નૌકાદળના નવા પ્રમુખ તરીકે વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીની નિમણૂક

Share this story

ભારત સરકારે વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી પીવીએસએમ, એવીએસએમ, એનએમ, જેઓ હાલમાં નૌકાદળના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે, તેમણે ૩૦ એપ્રિલ, ૨૦૨૪ની બપોરથી નૌકાદળના આગામી વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલના વડા નેવલ સ્ટાફ, એડમિરલ આર હરિ કુમાર, પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ ૩૦ એપ્રિલ, ૨૦૨૪ના રોજ સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યાં છે.

વીએડીએમ ડીકે ત્રિપાઠીએ ભારતીય નૌકાદળના જહાજ વિનાશ, કિર્ચ અને ત્રિશુલની કમાન સંભાળી છે. તેમણે વિવિધ મહત્ત્વપૂર્ણ ઓપરેશનલ અને સ્ટાફની નિમણૂકો પર પણ કામ કર્યું છે જેમાં પશ્ચિમી ફ્લીટના ફ્લીટ ઓપરેશન્સ ઑફિસર; નેવલ ઓપરેશન્સ ડિરેક્ટર; નવી દિલ્હી ખાતે પ્રિન્સિપલ ડાયરેક્ટર, નેટવર્ક સેન્ટ્રિક ઓપરેશન્સ અને પ્રિન્સિપલ ડિરેક્ટર, નેવલ પ્લાન્સનો સમાવેશ થાય છે.

વાઈસ એડમિરલ ત્રિપાઠી હાલમાં નૌકાદળના ઉપપ્રમુખ છે. તેમની ૪૦ વર્ષની લાંબી કારકિર્દીમાં ત્રિપાઠીએ ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. ૧૫ મે ૧૯૪૬ના રોજ જન્મેલા વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠી ૧ જુલાઈ ૧૯૮૫ના રોજ નેવીમાં જોડાયા હતા. તે રીવાની સૈનિક સ્કૂલ, અને ખડગવાસલામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના પૂર્વ વિદ્યાર્થી રહ્યા છે.  રીઅર એડમિરલ તરીકે, તેમણે આસિસ્ટન્ટ ચીફ ઑફ નેવલ સ્ટાફ અને ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઈસ્ટર્ન ફ્લીટ તરીકે સેવા આપી છે. વાઇસ એડમિરલના હોદ્દા પર, તેમણે પ્રતિષ્ઠિત ભારતીય નેવલ એકેડેમી, એઝિમાલાના કમાન્ડન્ટ તરીકે સેવા આપી છે; નેવલ ઓપરેશન્સના મહાનિર્દેશક; ચીફ ઑફ પર્સનલ અને ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ તરીકે પણ કાર્ય કર્યું છે.

આ પણ વાંચો :-