તક્ષવીએ ૬ વર્ષની વયે રચ્યો ઈતિહાસ, સ્કેટિંગમાં બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

Share this story

અમદાવાદની તક્ષવી વાઘાણીએ ૬ વર્ષની ઉંમરે એવી સિદ્ધિ મેળવી છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. તેણીએ ખૂબ જ નાની ઉંમરમાં કંઈક એવું કરી બતાવ્યું છે કે જેનાથી તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં અજાયબી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે ચાર વર્ષની હતી ત્યારથી તેને સ્કેટિંગનો શોખ હતો અને આજે તે તેનો હુનર બની ગયો છે.

તક્ષવી વાઘાણીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં તક્ષ્વીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ વાત તક્ષ્વીએ સાબિત કરી બતાવી કે ગમે તેવા કપરા ચઢાણ હોય પણ જો મનોબળ મજબૂત હોય તો કામયાબી અવશ્ય મળે છે. આજે તક્ષ્વીને અનેક પ્રયત્નો બાદ સફળતા મળી અને તે તેના ચહેરા પર સ્મિત થકી દેખાઈ આવે છે. તક્ષવીએ ૧૬ સેમી હાઈટ નીચે ૨૫ મીટર સુધી લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યુ

તક્ષવીની સાથે તેના પિતા હર્નિલભાઈ વાઘાણી અને મમ્મી દેવાંશીએ પણ ખુબ જ પરિશ્રમ કર્યો. દીકરીની મહેનતની નોંધ લેવાય તે માટે તેમણે ગિનિસ બુકમાં નામ નોંધવવાનું નક્કી કર્યું. હર્નિલભાઈએ જણાવ્યું કે, “ગિનિસ બુકમાં નામ કઈ રીતે નોંધવવું એની કોઈપણ પ્રકારની જાણકારી અમને ન હતી. આથી અમે ઈન્ટરનેટના માધ્યમથી બધું જાણતા. ત્યાં પહોંચવા માટે શરૂઆત અમે ભારતથી કરી. ભારતમાં અમે સૌપ્રથમ ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રયત્ન કર્યો.

લિમ્બો સ્કેટિંગને ન માત્ર ભારતમાં પરંતુ આતંરરાષ્ટ્રિય સ્તરે પણ હજુ જોઈએ એટલું પ્રોત્સાહન મળ્યું નથી. તેની વિશ્વ કક્ષાની મોટી પ્રતિયોગિતાઓ યોજાતી નથી. આથી હવે તક્ષવીને આગળ આ ફિલ્ડમાં કઈ રીતે લઈ જવી તેના પર હર્નિલભાઈ અને દેવાંશીબેન વિચારી રહ્યા છે. તેણીએ ૫૦ મીટરથી વધુની સ્કેટિંગમાં ઓછો સમય લઈને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. તેણીએ આ અંતર ૬.૯૪ સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું. તેણીએ ૨૦૨૧માં બનાવેલો પોતાનો જ રેકોર્ડ તોડીને આ સિદ્ધિ મેળવી હતી.

આ પણ વાંચો :-