસી કાર્યકર્તાઓએ કૂચ બિહારના ચાંદમારીમાં મતદારોને રોકવા માટે પથ્થરમારો કર્યો હતો.

પશ્ચિમ બંગાળમાં ગુરૂવાર રાત્રે પણ હિંસા થઇ હતી. જ્યારે તૃણમૂલ કોંગ્રેસના બે કાર્યકર્તાઓ પર અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. કૂચ બિહારમાં થયેલા હુમલામાં TMCના બન્ને કાર્યકર્તા ઘાયલ થયા હતા. ઉત્તર બંગાળ વિકાસ મંત્રી અને TMCના દિનહાટાના ધારાસભ્ય ઉદયન ગુહાએ ભાજપ પર આ હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યું કે બન્ને કાર્યકર્તા દિનહાટામાં બૂથ સમિતિ અધ્યક્ષના ઘરે જઇ રહ્યાં હતા ત્યારે તેમણે રોકવામાં આવ્યા હતા અને તેમના પર ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો.

પહેલા તબક્કામાં જે રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે તે તમામ લોકસભા સીટોમાં તમિલનાડુ (૩૯), ઉત્તરાખંડ (૫), અરુણાચલ પ્રદેશ (૨), મેઘાલય (૨),મિઝોરમ (૧), નાગાલેન્ડ (૧), પુડુચેરી (૧), સિક્કિમ (૧) અને લક્ષદ્વીપ (૧). આ ઉપરાંત રાજસ્થાનની ૧૨, ઉત્તર પ્રદેશની ૮, મધ્યપ્રદેશની ૬, આસામ અને મહારાષ્ટ્રની ૫-૫, બિહારની ૪, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની ૨ અને ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ અને આંદામાન નિકોબાર દ્વિપસમુહની એક-એક બેઠક માટેના મતદાનનો સમાવેશ થાય છે.

પશ્ચિમ બંગાળમાં કુચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડી લોકસભા સીટો પર શુક્રવારે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે ૭ વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે, એમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા આ ત્રણ મતવિસ્તારમાંથી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રામાણિક સહિત કુલ ૩૭ ઉમેદવારો મેદાનમાં છે. આ ત્રણેય બેઠકો પર કુલ ૫૬.૨૬ લાખ લોકો મતદાન કરવા પાત્ર છે. ત્રણેય બેઠકો અનામત છે. કૂચ બિહાર અને જલપાઈગુડી અનુસૂચિત જાતિ માટે અને અલીપુરદ્વાર અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે.

આ પણ વાંચો :-

નૌકાદળના નવા પ્રમુખ તરીકે વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીની નિમણૂક

0

ભારત સરકારે વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી પીવીએસએમ, એવીએસએમ, એનએમ, જેઓ હાલમાં નૌકાદળના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે, તેમણે ૩૦ એપ્રિલ, ૨૦૨૪ની બપોરથી નૌકાદળના આગામી વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલના વડા નેવલ સ્ટાફ, એડમિરલ આર હરિ કુમાર, પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ ૩૦ એપ્રિલ, ૨૦૨૪ના રોજ સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યાં છે.

વીએડીએમ ડીકે ત્રિપાઠીએ ભારતીય નૌકાદળના જહાજ વિનાશ, કિર્ચ અને ત્રિશુલની કમાન સંભાળી છે. તેમણે વિવિધ મહત્ત્વપૂર્ણ ઓપરેશનલ અને સ્ટાફની નિમણૂકો પર પણ કામ કર્યું છે જેમાં પશ્ચિમી ફ્લીટના ફ્લીટ ઓપરેશન્સ ઑફિસર; નેવલ ઓપરેશન્સ ડિરેક્ટર; નવી દિલ્હી ખાતે પ્રિન્સિપલ ડાયરેક્ટર, નેટવર્ક સેન્ટ્રિક ઓપરેશન્સ અને પ્રિન્સિપલ ડિરેક્ટર, નેવલ પ્લાન્સનો સમાવેશ થાય છે.

વાઈસ એડમિરલ ત્રિપાઠી હાલમાં નૌકાદળના ઉપપ્રમુખ છે. તેમની ૪૦ વર્ષની લાંબી કારકિર્દીમાં ત્રિપાઠીએ ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. ૧૫ મે ૧૯૪૬ના રોજ જન્મેલા વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠી ૧ જુલાઈ ૧૯૮૫ના રોજ નેવીમાં જોડાયા હતા. તે રીવાની સૈનિક સ્કૂલ, અને ખડગવાસલામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના પૂર્વ વિદ્યાર્થી રહ્યા છે.  રીઅર એડમિરલ તરીકે, તેમણે આસિસ્ટન્ટ ચીફ ઑફ નેવલ સ્ટાફ અને ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઈસ્ટર્ન ફ્લીટ તરીકે સેવા આપી છે. વાઇસ એડમિરલના હોદ્દા પર, તેમણે પ્રતિષ્ઠિત ભારતીય નેવલ એકેડેમી, એઝિમાલાના કમાન્ડન્ટ તરીકે સેવા આપી છે; નેવલ ઓપરેશન્સના મહાનિર્દેશક; ચીફ ઑફ પર્સનલ અને ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ તરીકે પણ કાર્ય કર્યું છે.

આ પણ વાંચો :-

ઈઝરાયેલનો ઈરાન પર જવાબી હુમલો, ન્યુક્લિયર પ્લાન્ટ નજીક જોરદાર વિસ્ફોટ

ઈઝરાયેલ દ્વારા ઈરાન પર જવાબી કાર્યવાહી કરીને મોટો હુમલો કરવામાં આવ્યો છે તેવો દાવો અમેરિકન મીડિયાએ કર્યો છે. ઈરાનના ઈસ્ફહાન એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તાજેતરમાં સહયોગી દેશોની સંયમ રાખવાની અપીલને ફગાવી દીધી હતી. ઇસ્ફહાન પ્રાંતમાં ઈરાનનાં સૌથી મોટાં ઍરબેઝ, મિસાઇલનાં પ્રોડક્શન સંકુલ અને કેટલીક ન્યૂક્લિયર સાઇટ આવેલાં છે. ઍસોસિએટેડ પ્રેસ અનુસાર ઈરાનના સરકારી મીડિયા જણાવે છે કે ઘણાં શહેરોમાં ફ્લાઇટ્સને અટકાવી દેવામાં આવી છે. જે શહેરોમાં ઉડાનો રદ કરી દેવાઈ તેમાં તેહરાન, શિરાક્સ અને ઇસ્ફહાન સામેલ છે.

મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે, ઈઝરાયલે ઈરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યા છે. ઈઝરાયલ તરફથી હુમલાના અહેવાલ બહાર આવ્યા બાદ ઈરાને પશ્ચિમી ભાગમાં અવરજવર માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. ઈરાની મીડિયાએ જણાવ્યું છે કે, વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઈરાનની ‘ફાર્સ ન્યૂઝ એજન્સી’ અનુસાર, ઈસ્ફહાન એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જો કે વિસ્ફોટોના કારણોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. ઈરાનનો નતાન્ઝ પરમાણુ પ્લાન્ટ ઈસ્ફહાનમાં આવેલો છે.

ઉલ્લેખનીય છે કે ગત શનિવારની રાત્રે ઈરાને ઇઝરાયલ પર કરેલા અભૂતપૂર્વ હુમલાને કારણે સમગ્ર મધ્ય-પૂર્વ એશિયાના ક્ષેત્રમાં ભારે તણાવની સ્થિતિનું નિર્માણ થયું છે. ઈરાને ઇઝરાયલ પર અંદાજે ૩૦૦ મિસાઇલ અને ડ્રોન છોડ્યાં હતાં.આ મહિને ઈરાનના મિલિટરી કમાન્ડરનું સ્ટ્રાઇકમાં થયેલું મૃત્યુ હતું અને તેના સાથીદારોના દમાસ્કસમાં થયેલા મૃત્યુના બદલા તરીકે આ હુમલાને જોવામાં આવે છે. ઈરાન એવું માને છે આ ઇઝરાયલે કર્યું હતું.

ઇઝરાયલી ડીફેન્સ ફોર્સિસએ દાવો કર્યો હતો કે ઇઝરાયલે ૯૯ ટકા ડ્રોન અને મિસાઇલ તેની સરહદમાં પ્રવેશે તે પહેલાં જ તોડી પાડ્યાં હતાં. પહેલી એપ્રિલે સીરિયાની રાજધાની દમિશ્કમાં ઈરાની દૂતાવાસ પર હુમલો થયો હતો. આ હુમલામાં કુલ ૧૩ લોકોનાં મોત થયાં હતાં. ઈરાને આ હુમલા પાછળ ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું. જોકે ઇઝરાયલે સીધી રીતે આ હુમલાની જવાબદારી નહોતી લીધી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે આ બધાં ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવામાં અમેરિકાએ પણ ઇઝરાયલની મદદ કરી હતી. યુનાઇટેડ કિંગ્ડમે પણ આ ક્ષેત્રમાં આરએએફ જેટ ઉતારી દીધા છે. આવું પહેલી વાર બની રહ્યું છે જ્યારે ઈરાને ઇઝરાયલ પર સીધો જ હુમલો કર્યો હોય. દાયકાઓથી તે હિઝબુલ્લાહ અને હમાસના સથવારે ઇઝરાયલ સાથે તેનું પ્રોક્સી વૉર ચાલતું રહ્યું છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન, લગ્ન પ્રસંગમાં ૧૨થી વધુ લોકોને અડફેટે લીધા

0

અમદાવાદમાં વધુ એક નબીરાએ બેફામ ડ્રાઇવિંગથી ભયનો માહોલ ઉભો કર્યો છે. અકસ્માતના વધતા કિસ્સાઓને જોતા એવું લાગી રહ્યું છે કે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો સામે પગલાં ભરવાના અમદાવાદ શહેર પોલીસનાં દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. શહેરના દાણીલીમડામાં ગઈ કાલે રાતે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમદાવાદના દાણીલીમડા પટેલ મેદાન વિસ્તારમાં એક નબીરાએ ૧૨ લોકોને અડફેટે લીધા હતા.

દાણીલીમડામાં લોખંડવાલા ફ્લેટ નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અહીં બેફામ કાર ચાલકે કાર લગ્ન પ્રસંગમાં ઘૂસાડી દીધી હતી. કાર ચાલકે આશરે ૧૨ લોકોને અડફેટે લેતો તેઓને ઈજા પહોંચી હતી. અચાનક ચાલુ લગ્ન પ્રસંગે કાર ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો. અકસ્માત બાદ કાર ચાલક લોકોએ ઝડપી પાડ્યો હતો. અકસ્માત બાદ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેવડામાં આવ્યાં હતા.

લગ્ન પ્રસંગમાં કાર ઘૂસાડી દેતા આનંદનાં માહોલમાં ડર પ્રસરી ગયો. અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

૧૯ એપ્રિલ, ૨૦૨૪/ ખર્ચનું પ્રમાણ અતિશય વધશે, પારિવારિક સંઘર્ષના સંકેત, આ રાશિના જાતકોનો શુક્રવાર જશે કષ્ટદાયક, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

મનોબળ વધતું જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાનની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયતનું ધ્યાન રાખવું. પોતાનું આરોગ્ય સાચવવું.

વૃષભ

સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ટ્રાવેલીંગ, ઠંડાપીણાના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મિથુન

પરિવારમાં પ્રેમ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. બપોર બાદ સ્થાવર-જંગમ મિલકતથી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.

કર્ક

સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક દ્રષ્ટિએ તથા પારિવારિક રીતે દિવસ દરમ્યાન આનંદ. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.

સિંહ

સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાતિય વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાન્નિધ્ય માણવાનો યોગ બને છે. શેરબજાર કેમીસ્ટ, એડવોકેટ, તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કન્યા

સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા ભોજનમાં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યાર બાદ આવક વધે. એંજીનીયરીંગ, ખાણ, પથ્થર, મીઠાઇના ધંધામાં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.

તુલા

બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. અગત્યના નિર્ણયો બપોર સુધીમાં લઇ લેવા. પિતાની તબિયત સાચવવી. યશ પ્રતિષ્‍ઠા વધે. ભાગ્યનો સાથ મળે.

વૃ‌‌શ્ચિક

નોકરી-ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો થાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા મિત્રો બનતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુના દુઃખાવા થી સાચવવું.

ધન

પરોપકારની ભાવના પેદા થાય. જાહેર જીવનમાં સક્રીય થઇ શકાય. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનો આનંદ લઇ શકાય. નકારાત્મક વિચારો ટાળવા

મકર

દિવસ દરમ્યાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે એવા પ્રસંગનું નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

કુંભ

વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાંનો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી ખાંસી, તાવ થી પરેશાની રહે. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં.

મીન

મનોબળ મજબૂત બને. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય. માથાના દુઃખાવા તથા હાડકાના દુઃખાવાથી સાચવવું.