મણિપુરમાં મતદાન કેન્દ્ર પર ફાયરિંગ, ત્રણ લોકોના મોત, EVMમાં તોડફોડ

Share this story

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે. ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મણિપુરની બે લોકસભા બેઠકો પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. બંગાળમાં સૌથી વધુ મતદાન થયું હતું. અહીં ૩૩.૫૬% મતદાન થયું હતું. સૌથી ઓછું મતદાન લક્ષદ્વીપમાં થયું હતું, જ્યાં ૧૬.૩૩% મતદાન થયું હતું. ૨૧ રાજ્યોમાં સરેરાશ ૨૫% મતદાન થયું છે. આ દરમિયાન મણિપુરના બિષ્ણુપુરમાં મતદાન દરમિયાન ગોળીબાર, બંગાળના કૂચબિહારમાં હિંસા અને ઉત્તરાખંડના હરિદ્વારમાં EVM તોડી પાડવાની ઘટના બની છે.

મણિપુરમાં આંતરિક મણિપુર લોકસભા સીટ પર ફાયરિંગના સમાચાર છે. બિષ્ણુપુર જિલ્લાના થમનપોકપીમાં એક મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયું હતું. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. ઈમ્ફાલ ઈસ્ટના થોંગજુમાં એક બૂથ પર ઈવીએમ તોડફોડના સમાચાર છે. રાજ્યની બે બેઠકો- આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુર પર આજે મતદાન થઈ રહ્યું છે. આઉટર સીટના હિંસા પ્રભાવિત વિસ્તારોના કેટલાક બૂથ પર ૨૬ એપ્રિલે પણ મતદાન થશે. મણિપુરમાં ગયા વર્ષે ૩ માર્ચથી હિંસા ચાલી રહી છે.

ઉત્તરાખંડની પાંચ લોકસભા સીટ પર મતદાન ચાલુ છે ત્યારે હરિદ્વારમાં પોલિંગ બૂથ પર એક વૃદ્ધ મતદાતાએ બેલેટ પેપર દ્વારા ચૂંટણીની માંગણી કરતાં EVM પર ગુસ્સો ઠાલવ્યો હતો. તેમજ EVMને જમીને પર પટક્યું હતું. જેના કારણે મશીનને નુકસાન પહોંચ્યું હતું. વૃદ્ધ મતદારની આ કાર્યવાહી બાદ બૂથ પર અફરાતફરી મચી ગઈ હતી. બહાર તૈનાત પોલીસકર્મીઓ પણ અંદર દોડી ગયા અને તરત જ વૃદ્ધ મતદારને પકડીને રેલવે સ્ટેશન લઈ ગયા, જ્યાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. વૃદ્ધ મતદાર જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ.

આ પણ વાંચો :-