ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આજે ઉમેદવારી નોંધાવી

Share this story

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સીઆર પાટીલ ગઈકાલે ઉમેદવારીપત્ર ભરવાના હતા પરંતુ રોડ શો બાદ તેઓ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેના કારણે તેમણે ઉમેદવારીફોર્મ ભર્યું ન હતું અને તેઓ આજે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે.

નવસારી ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલે આજે ઉમેદવારીપત્ર ભર્યુ હતું. સીઆર પાટીલે આજે ૧૨:૩૯ ના વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ગત રોજ ભવ્ય રોડ શોને કારણે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, તેથી તેમણે ગઈકાલે ઉમેદવારીપત્ર ભરવાનું ટાળ્યુ હતું. ગત રોજ વિજય સંકલ્પ રેલીને હજારો સમર્થકોએ ઉત્સાહ સાથે આવકારી હતી. ત્યારે આજે સી. આર. પાટીલે નવસારીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો અને સંગઠન આગેવાનો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જેના બાદ સી. આર. પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યુ હતું.

આ બેઠક પર સુરત જિલ્લાની લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તાર અને જલાલપોર, નવસારી તથા ગણદેવી મળીને કુલ ૭ વિધાનસભા વિસ્તાર સાથે નવસારી લોકસભા બેઠકનું નિર્માણ કરાયું હતું. આ વિસ્તારમાં ૨૨ રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિનિ ભારત કહેવામાં આવે છે. અહીં સુરતના ૬૦ અને નવસારીના ૪૦ ટકા મતદારોનો સમાવેશ થાય છે. કોળી મતદારોની સંખ્યા અહીં વધુ છે. જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે. નવસારી લોકસભા મતવિસ્તારમાં ૧૭ લાખ ૬૪ હજાર ૬૨૨ મતદાતાઓ છે. જેમાં ૭ લાખ ૯૨ હજાર ૪૮૦ મહિલા અને ૯ લાખ ૭૨ હજાર ૯૦ પુરૂષ મતદાતાઓ છે.

આ પણ વાંચો :-